રાજકોટ જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારાપોષણ માહ-૨૦૨૦ની અનોખી ઉજવણી

કિશોરીએ “પોષણ તોરણ” નું વિતરણ કરીનસગર્ભા માતા અને ધાત્રી માતાઓને આપ્યા સ્વાસ્થ્યવર્ધક સંદેશા આંગણવાડી કેન્દ્રો દ્વારા કિશોરીઓ અને સગર્ભા માતાઓનેપોષણયુક્ત આહાર અંગે માહિતી આપીને વાનગી સ્પર્ધાનું કરાયું આયોજન અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૧૭સપ્ટેમ્બર:સહી પોષણદેશ રોશન”ના મંત્રને ચરિતાર્થ કરવા માટે ભારત સરકાર દ્વારા  દર વર્ષે સપ્ટેમ્બર માસમાં રાષ્ટ્રવ્યાપી “પોષણ માહ”ની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને સફળ બનાવવા અને તેમજ વર્તમાન અને ભાવિપેઢીને પોષણયુક્ત બનાવવા રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “પોષણ માહ ૨૦૨૦”ની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહ્યી છે. જે અન્વયે રાજકોટ જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. વિભાગ  પોષણ માહની અનોખી ઉજવણી કરી રહ્યું છે.  આ ઉપરાંત કિશોરીઓ દ્વારા જોખમી સગર્ભા માતા, છ માસથી નાના અને છ થી બે વર્ષ સુધીના અતિકુપોષિત બાળકો અને બેથી પાંચ વર્ષના  અતિકુપોષિત બાળકોને પોષણ તોરણનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભોજન જીવનના દરેક પાસાઓ સાથે ઘનિષ્ઠ રૂપથી સંકળાયેલી કડી છે. તેથી લાભાર્થીઓને  કિશોરી અને આંગણવાડી કેન્દ્રની બહેનો દ્વારા પોષણયુક્ત આહાર અંગે સમજ આપવામાં આવી હતી. loading… વધુમાં કિશોરીઓ દ્વારા ટી.એચ.આર. પૂર્ણા શક્તિમાંથી પોષણયુક્ત વાનગીઓ બનાવવામાં  આવી હતી. તેમજ આંગણવાડી કેન્દ્રની બહેનો દ્વારા કિશોરીઓને પ્રોત્સાહન પુરૂં પાડવા  વાનગી સ્પર્ધાઓનું  આયોજન પણ કરવામાં આવ્યું હતું, તેમ આઈ.સી.ડી.એસ. વિભાગ રાજકોટના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવેની યાદીમાં જણાવાયું છે.

૩૧મી ઓકટોબરથી રૂ. ૧૦૫૫ના ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદી કરવાનો રાજય સરકારનો નિર્ણય – શ્રી ભરતભાઇ બોઘરા

જસદણ ખાતે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન શ્રી ભરતભાઇ બોઘરાના  હસ્તે કૃષિલક્ષી યોજનાના લાભાર્થીઓને અપાયા મંજૂરીપત્ર: પ્રગતિશીલ ખેડૂતોનું  કરાયુ બહુમાન ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી … Read More

મેટોડા જી.આઈ.ડી.સી.વિસ્તારમાં પાંચ દિવસ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

ધન્વંતરી રથ દ્વારા ૪૨૯ લોકોના આરોગ્યની તપાસ એન્ટીજન ટેસ્ટ કરાતાં કુલ ૨૭ કોરોના પોઝીટીવ લોકોને હોમ આઇશોલેટેડ અને ફેસિલીટીમાં રીફર કરાયા  અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૧૭ સપ્ટેમ્બર: મોઢા પર માસ્ક, હાથમાં ગ્લોવ્ઝ અને ગન … Read More

રાજકોટના જાણીતા સંગીતકાર ડો. ઉત્પલ જીવરાજાનીનો પ્રેરક સંદેશ

કોરોના સામેની લડાઈ : સ્વચ્છતા – સ્વસ્થતા અને સજાગતા સાથે જીતશે રાજકોટ – હારશે કોરોના  રાજકોટ,૧૭ સપ્ટેમ્બર:સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલી કોરોનારૂપી મહામારીના કપરા સમયમાં રાજકોટ વાસીઓને ભયભીત થયા વિના સ્વચ્છતા – સ્વસ્થતા અને સજાગતાના પ્રકૃતિના સંદેશને અપનાવી … Read More

રાજકોટ જિલ્લાના લોધિકામાં ખેડૂતોને દેશી ગાય નિભાવ ખર્ચ સહાય અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાયનું વિતરણ કરાયુ

ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી અને ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠિયાની પ્રેરક ઉપસ્થિતિ અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ,૧૭ સપ્ટેમ્બર: દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિને ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય … Read More

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલા બીજેએમસી સેમ-૨ના પરિણામ

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલા બીજેએમસી સેમ-૨ના પરિણામમાં પહેલાં દસેદસ રેન્કર્સ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટની આઈજેસીનાં નાગપુરનો અક્ષય આચાર્ય પ્રથમ ક્રમે, ભૂજની વૈદેહી ભીંડે બીજા ક્રમે અમદાવાદ,૧૭ સપ્ટેમ્બર: ગુજરાત યુનિવર્સિટીએ ૧૭ સપ્ટેમ્બરે … Read More

40 કરોડ હિન્દુસ્તાની ગરીબી રેખા નીચે ધકેલાઇ રહ્યાં છે : ડૉ. મનિષ દોશી

CMIE અહેવાલ મુજબ દેશમાં એપ્રિલથી જુલાઇ 2020માં 1.89 કરોડ ભારતીઓએ નોકરી ગુમાવી. • 40 કરોડ હિન્દુસ્તાની ગરીબી રેખા નીચે ધકેલાઇ રહ્યાં છે : ડૉ. મનિષ દોશી• દેશમાં 116 ખેડૂત, ખેતમજૂર … Read More

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ૧૩ મહિલાજુથોને પ્રમાણપત્રો અપાયા

સુરત મહાનગરપાલિકા સહભાગી બની, ૧૩ મહિલાજુથોને પ્રમાણપત્રો અપાયા સુરત, ૧૭ સપ્ટેમ્બર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦ માં જન્મદિવસે રાજય વ્યાપી પ્રારંભ કરાયેલી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મહિલા જુથો સ્વાવલંબી બને … Read More

ગ્યાસુદ્દીન શેખે ગુજરાત રાજ્યના ચુંટણી કમિશ્નરશ્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.

ગાંધીનગર,૧૬ સપ્ટેમ્બર:વિશ્વ વ્‍યાપી કોરોના મહામારીની આરોગ્‍ય સંબંધી ગંભીર પરિસ્‍થિતિના પરીપેક્ષ્‍યમાં આગામી સ્‍થાનિક સ્‍વરાજ્યની સંસ્‍થાઓની ચુંટણીઓના સંચાલન અને પ્રબંધન સબંધી પડકારો બાબત અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખે આજરોજ … Read More

પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણની સુરક્ષા,જતન અને સંવર્ધન થશે:વન,આદિજાતિમંત્રી

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ત્રણ તાલુકાના ખેડુતોને દેશી ગાય નિભાવ ખર્ચ માટે ૧૧૩૩ અને પ્રાકૃતિક કૃષિ કિટ યોજના હેઠળ ૧૧૯૨ ખેડુતોને મંજુરીપત્રોનું વિતરણ પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણની સુરક્ષા, જતન અને સંવર્ધન થશે-ઃવન, આદિજાતિમંત્રી ગણપતસિંહ … Read More