સ.સં. ૧૫૧૫ પોષણ માહ ૨૦૨૦ની ઉજવણી 2 edited

રાજકોટ જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારાપોષણ માહ-૨૦૨૦ની અનોખી ઉજવણી

સ.સં. ૧૫૧૫ પોષણ માહ ૨૦૨૦ની ઉજવણી 2 edited

કિશોરીએ “પોષણ તોરણ” નું વિતરણ કરીનસગર્ભા માતા અને ધાત્રી માતાઓને આપ્યા સ્વાસ્થ્યવર્ધક સંદેશા

આંગણવાડી કેન્દ્રો દ્વારા કિશોરીઓ અને સગર્ભા માતાઓનેપોષણયુક્ત આહાર અંગે માહિતી આપીને વાનગી સ્પર્ધાનું કરાયું આયોજન

અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ,૧૭સપ્ટેમ્બર:સહી પોષણદેશ રોશન”ના મંત્રને ચરિતાર્થ કરવા માટે ભારત સરકાર દ્વારા  દર વર્ષે સપ્ટેમ્બર માસમાં રાષ્ટ્રવ્યાપી “પોષણ માહ”ની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને સફળ બનાવવા અને તેમજ વર્તમાન અને ભાવિપેઢીને પોષણયુક્ત બનાવવા રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “પોષણ માહ ૨૦૨૦”ની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહ્યી છે. જે અન્વયે રાજકોટ જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. વિભાગ  પોષણ માહની અનોખી ઉજવણી કરી રહ્યું છે.

સ.સં. ૧૫૧૫ પોષણ માહ ૨૦૨૦ની ઉજવણી 3

રાજકોટ જિલ્લામાં “પોષણ માહ-૨૦૨૦”ની ઉજવણી અંતર્ગત જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલી કિશોરીઓ દ્વારા “પોષણ તોરણ” બનાવવામાં આવ્યા હતા. જેમાં સ્વાસ્થ્યવર્ધક સંદેશાઓનું આલેખન કરવામાં આવ્યું હતું. જેમ કે, સ્વચ્છતા, આયર્નની ગોળીનું મહત્વ, કૃમિનાશક ગોળીની આવશ્યક્તા, ટી.એચ.આર. પોષણયુક્ત આહારથી મળતા પોષક તત્વો, મમતા દિવસનું મહત્વ વગેરે બાબતો અંગે બાળકો, કિશોરી, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય માટે જરૂરી હોય એવા સંદેશાઓ પોષણ તોરણમાં લખવામાં આવ્યા હતા.

 આ ઉપરાંત કિશોરીઓ દ્વારા જોખમી સગર્ભા માતા, છ માસથી નાના અને છ થી બે વર્ષ સુધીના અતિકુપોષિત બાળકો અને બેથી પાંચ વર્ષના  અતિકુપોષિત બાળકોને પોષણ તોરણનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભોજન જીવનના દરેક પાસાઓ સાથે ઘનિષ્ઠ રૂપથી સંકળાયેલી કડી છે. તેથી લાભાર્થીઓને  કિશોરી અને આંગણવાડી કેન્દ્રની બહેનો દ્વારા પોષણયુક્ત આહાર અંગે સમજ આપવામાં આવી હતી.

loading…

વધુમાં કિશોરીઓ દ્વારા ટી.એચ.આર. પૂર્ણા શક્તિમાંથી પોષણયુક્ત વાનગીઓ બનાવવામાં  આવી હતી. તેમજ આંગણવાડી કેન્દ્રની બહેનો દ્વારા કિશોરીઓને પ્રોત્સાહન પુરૂં પાડવા  વાનગી સ્પર્ધાઓનું  આયોજન પણ કરવામાં આવ્યું હતું, તેમ આઈ.સી.ડી.એસ. વિભાગ રાજકોટના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવેની યાદીમાં જણાવાયું છે.