Rajkor Cancer Covid Hospital

સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલ કોવિડ હોસ્પિટલમાં થી ૨૬ દર્દીઓ ડીસ્ચાર્જ કરાયા

Rajkor Cancer Covid Hospital
  • ૧૭૭ બેડ ઓક્સીજનની સુવિધાથી સજ્જ: ઈમરજન્સી સેવા માટે બે વેન્ટીલેટર રખાયા :૪૫૦૦ લીટરની ઓક્સિજનની કરાયેલી વ્યવસ્થા
  • તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરાયેલી કોવિડ હોસ્પિટલ પૂર્ણતયા કાર્યરત

સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ

રાજકોટ,૧૭ સપ્ટેમ્બર:રાજકોટની સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે ખૂબ જ ટૂંકા સમયગાળામાં ઉભી કરાયેલી અદ્યતન સુવિધાથી સજજ ૨૦૦ બેડની કોવિ઼ડ હોસ્પિટલમાં ૧૨૬ જેટલા દર્દીઓ હાલ સારવાર મેળવી રહ્યા છે તેમજ ૨૬ જેટલા કોરોના વાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓ સ્વસ્થ થયા બાદ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ કોવિડ હોસ્પિટલનું ગાંધીનગર ખાતેથી ઈ-લોકાર્પણ કર્યું હતું.

મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.અંજન ત્રિવેદીએ જણાવ્યું કે, ખાનગી હોસ્પિટલ સમી તમામ આધુનિક સુવિધા અહિંયા ઉપલબ્ધ છે. ૧૭૭  જેટલા બેડ ઓક્સિજનની સુવિધાથી સજ્જ છે. ઉપરાંત ૫૫ જેટલા ઓક્સિજન સિલિન્ડર અને ૪૫૦૦ લીટરની ક્ષમતા ધરાવતા ઓક્સિજનના ટેંક અહીંયા રાખવામાં આવેલ છે. તેમજ ઈમરજન્સી જરૂરિયાત ઉભી થાય તેવા સમયે અને દર્દીઓની સલામતીના ભાગરૂપે બે વેન્ટિલેટર પણ રાખવામાં આવ્યા છે. આ વેન્ટિલેટરને ઓપરેટ કરવા માટે નિષ્ણાંતોની ટીમ ઉપલબ્ધ છે.  

banner still guj7364930615183874293.

પીપીઈ કીટ, એન-૯૫ માસ્ક, અન્ય જરૂરી દવાઓ અને ઈન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, હોસ્પિટલમાં સાફ-સફાઈનું યોગ્ય સ્તર જળવાઈ રહે અને બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ થાય તે માટે પૂરતી તકેદારી લેવામા આવે છે. ખાસ કરીને અહિંયા કેન્સર અને કોવિડ હોસ્પિટલની  એન્ટ્રી-એક્ઝિટની તદ્દન અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. જેથી સંક્રમણને ફેલાતુ અટકાવી શકાય તેમ ડો. ત્રિવેદીએ જણાવ્યું હતું.

અહીંયા કોરોના સંક્રમિત દર્દીઓને બે વખત પોષણયુક્ત ભોજન, સવારે ગરમ નાસ્તો, સાંજે હળદરવાળું દૂધ તેમજ ચા-કોફી દર્દીઓને સમયસર અને નિયમિત રીતે આપવામાં આવે છે. દર્દીઓના સગા સંબંધીઓને બેસવા માટે ડોમ, અને દર્દીઓને કપડા, નાસ્તો વગેરે જીવન જરૂરિયાત સામાન પહોંચાડવા માટે કલેક્શન સેન્ટર, વીડિયો કોલિંગ સહિતની સેવા હેલ્પ ડેસ્ક ખાતે ઉપલબ્ધ કરાવવામા આવી છે. સાથે જ ૧૨ જેટલા એમ.એસ. ડબલ્યુની લાયકાત ધરાવતા કર્મયોગીઓ દ્વારા દર્દીઓમા કોરોનાના ભયને દૂર કરવા માટે જરૂર જણાયે માર્ગદર્શન-કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે પીડીયુ કોવિડ હોસ્પિટલમાંથી દર્દીઓને અહીંયા શીફ્ટ કરવામા આવતા હોય છે. તેમ ડો. ત્રિવેદીએ ઉમેર્યું હતુ.

loading…