Sanjivani Rath: સંજીવની રથમાં સવાર થઈને રોજ-રોજ દર્દીની સેવા કરનારા MBBS ના વિદ્યાર્થીઓ તેમજ ઇન્ટર્ન ડોક્ટરો

Sanjivani Rath: સ્મીમેર મેડિકલ કોલેજના ૪૪૨ વિદ્યાર્થીઓએ સંજીવની રથ સેવામાં જોડાઈને દર્દીઓને સ્વસ્થ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી યુવા કોરોના યોદ્ધાઓને ઈશ્વરીય કાર્યમાં સહભાગી થવાનો આનંદ અને સંતોષ અહેવાલ: પરેશ … Read More

કોરોનાના વોર્ડમાં પ્રેક્ટિકલી ટ્રેનિંગ લઈ અનેક વિદ્યાર્થીઓએ મેળવ્યું અનુભવનું ભાથું

કોવીડ હોસ્પિટલમાં આઈ.સી.યુ. માં સિનિયર તબીબોના માર્ગદર્શન હેઠળ સારવારની  એ.બી.સી.ડી. શીખતાં મેડિકલના વિદ્યાર્થીઓ કોરોનાના વોર્ડમાં પ્રેક્ટિકલી ટ્રેનિંગ લઈ અનેક વિદ્યાર્થીઓએ મેળવ્યું અનુભવનું ભાથું અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૧ ઓક્ટોબર: … Read More

ઇમર્જન્સીમાં સીઝેરિયન બાદ બાળકના જન્મના સાક્ષી બનવાનો લાભ મળ્યો

કોરોનાના દર્દીઓની સારવાર દરમ્યાન જુનિયર ડોક્ટર જેટલો અનુભવ મેળવતા તબીબી વિદ્યાર્થીઓ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૦૮ ઓક્ટોબર: કોવીડ હોસ્પિટલમાં દાખલ કોરોના પ્રેગ્નન્ટ મહિલાની ઇમર્જન્સીમાં સીઝેરિયન દ્વારા પ્રસુતિ કરવાની જરૂર … Read More

રાજકોટ કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓના પરિવારજનોની જેમ સેવા આપતા કર્મયોગીઓ

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: રાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સેવા માટે કર્મયોગીઓ અવિરત કામગીરી કરી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓ પાસે તેના સ્વજનો સારવાર દરમિયાન ન હોવાથી તબીબો, નર્સ … Read More

વૃદ્ધાશ્રમના ૩૦ વડીલોની સારવારનો અનુભવ જીવનભરનું સુખદ સંભારણું

વૃદ્ધાશ્રમના ૩૦ વડીલોની સારવારનો અનુભવ જીવનભરનું સુખદ સંભારણું:વૃધ્ધિ ભંડેરી (મેડિકલ સ્ટુડન્ટ)  ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટ્સને મળ્યો કોરોનાની દર્દીઓનો સારવારનો લાભ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: સમરસ હોસ્ટેલ સ્થિત … Read More

ભાવિ ડોક્ટર માટે તબીબી સેવાના નવા પાઠ શીખવા અવસર બનતી કોરોના મહામારી

ભાવિ ડોક્ટર માટે તબીબી સેવાના નવા પાઠ શીખવા અવસર બનતી કોરોના મહામારી ઉચ્ચ વ્યવસાયિક મૂલ્યોનો પરિચય કરાવતા એમબીબીએસ ફાઈનલ યરના છાત્રો રાજકોટ પીડીયુ મેડીકલ કોલેજના એમબીબીએસના છાત્રોનો કોવિડ-૧૯માં ફરજ બજાવવાનાં … Read More

તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પ્રેકટીકલ જ્ઞાનની સાથે શીખી રહ્યાં છે સેવાના પાઠ

અગર તમે કોઈ એક વ્યક્તિનું પણ જીવન બચાવશો તો તમનેએક તબીબ તરીકેનું જીવન જીવી ગયાનો આત્મસંતોષ જરૂર મળશે રાજકોટ સીવીલ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં સ્વયંસેવક તરીકે ફરજ બજાવતાં તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પ્રેકટીકલ જ્ઞાનની સાથે શીખી રહ્યાં છે સેવાના પાઠ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૯સપ્ટેમ્બર:તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ આવે છે કે, “કોરોનાના કપરા સમયમાં લોકોને આ મહામારીમાંથી બહાર લાવવા અને તેમની સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં વોલેન્ટિયર તરીકે કામ કરી શકે તેવા મેડિકલના ત્રીજા વર્ષના તથા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની જરૂર છે, જે વિદ્યાર્થીઓ સેવા આપવા તૈયાર હોય તેમને તુરત જ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા વિનંતી છે.” આ મેસેજ વાંચીને તરત જ કેટલાક વિદ્યાર્થીઓ તૈયાર થાય છે, અને કોવિડ હોસ્પિટલ પહોંચી લોકોની સેવામાં લાગી જાય છે. આ દ્રશ્ય આપણને કોઈ કાલ્પનિક ફિલ્મ જેવું લાગે. પરંતુ વાસ્તવમાં ફિલ્મ જેવી જ ઘટના રાજકોટમાં આકાર પામી છે. કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની દેખભાળ રાખવાની સાથે તેમને માનસિક સધિયારો પૂરો પાડવાનું અગત્યનું કાર્ય પણ સિવિલ  હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ કાર્ય કરી રહ્યા છે. પરંતુ દર્દીઓની સંખ્યાને ધ્યાને લઇ તેમની સારવાર માટે આરોગ્ય કર્મીઓની વધુ જરૂરિયાત જણાતાં તબીબી વિદ્યાશાખાના  ત્રીજા અને  અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને વોલેન્ટિયર તરીકે સેવા આપવા આહવાન કરવામાં આવ્યું હતું, જેનો તબીબી શાખાના વિદ્યાર્થીઓએ હકારાત્મક પ્રત્યુત્તર આપી રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં પોતાની સેવારૂપી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. રાજસ્થાનના અજમેર જિલ્લાના બિયાવરના વતની અને મેડિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલા જયંત દેવાણી કહે છે કે, હું લોકડાઉનના ત્રણ મહિના મારા વતન ગયો હતો. તેવા સમયે અમારા વોટ્સએપ ગ્રુપમાં કોવિડ હોસ્પિટલમાં વોલેન્ટિયર તરીકે સેવા આપવા માટેના આવેલા મેસેજને વાંચી હું તુરંત જ સ્વયંસેવક તરીકે જોડાવા તૈયાર થઈ ગયો. આ માટે ઘરમાં વાત કરી. ઘરના લોકોએ ડરના કારણે પહેલા તો મને જવાની ના પાડી.  પરંતુ  મેં  તેમને સમજાવ્યા  કે,  આવા સમયમાં જ અમારી સેવાની સાચી જરૂર હોય છે. પરિવારજનો મારી વાત સાથે સહમત થયાં અને આજે હું સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવી રહ્યો છું. મને શરૂઆતમા અહીં આવતા થોડો ડર લાગ્યો, એમ જણાવતાં જયંત કહે છે કે, અમે અહીં દર્દીને જોતા, તેમને મદદ કરતા, ધીમે ધીમે અહીંનો ડર જતો રહ્યો અને દર્દીઓને માનસિક સધિયારો આપી એમની સારવારમાં મદદરૂપ બની તેમનું જીવન બચાવવાના કાર્ય થકી હવે મને અજબ આંતરિક શાંતિ મળી રહી છે. આ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં ફરજ બજાવતાં મેડિકલના ચોથા વર્ષના વિદ્યાર્થીની નેન્સી ગણાત્રા કહે છે કે, જે દિવસે મારા મેડીકલના ૪ વર્ષ પૂર્ણ થયા, તે જ દિવસથી મેં કોવીડની ડ્યુટી શરૂ કરી હતી. તેના કારણે મારા જીવનમાં એક નવો જ વળાંક આવ્યો છે. મેં જેટલું ૪ વર્ષમાં નથી શીખ્યું તેટલું આ ૮ દિવસોમાં હું શીખી છું. ઈન્ટર્નશિપ માટે જે બાબતો જરૂરી છે, તેનું મને જ્ઞાન હતું, પરંતુ અહીં આવીને મેં બાયપેપ, એન.આર.બી.એમ. અને વેન્ટિલેટરને માત્ર જોયું જ નહીં, પરંતુ તેનું પ્રત્યક્ષ જ્ઞાન પણ મેળવ્યું છે અને તેના કારણે અત્યારે હું મારું કામ વધુ સારી રીતે કરી શકું છું. મેં કદી વિચાર્યું પણ નહોતું કે આવા મહામારીના સમયમાં મારી આઈ.સી.યુ.માં ડ્યુટી આવશે. પરંતુ આ મહામારીનો સમય છે, આ સમયમાં આપણે આપણા વ્યવસાયનું કાર્ય નહીં કરીએ તો કોણ કરશે ? તેમ જણાવતાં નેન્સી તેમની સાથેના તબીબી શાખાના અન્ય વિદ્યાર્થીઓને અનુરોધ કરતાં કહે છે કે, આ મહામારીથી ડરીને આપણે ઘરે જ બેઠા રહેશું તો દર્દીઓની  સંભાળ  કોણ  લેશે ? અને આજે નહીં તો કાલે, આપણે આ બધું શીખવાનું જ છે ને! તો શું કામ આપણે આજે જ આગળ આવી દર્દીઓને મદદ ન કરીએ ! loading…  કોવિડ વોર્ડમાં છેલ્લા ૨૦ દિવસથી સ્વયંસેવક તરીકે કામ કરતાં મેડીકલના ત્રીજા વર્ષના વિદ્યાર્થીની આસ્થા ગોહિલ કહે છે કે, મને અહીં મારી ફરજ દરમિયાન દર્દી નારાયણની સેવા કરવાનો અને અમારા સીનિયર્સને મદદરૂપ બનવાનો બેવડો લાભ મળી રહયો છે. મારી આ ફરજ દરમિયાન મને ઘણું બધું શીખવા મળ્યું છે. … Read More

૫૫ જેટલા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને કોરોનાના દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયા

“કોરોના સંક્રમીત દર્દીઓની સારવાર સમયે તેઓ સંક્રમણથી બચી શકે અને દેશબાંધવોને ટીમવર્કથી સહયોગી બની કોરોનાથી રક્ષિત કરે તે એકમાત્ર લક્ષ્ય”: ડો. મુકેશ સામાણી, માનસીક વિભાગના વડા અને ઇન્ચાર્જ ડીન પી.ડી.યુ. કોલેજ … Read More

માનવ જીવનને બચાવવામાં પરમસુખનો વૈભવ માણતા પ્લાઝમા ડોનર

  પ્લાઝમા ડોનર ડો. રાજીવ ધોકીયા અને કોરોના વિજેતા સંદીપભાઈ ઠુંમર અમદાવાદ,૧૪ સપ્ટેમ્બર:રાજકોટ સિવિલ ખાતે અહીંના જ મેડિકલ કોલેજના પ્રથમ બેચના વિદ્યાર્થી  રહી ચૂકેલા અને હાલ ઉપલેટા ખાતે પ્રેક્ટિસ કરતા ડો. રાજીવ ધોકીયાએ … Read More

તબીબ વિદ્યાર્થી પૂર્વાએ બે દિવસમાં કોરોનાને આપી મ્હાત,પ્લાઝમા દાનનો કર્યો સંકલ્પ

સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ વિદ્યાર્થી પુર્વા સિંઘલે બે દિવસમાં કોરોનાને મ્હાત આપી, પ્લાઝમા દાન કરવાનો સંકલ્પ કરી અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે. પૂર્વા સિંઘલ મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના … Read More