Medical Student

ઇમર્જન્સીમાં સીઝેરિયન બાદ બાળકના જન્મના સાક્ષી બનવાનો લાભ મળ્યો

Medical Student
ઇમર્જન્સીમાં સીઝેરિયન બાદ બાળકના જન્મના સાક્ષી બનવાનો લાભ મળ્યો: આસ્થા ગોહિલ, મેડિકલ સ્ટુડન્ટ

કોરોનાના દર્દીઓની સારવાર દરમ્યાન જુનિયર ડોક્ટર જેટલો અનુભવ મેળવતા તબીબી વિદ્યાર્થીઓ

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ

રાજકોટ, ૦૮ ઓક્ટોબર: કોવીડ હોસ્પિટલમાં દાખલ કોરોના પ્રેગ્નન્ટ મહિલાની ઇમર્જન્સીમાં સીઝેરિયન દ્વારા પ્રસુતિ કરવાની જરૂર પડતાં જ તજજ્ઞ ડોક્ટર્સની ટીમે ઓપેરશન થીએટરમાં તાત્કાલિક વ્યવસ્થા કરવી પડી. તેના માટે જરૂરી સાધનો, દવાઓની એરેન્જમેન્ટમાં મને સહભાગી બનવાનો મોકો મળ્યો ને સીઝેરિયન ઓપરેશન બાદ નવજાત બાળકના જન્મના સાક્ષી બનવાનો મને પ્રથમ અનુભવ થયાનું ત્રીજા વર્ષમાં તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીની આસ્થા ગોહિલનું કહેવું છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે તબીબી વિદ્યાર્થીઓની મદદ લેવાનુ નક્કી થતાં પી.ડી.યુ મેડિકલ કોલેજમા ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી આસ્થાએ આ તક ઝડપી લીધી. જેનાથી તેને જુનિયર ડોક્ટરને જરૂરી એવો અનુભવ મળ્યો માત્ર ૨૦ દિવસની ફરજ દરમ્યાન.  આસ્થા કહે છે કે મેં બે થી ત્રણ વાર ઓપરેશન થિએટરમાં સર્જરી જોઈ જે કદાચ મને ઇન્ટર્નશિપ દરમ્યાન પણ ન જોવા મળત.

loading…

માત્ર એટલું જ નહીં, દર્દીઓની તમામ હિસ્ટ્રી હું મેન્ટેઇન કરતી હોઈ શિફ્ટ બદલતા આવનારા ડોક્ટર્સ પણ મને દર્દીઓનો પ્રોગેસ રીપોર્ટ પૂછતાં. મારા વોર્ડના તમામ દર્દીઓના નામ સહિત હું તેમના સારવારની સાક્ષી બની. સીનિયર ડોક્ટર્સની ટીમ સાથે આઇસોલેશન વોર્ડમાં પણ કામ કરવાનો લાભ મળ્યો. બાયપેપ પર રાખેલા દર્દીઓના પલ્સ માપવા, વેન્ટિલેટર, ઇન્ક્યુબેટર સેટ કરવાની પ્રેક્ટિસ કરવા મળી.

Advt Banner Header

સર્જરી, મેડિસિન અને એનેસ્થેશીયાના સીનિયર ડોક્ટર્સ દ્વારા આપવામાં આવતું માર્ગદર્શન જુનિયર ડોક્ટરના અનુભવ સમાન હોવાનું વિદ્યાર્થીની આસ્થા જણાવે છે. ડાયાલીસિસ કોરોના વોર્ડમાં પણ કામ કરવા મળ્યુ. ત્રણ દિવસ કંટ્રોલ રૂમમાં ફરજ સોંપાઈ. દર્દીઓના વાલી, ડોક્ટર્સ ફ્લોર મેનેજર સાથે સંકલનની કામગીરી કરવાનો વધારાનો અનુભવ થયો. ભવિષ્યમાં સર્જરીમાં આગળ વધવાનું સ્વપ્ન સેવતી આસ્થાને આ તમામ અનુભવ ડોક્ટર બન્યા પહેલાનું એક ટ્રેઇલર હોય તેવું લાગે છે.