Plasma donner medical student 4 2

માનવ જીવનને બચાવવામાં પરમસુખનો વૈભવ માણતા પ્લાઝમા ડોનર

 

પ્લાઝમા ડોનર ડોરાજીવ ધોકીયા અને કોરોના વિજેતા સંદીપભાઈ ઠુંમર

અમદાવાદ,૧૪ સપ્ટેમ્બર:રાજકોટ સિવિલ ખાતે અહીંના જ મેડિકલ કોલેજના પ્રથમ બેચના વિદ્યાર્થી  રહી ચૂકેલા અને હાલ ઉપલેટા ખાતે પ્રેક્ટિસ કરતા ડો. રાજીવ ધોકીયાએ પ્લાઝમા ડોનેશન કરી દર્દીઓની સેવા સુશ્રૃષા સાથે કોઈના જીવનને બચાવવાની માનવીય સેવાના પરમસુખના વૈભવને માણ્યો છે. કોલેજ અને સમાજનું ઋણ ચૂકવી હું ધન્યતાની લાગણી અનુભવું છે તેમ ડો. રાજીવ જણાવતા અનુરોધ કરે છે કે કોરોના થી સ્વસ્થ થયેલા તમામ લોકો પ્લાઝમા દાન કરી કોરોના મહામારીમાં યથાશક્તિ ભાગ ભજવીને સૌ વિજયી બનીએ. 

સંદીપભાઈ ઠુંમરે કોરોનાને મહાત આપવા સાથે  હિંમતભર્યું ઉદાહરણ પૂરું પાડતા પ્લાઝમા ડોનેટ કર્યું છે. તેઓ જણાવે છે કે લોહી આપીએ ત્યારે જેવો અનુભવ થાય છે તેવો જ અનુભવ મને પ્રથમ વખત પ્લાઝમા ડોનેટ કરતા થયો છે. લોકોને પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરતા તેઓ જણાવે છે કે, મેં પ્લાઝમા આપ્યું છે અને મને કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી. અહીં પ્લાઝમા ડોનેટ કરવા માટે ખાસ અલગ વિભાગ છે એટલે તમને કોરોનાનો ફરી ચેપ લાગશે તેવો પણ ભય રાખવો નહિ અને દરેક વ્યક્તિ નિર્ભીકપણે મારી જેમ પ્લાઝમા દાન કરે, જે બે દર્દીઓની જીંદગી બચાવશે.

loading…

મેડિસિન વિભાગના ડો. રાહુલ ગંભીર છેલ્લા ૬ માસથી કોરોનાના દર્દીઓની સિવિલ કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર કરી રહ્યા છે, તેઓ  પ્લાઝમા ડોનેશન વિષે વાત કરાતા જણાવે છે કે રક્તદાન એ મહાદાન છે તો પ્લાઝમા તો તેનાથી પણ વિશેષ સંજીવની જેવું કામ કરે છે. કોરોનથી સ્વસ્થ થયેલ તમામ દર્દી તેમના જેવા જ અન્ય દર્દીને વહેલા સાજા થઈ ઘરે પરત ફરે તે માટે આગળ આવે તેમ તેઓ ગંભીરતાપૂર્વક અપીલ કરે છે.