Karmayogi

Karmayogi: ‘‘તાઉતે’’ વાવાઝોડું વિશાળ વૃક્ષને ધરાશાયી કરી શક્યું પરંતુ કર્મયોગીઓના કર્મયોગને નહી !

Karmayogi: વાવાઝોડાના સમયે ઘોર અંધારી રાત્રે જસદણ – આટકોટ સ્ટેટ હાઈવે ઉપર ધરાશાયી થયેલ વિશાળ વૃક્ષને મધ્ય રાત્રીએ જ ગણતરીના સમયમાં દૂર કરતી જસદણ વહિવટી તંત્રની ક્વીક રીસ્પોન્સ ટીમ

અહેવાલ: હેતલ દવે, રાજકોટ

Karmayogi: રાત્રિના ૨ થી ૩ વાગ્યા વચ્ચેનો સમય…. ઘોર અંધારી રાત….. રસ્તાઓ સુમસાન….. મૂશળધાર વરસાદ…… વરસાદની સાથે તિવ્ર ગતિથી ફૂકાતો પવન….. અને આવા ભયાનક સમયમાં હાઈવે ઉપરનું એક ઘટાટોપ વૃક્ષ અચાનક જમીન પર ધરાશયી થાય છે. અને વૃક્ષ પડવાના ગણતરીના સમયમાં જ જે.સી.બી. અને કટર સહિતના સાધનો સાથેની રેસ્ક્યુ ટીમ સ્થળ ઉપર પહોંચી વરસાદ – વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં પણ ઘોર અંધકારમાં વાહનોની લાઈટ ચાલુ કરી જે.સી.બી. અને કટરનો ઉપયોગ દ્વારા વૃક્ષને મુખ્યમાર્ગથી હટાવી દૂર કરે છે…. આ બધુ આપણને કોઈ ફિલ્મનું દ્રશ્ય હોય તેવું લાગે. પરંતુ આ કોઈ ફિલ્મનું દ્રશ્ય નથી પણ તાજેતરમાં સૌરાષ્ટ્ર ઉપર ત્રાટકેલા ‘‘તાઉતે’’ વાવાઝોડાની અસર વચ્ચે જસદણ – આટકોટ હાઈવે ઉપર તા. ૧૭ મી મે ના રોજ મધ્ય રાત્રિએ બનેલ સાચુકલી ઘટના છે.

આ ઘટનાની વિગતો આપતાં જસદણના (Karmayogi) મામલતદાર પી. ડી. વાંદા કહે છે કે, તા. ૧૭ મી મે ની મધરાતે ૨.૩૦ વાગ્યા આસપાસ જસદણ પ્રાંત અધિકારીશ્રી પ્રિયાંક ગરચરને ફોન આવ્યો કે, વરસાદ અને વાવાઝોડાના કારણે જસદણ – આટકોટ સ્ટેટ હાઈવે ઉપર બાયપાસ પાસે એક વિશાળ વૃક્ષ ધરાશયી થયું છે. જેના કારણે રસ્તો બંધ થઈ ગયો છે. ફોન ઉપર મેસેજ મળતા તુરંત જ પ્રાંત અધિકારીશ્રીએ જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરી.

Whatsapp Join Banner Guj

Karmayogi: જસદણ નગરપાલીકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી તુરંત જ ક્વીક રીસ્પોન્સ ટીમને તૈયાર કરી અને આ મેઘલી રાત્રે ઘોર અંધકારને ચીરતી ગાડીઓ, જે.સી.બી. અને કટરથી સજ્જ રીસ્પોન્સ ટીમના કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા. પરંતુ વરસાદ અને વાવાઝોડાની વિકટ પરિસ્થિતિની સાથે ઘોર અંધકાર હોવાના કારણે પડી ગયેલા વૃક્ષને દૂર કરવામાં મુશ્કેલી પડતી હતી. તેવા સમયે ટીમના કર્મીઓએ તેમના વાહનની લાઈટો ચાલુ કરીને વરસતા વરસાદ વચ્ચે કટર અને જે.સી.બી. દ્વારા વૃક્ષને મુખ્યમાર્ગમાંથી દૂર કરી સ્ટેટ હાઈવેનો આ રસ્તો મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ગણતરીના સમયમાં જ ખુલ્લો કરી દિધો હતો.

સૌરાષ્ટ્ર ઉપર આવેલી ‘‘તાઉતે’’ વાવાઝોડા રૂપી આફતના સમયમાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ જસદણ વહિવટી તંત્રના કર્મયોગી અધિકારી – કર્મચારીઓએ વાવાઝોડાના કારણે જાન – માલની નૂકશાની ન થાય તે માટે બતાવેલી પ્રતિબધ્ધતા સાચા અર્થમાં સરકારની લોક સુખાકારીની સાથે લોકોને આફતમાંથી બચાવવા માટેની પ્રતિબધ્ધતાના દર્શન કરાવે છે.

આ પણ વાંચો…BIG NEWS: ગુજરાતમાં મ્યુકોર માયરોસિસના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી- વાંચો વધુ વિગતે

ADVT Dental Titanium