WhatsApp Image 2020 08 28 at 12.10.29 PM

જામનગરમાં એનએસયુઆઇ દ્વારા જેઇઇ અને નીટ ની પરીક્ષાઓ મોકૂફ રાખવા માટે ધરણા યોજ્યા

WhatsApp Image 2020 08 28 at 12.10.29 PM

સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ને આવેદનપત્ર આપી સોશિયલ ડિસ્ટન્સ સાથે ૪ હોદ્દેદારો ધરણા પર બેઠા

રિપોર્ટ:જગત રાવલ
૨૮ ઓગસ્ટ,જામનગર:સમગ્ર ભારતમાં હાલ કોરોનાની મહામારી એ પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું છે, તેવા સંજોગોમાં જેઇઇ અને નીટની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે. જે પરીક્ષાઓને પાછી ઠેલવા માટે ઓલ ઈન્ડિયા એનએસયુઆઇના પ્રમુખ નીરજ કુંદનજી ની રાબરી હેઠળ દિલ્હીમાં હડતાળ શરૂ કરાઇ છે.

JMC NSUI 3 2

જેના ભાગરૂપે જામનગર શહેરમાં પણ એન.એસ.યુ.આઈ અને જામનગર યુવક કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સૌપ્રથમ ડિકેવી સર્કલમાં આવેલી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ને લેખિત રજૂઆત કરી હતી. અને આવેદનપત્ર આપ્યું હતું.

JMC NSUI 2 1

ઉપરાંત સોશિયલ ડીસ્ટન્સ ને ધ્યાન રાખીને સવારે અગિયાર વાગ્યાથી એક વાગ્યા સુધી જામનગર શહેર એનએસયુઆઇના પ્રમુખ મહિપાલ સિંહ જાડેજા, યુવક કોંગ્રેસના પ્રમુખ ડો.તૌસીફખાન પઠાણ, ગુજરાત યુવક કોંગ્રેસના મંત્રી શક્તિસિંહ જેઠવા અને જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ હેમંતભાઈ ખવા એ ધરણા યોજ્યા હતા.

Banner Still Guj