જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન નજીક એક યુવાન માલગાડીના એન્જિન હેઠળ કચડાયો

JMC Train Accident

રિપોર્ટ:જગત રાવલ
૨૮ ઓગસ્ટ,જામનગરમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશન થી બેડી ધરાનગર તરફની રેલવે લાઈન પર આજે પરોઢીયે એક યુવાનનું માલગાડીના એન્જિન હેઠળ કચડાઈ જવાથી બનાવના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતો શબ્બીર હુસેન ક્કકલ નામનો ૩૫ વર્ષનો યુવાન આજે પરોઢીયે પાંચેક વાગ્યાના અરસામાં ગાંધીનગર રેલ્વે સ્ટેશન થી બેડી -ધરાનગર તરફની રેલવે લાઈન પર અકસ્માતે માલગાડીના એન્જિન હેઠળ આવી જતાં તેનું બનાવના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજયું હતું.


આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા બેડી મરીન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી મૃતકના પરિવારમાં માતમ છવાયો છે, અને તેની એક ની એક પુત્રી નોંધારી બની છે, તેમજ પિતાનું છત્ર ગુમાવ્યું છે.

Banner Still Guj