arno senoner ZET2TUYq zo unsplash

ગુસ્સાને (Anger) કેવી રીતે કન્ટ્રોલ કરી શકાય, જાણો એક્સપર્ટ ઇતિ શુક્લા પાસે થી

Banner Iti shukla

ઍન્ગર (Anger) મેનેજમેન્ટ ટિપ્સ આપણને બચપણ થી સ્કૂલ અને ઘરમાં કહેવામાં આવે છે કે “ગુસ્સો ના કરવો જોઈયે” પરંતુગુસ્સા ઉપર કન્ટ્રોલ કેવી રીતે કરી શકાય તે શિખવવમાં નથી આવતું.

શું તમે ગુસ્સામાં આવીને કોઈ પણ વ્યક્તિનેગમે તેમ બોલી જાવ છો ? ગુસ્સામાં (Anger) થઈ જતા બફાટ ને લીધે તમે પરિવાર, પાડોશ કે ઓફિસના સંબંધ બગાડી બેસો છો અને પછી પસ્તાયા કરો છો ? જો આવું વારંવાર થતું હોય તો તમને ઍન્ગર મેનેજમેન્ટ શીખવાની તાતી જરૂર છે.ક્રોધ ને સમજો ક્રોધને સામાન્ય રીતે ઍક “સ્વસ્થ, માનવીય ભાવના” તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

વધતાની સાથે જ જો કાબુમાં આવી જતો હોય તો તે ગુસ્સો સામાન્ય ગણાય, પરંતુ જો તે લાંબા સમય સુધી બેકાબૂ ચાલ્યા કરે તો સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. કટોકટી ની સ્થિતિમાં સામાન્ય કુદરતી માનવીય પ્રતિભાવ હોય છે “ફાઇટ કે ફ્લાઈટ”.ગુસ્સો આ માનવીય પ્રતિભાવ સ્વરૂપે જ ઉત્પન્ન થાય છે.

anger

મનોવૈજ્ઞાનિક કારણોસર ઘણા લોકોમાં લડી લેવાની વૃત્તિ ને લીધે સહેજ પણ પ્રતિકૂળ સ્થિતિ માં ગુસ્સો તેમની નૈસર્ગિક પ્રતિક્રિયા બની જાય છે જે પારાવાર તકલીફ આપે છે. ક્રોધની (Anger) હાનિકારક આડ-અસરો ક્રોધ (Anger) સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, શ્વાસનો દર અને સ્ટ્રેસ ના વધારાનું કારણ બને છે. તેના પર સત્વરે કાબૂ કરવું આવશ્યક છે

Whatsapp Join Banner Guj

કારણ કે તેનાથી શરીર ના મેટાબોલિઝમમાં તીવ્ર પરિવર્તન ને લીધે ઘણી આડઅસરો થઈ શકે છે જેમ કે હાર્ટ એટેક, રોગપ્રતિકારક શક્તિની ઉણપ, અનિદ્રા, કબજિયાત, માથાનો દુખાવો.. ઍન્ગર મેનેજમેન્ટ ટિપ્સ આપણને બચપણ થી સ્કૂલ અને ઘરમાં કહેવામાં આવે છે કે “ગુસ્સો ના કરવો જોઈયે” પરંતુગુસ્સા ઉપર કન્ટ્રોલ કેવી રીતે કરી શકાય તે શિખવવમાં નથી આવતું. નીચે આપેલી ટિપ્સ ક્રોધને કન્ટ્રોલ કરવામાં ચોક્કસ મદદ કરશે.

  1. નજીકની વ્યક્તિ ઉપર ક્રોધ આવે ત્યારે પ્રયત્નપૂર્વક મનને વાળીને તેની કોઇ પોઝિટિવ ક્વોલિટિ અથવા તેની સાથે જોડાયેલી કોઇ સુખદ ઘટનાને યાદ કરવાથી મન શાંત થશે.
  2. ખૂબ ક્રોધ (Anger) આવે ત્યારે પોતાને યાદ આપાવો કે તમારે ભાવાવેશ માં વહી નથી જવાનું અને મગજ ગરમ હોય ત્યારે કૈં પણ બોલતાં પહેલાં બે વાર વિચારવાનું છે જેથી પછતાવું ના પડે. જાતને કહોકે “ગુસ્સો કરીશ તો મારું પોતાનું જ નુકસાન કરી બેસીશ”.
  3. ક્રોધ નિયંત્રણ માટે યોગ અને ધ્યાન બહુ જ ઉપયોગી છે, જેને માટે દ્રઢ સંકલ્પ કરો કે “હું ક્યારેય ગુસ્સાને કાબૂ બહાર નહિ જવા દઉં”.
  4. ક્રોધ આવવા લાગે ત્યારે થોભો અને અનુભવવા નો પ્રયત્ન કરો કે તે શરીર માં ક્યાં અને કેવી રીતે ફિલ થાય છે ? મનમાં થતા ફેરફારને ધ્યાનથી અનુભવો અને જાતને કહો કે તમારી લાગણી સ્વાભાવિક ભલે હોય પણ ગુસ્સાથી નુકસાન જ થવાનું છે, ઍટલે પરિસ્થિતિ ને સ્વીકારીને વાતને જતી જ કરવી જોઈયે. આમ ૨-૩ વાર કરશો તો ગુસ્સા પર કાબૂ આવવા લાગશે.
  5. હંમેશા આપણી ઇચ્છા, અપેક્ષા કે અનુકુળતા મુજબ બધું ના થઈ શકે, તેથી મનને તમામ
    પરિસ્થિતિઓ નો સ્વીકાર કરવાની અને સમતા જાળવવાની ટેવ પાડો. ફ્લેક્સીબલ વલણ
    કેળવવાથી ગુસ્સો આવવાનું ખૂબ ઘટી જશે.
  6. ઘણી વાર મિત્રો, જીવનસાથી અથવા કુટુંબ વચ્ચે કેટલીક ગેરસમજો ક્રોધનું કારણ બને છે. આવી સ્થિતિમાં, ફરિયાદો દૂર કરો. ખુલ્લા મને ચર્ચા કરવાથી પરસ્પર ગેરસમજ દૂર થશે, તમારા ક્રોધનું કારણ પણ દૂર થશે.
  7. જ્યારે લાગે કે તમને ગુસ્સો આવી રહ્યો છે ત્યારે સિફતપૂર્વક ત્યાંથી હટી જાઓ અને બીજે ક્યાંક જતા રહો. દ્રષ્ય અન સ્થળ બદલાતાં મન શાંત થવાનું સરળ થઈ જશે.
  8. ક્રોધ નો ઍહસાસ થતાં ૧ થી ૩૦ ની ગણતરી કરો. મોટા ભાગે ૩૦ સુધી ગણતાં મન શાંત થઈ
    જશે. જો ના થાય તો ૩૦ થી ૧ અવળી ગણતરી કરો. આનાથી ક્રોધ કાબુમાં આવવા લાગશે.

આ પણ વાંચો…Face mask:શું તમને માસ્ક પહેરી રાખવામા તકલીફ પડે છે? તો જાણો એનો ઉપાય ડો. ભૂમિતા મકવાણા પાસે થી

*જો આપને માનસિક આરોગ્ય સંબંધિત વધુ કોઇ માહિતી મેળવવી હોય અથવા ડોક્ટરનો સંપર્ક કરવો હોય તો આ લિન્ક પર ક્લિક કરો….www.itishuklapsychologist.com