qtq80 A9vocn

Face mask:શું તમને માસ્ક પહેરી રાખવામા તકલીફ પડે છે? તો જાણો એનો ઉપાય ડો. ભૂમિતા મકવાણા પાસે થી

Dr bhumita makwana
ડૉ. ભૂમિતા મકવાણા,
ડાયેટિશિયન અને હોમિયોપેથિક ફિજીશિયન

શું તમને માસ્ક (Face mask) પહેરી રાખવામા તકલીફ પડે છે?

મોટા ભાગે માસ્ક પહેરી (Face mask) રાખવામાં નીચે મુજબની તકલીફો પડી શકે છે:

  • માસ્ક (Face mask) પહેર્યા પછી તરત લાગે કે તમને ઓછી હવા મળી રહી છે
  • શ્વાસ લેવા માટે વધારે શ્રમ કરવો પડે
  • તમે વ્યાકુળ થઈ જાઓ અથવા માથું દુખવા લાગે
  • ગભરામણ થવા લાગે
  • વધુ ઑક્સીજન મેળવવા માટે તમે મોઢાથી શ્વાસ લેવાનું શરૂ કરી દો
face mask

એવી શક્યતા છે, કે માસ્ક (Face mask) પહેરવાથી થતી ઉપર મુજબની કોઈ પણ મુશ્કેલી તમે પોતે અનુભવેલી હશે. અથવા તો તમારા કોઈ સગા, સંબંધી કે મિત્રમંડળ માં કોઈના દ્વારા થતી આવી ફરિયાદો સાંભળી તો ચોક્કસ જ હશે!

Face mask: માસ્ક પહેરવાને લઈને કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે.

સદનસીબે તે ખોટી છે.

માસ્ક વિષેની હકીકત:

  • સંશોધનમાં સાબિત થયેલ છે કે- માસ્ક પહેરવાથી તમને મળતો ઑક્સીજન ઓછો થતો નથી.
  • અને, માસ્ક પહેરવાથી તમારા શરીરમાં વધારે ઑક્સીજન પણ જમા થતો નથી.

હવે, કદાચ તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે:

તો પછી માસ્ક (Face mask) પહેરવાથી ઉપર મુજબની તકલીફો કેમ થાય છે?

  • તમને જે વધુ ઑક્સીજન માટેની ફિલિંગ થાય છે તે માત્ર માનસિક ફિલિંગ જ છે.
  • મોટાભાગે તમારું મગજ એવી રીતે કેળવાયેલુ હોય છે કે તમારા નાકમાં પ્રવેશતો શ્વાસ થોડો ઠંડો હોય છે, શ્વાસ ખૂબ સરળતાથી લેવાય છે અને શ્વાસ લેવામાં કોઈ મહેનત કરવી પડતી નથી.
  • જો કે, જ્યારે તમે માસ્ક પહેરીને શ્વાસ લો છો ત્યારે તમારા મગજને અલગ અનુભવ થાય છે. માસ્ક સાથે આવતો શ્વાસ વધુ હુફાળો હોય છે અને શ્વાસ લેવામાં થોડોક વધારે પ્રયત્ન કરવો પડે છે.
  • આ જે માસ્ક પહેરવાથી અલગ અનુભવ થાય છે તેના કારણે તમારું મગજ મુંજવણ માં મુકાઇ જાય છે.
  • આ જ કારણે તમે ગૂંગળામણ અનુભવો છો અને વ્યાકુળ થઈ જાઓ છો અને માથું પણ દુખાવા લાગે છે.
  • આવી પરિસ્થિતિમાં તમે તમારા શરીરને જરૂર હોય તેના કરતાં વધારે હવા તમારા ફેફસામાં લેવા લાગો છો. તેને hyperventilation કહેવાય.
  • જ્યારે તમે વધારે પડતો શ્વાસ લો છો ત્યારે ખરેખર તો તમારા શરીરમાથી કાર્બન ડાયોક્સાઈડ ઓછો થઈ જાય છે.
  • આને કારણે તમારી શ્વાસનળી ના સ્નાયુઓ કંકોચાઇ જાય છે અને તમને અસ્થમા ના એટેકમાં થાય તેવો અનુભવ થાય છે. તમારું શરીર સ્ટ્રેસ અનુભવે છે તેમાં જ તમારો હાર્ટરેટ પણ વધી જાય છે.
Whatsapp Join Banner Guj

તમે આ તકલીફ વિષે શું કરી શકો છો?

  • માસ્ક પહેર્યા પછી શ્વાસ લેવાને બદલે ઉચ્છવાસ (એટ્લે કે શ્વાસ બહાર કાઢવા) ઉપર ધ્યાન આપો.
  • એ બાબતે ધ્યાન રાખો કે ફક્ત નાક દ્વારા જ શ્વાસ લેવાનો છે.
  • એનો મતલબ એ થાય કે માઉથ બ્રિધિંગ એટ્લે કે મો દ્વારા શ્વાસ લેવાનો નથી. મોં દ્વારા શ્વાસ લેવાનું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.
  • સભાનતા પૂર્વક ધ્યાન આપો કે તમારો શ્વાસ માત્ર છાતી સુધી ના રહેતા તમારા પેટ સુધી પહોંચવો જોઈએ.
  • નિયમિત રીતે પ્રાણાયામનો અભ્યાસ કરો.

ઉપર પ્રમાણેના ઉપાયો કર્યા પછી પણ જો શ્વાસ લેવામાં તકલીફ રહે, તો તેને અવગણશો નહિ.

પલ્સ ઓક્સિમીટર દ્વારા તમારા ઑક્સીજનનું લેવલ માપતા રહો.

જો કોઈ પણ શંકા હોય, તો તુરંત તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આ પણ વાંચો…સાવધાન :ઑવરપેરેન્ટિંગ બાળકો ના (Child) માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે