આદુના આપણા જીવનમાં શું મહત્વ છે કેવી રીતે અને ક્યારે ઉપયોગમાં લેવાય જાણો આ ખાસ રિપોર્ટમાં

અનેકવિધ આરોગ્યલક્ષી સમસ્યાઓ સામે માનવજાતિને સુરક્ષાકવચ પુરૂ પાડતું “આદુ” ૧૫૦ થી વધુ જાતના આદુના ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં બીજા સ્થાને અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૭ ઓગસ્ટ:સૃષ્ટિના સર્જનહારે મનુષ્ય જાતિના કલ્યાણ માટે વિભિન્ન રૂપોમાં … Read More

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ માહિતી વિભાગ મિડીયાના માધ્યમથી લોકજાગૃતિની ઉત્કૃષ્ઠ કામગીરી

લોકડાઉનથી અત્યાર સુધીની રાજકોટ માહિતી વિભાગના કર્મયોગીઓની કોરોના વોરીયર્સ તરિકેની પ્રસંશનીય કામગીરીને બિરદાવતા જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન રાજકોટ તા. ૨૭ ઓગસ્ટ : કોરોના મહામારીએ સમગ્ર દેશ અને દુનિયામાં ૨૧ મી સદીની … Read More

અમારા માટે તો તળાવ ઉંડુ કરવાનું કામ સ્વાર્થ સાથે પરમાર્થ બન્યુ:કિશોરભાઇ ગજેરા

મેઘમહેર થતાંની સાથે જ ભીમસર તળાવને શ્રમદાન દ્વારા ઉંડુ કરનાર શ્રમિકોનો પરસેવો પારસમણી બની છલકાયો લોકાડાઉનના સમય દરમિયાન મનરેગા હેઠળ રાજકોટ જિલ્લાના ૨૦ હજારથી વધુ ગ્રામિણોને મળી ૨.૯૫ લાખથી વધુ … Read More

વેણુ-૨ ડેમના ૦૪ દરવાજા ૪ ફુટ ખોલવામાં આવ્યા-નીચાણવાળા વિસ્તારોને સાવચેત સુચના

રાજકોટ, ૨૫ ઓગસ્ટ:રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગામ ગધેથડ પાસે આવેલો વેણુ-૨ ડેમ તેની નિર્ધારિત સપાટીએે ભરાઇ ગયો હોવાથી ડેમના ૦૪ દરવાજા ૪ ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં ૧૦૩૮૩ કયુસેક પાણીની આવક … Read More

ભીમોરા ગામે ૩૦ ખેત મજુરોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઇ જવાયા

રાજકોટ તા.૨૫ ઓગષ્ટ- ઉપલેટા તાલુકાના ભીમોરા ગામે ભાદર નદીના કાંઠે રમેશભાઈ જાવીયાની વાડીમાં કામ કરતા રમેશભાઈ માનસિંગભાઈના પરિવારના સભ્યો સહિત કુલ ૩૦ જેટલા ખેત મજૂરો ગઈકાલ સાંજે ભારે વરસાદના કારણે વાડીમાં ફસાયેલ હતા. … Read More

લોકડાઉનમાં બંધ પડેલા મારા વ્યવસાયને નવું બળ પૂરું પાડયું આત્મનિર્ભર યોજનાએ:દેવાંશી ગોહેલ

કોરોના કાળમાં રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાએનાના વ્યવસાયકારોને બનાવ્યા આત્મનિર્ભર અહેવાલ: શુભમ અંબાણી રાજકોટ,૨૪ ઓગસ્ટ:માણસ માટે જયારે આગળ વધવાનો એક દરવાજો બંધ થાય છે ત્યારે કુદરત અનેક દરવાજા ખોલી આપે છે. આવું જ કંઈક કોરોના મહામારીના સમયમાં ગુજરાતના નાના વ્યવસાયકારો, ધંધાદારીઓ સાથે બન્યું છે, કોરોના મહામારીના સમયમાં લોકડાઉનને કારણે બંધ પડેલા નાના વેપાર ધંધા માટે રાજ્ય સરકારની આત્મનિર્ભર સહાય યોજના સાચા અર્થમાં ટેકા રૂપ સાબિત થઈ છે. આજે વાત કરવી છે રાજકોટના સોનીબજારમાં છેલ્લા ૧ વર્ષથી સંયુક્ત ભાગીદારીમાં બ્યુટી પાર્લર ચલાવતા યુવા બ્યુટીશિયન્સ દેવાંશીબેન અને ભારતીબેન ગોહેલની…. દેવાંશીબેન તેમની વાત કરતા જણાવે છે કે,” બ્યુટીપાર્લર શરૂ કર્યા બાદ અમે બન્ને મહેનત અને મક્કમતાથી કાર્ય કરી રહ્યા હતા. ત્યાં કોરોના મહામારીને પગલે લોકડાઉન આવતા અમારો વ્યવસાય બંધ થયો. અમારા માટે અમારો આ નાનકડો વ્યવસાય ચાલુ રહે તે જરૂરી હતું તેવા એ સમયમાં રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી, આ યોજનાનો લાભ લેવા માટે અમે રાજકોટ નાગરિક સહકારી બેંકની મુલાકાત લીધી, ત્યાં લોન વિશે આવશ્યક માહિતી મેળવી, ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડીને, અરજી કરતા તુરંત અમને રૂા. ૧ લાખની લોન મળી ગઈ. કોરોનાને કારણે લોકડાઉનમાં ૨ મહિના સુધી બ્યુટીપાર્લર બંધ રહ્યું હતું, જેના કારણે અમારો રોજગાર સાવ બંધ થઈ ગયો હતો અને પરીવારનું ગુજરાન ચલાવવામાં પણ ખૂબ જ તકલીફ પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ રાજ્યસરકાર દ્વારા અમલી બનાવાયેલ આ આત્મનિર્ભર યોજનાએ અમારા વ્યવસાયને નવું બળ પૂરું પાડયું છે.” ભારતીબેન મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા કહે છે કે,“આત્મનિર્ભર યોજનામાં અમને માત્ર ૨ ટકાના નજીવા દરે લોન મળી, એટલું જ નહીં પણ ૬ મહિના સુધી અમારે કોઈપણ પ્રકારનો હપ્તો ન ભરવાનો હોઈ, એ અમારા જેવા નાના વ્યવસાયકારો માટે ખૂબ મોટી વાત છે. આ લોનથી અમે અમારા બ્યુટીપાર્લર માટેના આવશ્યક સાધનોની ખરીદી કરી છે. કોરોના મહામારી અન્વયે રાજ્ય સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈને અમારા બ્યુટીપાર્લરમાં આવતા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ તે પ્રમાણે એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. ગ્રાહકોની સાવચેતી માટે સંપૂર્ણ PPE કીટ, ગ્લોવ્ઝ અને માસ્ક પહેરીને જ અમે કાર્ય કરીએ છીએ. તદુપરાંત પાર્લરમાં આવતા પ્રત્યેક ગ્રાહકના હાથને સેનેટાઇઝ કરવામાં આવે છે અને દરેક ગ્રાહકોને માટે અમે માસ્ક તથા વન ટાઈમ યુઝેબલ ઍપ્રનનો ઉપયોગ કરીએ છીએ. જેથી તેનો એક વખત ઉપયોગ કર્યા બાદ અન્ય માટે તેનો ઉપયોગ ન થઈ શકે, અનલોક બાદ આ બધું ખરીદવું થોડું મુશ્કેલ હતું પણ લોન મળતાં એ ચિંતા પણ હળવી થઈ ગઈ અમને આ લોન રૂપી પ્રેરકબળ પૂરું પાડવા માટે અમે સરકારના ખૂબ ખૂબ આભારી છીએ” ગુજરાતની સંવેદનશીલ સરકારે આત્મનિર્ભર યોજના દ્વારા દેવાંશીબેન અને ભારતીબેન જેવા અનેક નાના વ્યવસાયકારોને આર્થિક ટેકો પૂરો પાડયો છે, એટલું જ નહીં પણ તેમનામાં આત્મવિશ્વાસને પણ પુન:સ્થાપિત કરીને સાચા અર્થમાં સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે .

રાજકોટ જિલ્લામાં અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને તા. ૨૧ થી ૨૫ ઓગસ્ટ દરમ્યાન વિના-મૂલ્યે અનાજ વિતરણ કરાશે

રાજકોટ, રાજ્યભરમાં કોવિડ-૧૯ ની મહામારીના કપરા સમયમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારો માટે સતત ચિંતિત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ચાર માસથી અંત્યોદય, અગ્રતા ધરાવતા કુટુંબો અને બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજના … Read More

કોરોનાના કહેર વચ્ચે શિક્ષણના પ્રવાહને અવિરત રાખતા કોટડાસાંગાણીના શિક્ષક

કોરોનાના કહેર વચ્ચે  આધુનિક ટેકનોલોજીના માધ્યમ થકી વિદ્યાર્થીઓમાં શિક્ષણના પ્રવાહને અવિરત રાખતા કોટડાસાંગાણીના શિક્ષકશ્રી નલિનભાઈ સાકરીયા રિપોર્ટ:પ્રિયંકા પરમાર રાજકોટ,૨૦ ઓગસ્ટ:વ્યક્તિના મુલ્યનિષ્ઠ જીવન નિર્માણના પાયામાં શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. જે રીતે નાનું … Read More

બોલો, આજે કયા પ્રકારનો વરસાદ આવ્યો ?!!

૧૨ પ્રકારના વરસાદની ભીની ભીની વાતો કદીય ન સાંભળ્યા હોય એવા વરસાદના નામો-પછેડી વા, મોલ મે, પાણ મુક, ઢેફા ભાંગ સોનલ જોષીપુરા, રાજકોટ વરસાદથી ઘર બગડયાનો છણકો કરતી શહેરી મહિલાને વરસાદના મહત્વની શું ખબર … Read More

હવે ગોબર અને પંચામૃતમાંથી બનશે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ

સખી મંડળની બહેનોને રોજગારીનો મળ્યો નવો વિકલ્પ રાજકોટ,૧૯ ઓગસ્ટ: ભારતીય સંસ્કૃતિમાં ગાયના છાણ અને ગૌમૂત્રનું ધાર્મિક અને આયુર્વેદિક  દ્રષ્ટિએ અનેરું મહત્વ છે. આ ઉપરાંત ગાયનું દૂધ અને અન્ય તેની પ્રોડક્ટ … Read More