RJT Resque

ભીમોરા ગામે ૩૦ ખેત મજુરોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઇ જવાયા

RJT Resque

રાજકોટ તા.૨૫ ઓગષ્ટ- ઉપલેટા તાલુકાના ભીમોરા ગામે ભાદર નદીના કાંઠે રમેશભાઈ જાવીયાની વાડીમાં કામ કરતા રમેશભાઈ માનસિંગભાઈના પરિવારના સભ્યો સહિત કુલ ૩૦ જેટલા ખેત મજૂરો ગઈકાલ સાંજે ભારે વરસાદના કારણે વાડીમાં ફસાયેલ હતા. કોઝ-વેમાં પાણી વધુ હોવાથી વહીવટી તંત્ર દ્વારા ફસાયેલા લોકો સાથે રાત્રિના પણ સતત સંપર્ક ચાલુ રખાયો હતો. આજે સવારે પુરના પાણી ઓસરતા એસ.ડી.આર.એફ. ની ટીમ રેસ્ક્યુ કરીને બોટ મારફતે તમામ લોકોને  ભીમોરા ખાતે સલામત સ્થળે ખસેડ્યા છે.

RJT Resque 3

ભીમોરા ખાતે રેસ્ક્યુ કાર્યવાહી માટે મામલતદાર શ્રી જી.એમ. માવદીયા, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીશ્રી ડઢાણીયા, એસ.ડી.આર.એફ. ના પી.એસ.આઇ. શ્રી વાળા, પાટણવાવના પી.એસ.આઈ. શ્રી રાણા, સર્કલ અધિકારી રામભાઈ, રેવન્યુ તલાટી શ્રી ખુશીલ મકવાણા વગેરેએ જહેમત ઉઠાવી હતી.