નિકુમ પરિવારના ત્રણ સભ્યો સતત કોરોના દર્દીઓની સેવામાં સમર્પિત

નિકુમ પરિવારના ત્રણ સભ્યો સતત કોરોના દર્દીઓની સેવામાં સમર્પિત સ્મીમેરના ડે.નર્સિંગ સુપ્રિ. મનોજભાઈ અને બહેન દર્દીઓની સેવા કરતાં કોરોનાગ્રસ્ત થયાં, સ્વસ્થ થઈને ફરજ પર પુન: જોડાઈ ગયા અહેવાલ: પરેશ ટાપણીયા, … Read More

“કોરોના અંગેની જાગૃતિ અને પરેજી કોરોનામાંથી બહાર આવવામાં મદદ કરશે”: સંચાણીયા દંપતી

કોરોનાને મ્હાત આપતા ૭૦ વર્ષથી વધુ વયના પાંચ જૈફ દંપતીઓ “કોરોના અંગેની જાગૃતિ અને પરેજી કોરોનામાંથી બહાર આવવામાં મદદ કરશે” :સંચાણીયા દંપતી અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: સમરસ હોસ્ટેલમાં આરોગ્યકર્મીઓ અને … Read More

શ્રેષ્ઠ સારવાર અને સકારાત્મક અભિગમની સંગાથે કોરોનાને પછડાટ આપતો નંદા પરિવાર

સરકારી હોસ્પિટલ હશે તો સારી સગવડ નહીં મળે એ વાતને ખોટી સાબિત કરે છે સમરસ કોવિડ કેર સેન્ટર – સંજયભાઈ નંદા અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: સવાર-સવારમાં ડોકટર … Read More

પરિવાર માટે લીલુડી છાંયડી એવા ૯૩ વર્ષીય કાંતાબેન પાસે શુષ્ક પડતો કોરોના

કોરોના દર્દીઓની સારવાર માટે પ્રતિબધ્ધતાથી કામ કરતા જસદણ તાલુકાના આરોગ્ય કર્મીઓ             આપણા લોકસાહિત્યમાં એક જાણીતો દુહો છે કે, ” વિપત પડે ના વલખિયે, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય”. લોકસ્વાસ્થ્ય પર મંડરાતી કોરોનાની વિપત સામે આરોગ્ય કર્મીઓની સેવાસુશ્રુષા અને કોરોનાસંક્રમિત ત્રાણું વર્ષીય કાંતાબેનના મજબુત મનોબળના ઉદ્યમે  કોરોનારૂપી વિપતના વળતા પાણી કર્યા છે. અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૦૮ઓક્ટોબર:પરિવારની લીલુડી છાયડી એવા ૯૩ વર્ષીય કાન્તાબેન નારણગીરી ગોસાઈ જસદણ તાલુકાના વીરનગરના રહેવાસી છે. સ્વાસ્થ્ય પ્રત્યે પહેલેથી સજાગ, નિરોગી અને તંદુરસ્ત કાંતાબેન થોડા દિવસો પહેલા રાજકોટ સ્થિત પોતાના મોટા પુત્ર પાસે રોકાવા ગયા હતા. રોકાઈને વિરનગર પરત ફરતા જ કાંતાબેનને શરદી, ઉધરસ અને તાવના લક્ષણો જણાયા હતા. આજદિન સુધી હોસ્પિટલનું પગથિયું ન ચડનાર કાન્તાબેનને હોસ્પિટલ ન જવું પડે તેથી પરિવારજનોએ સમજદારી દાખવીને ઘરે જ ઉકાળા, નાસ અને ગરમ દૂધપાણી શરૂ કરી દીધા હતા. પરંતુ તબિયતમાં સુધારો ન થતાં પરિવારજનોએ રેપીડ ટેસ્ટ કરાવ્યો ત્યારબાદ  બ્લડ ટેસ્ટ અને સી.ટી.સ્કેન કરાવ્યું જેમાં કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું. કાંતાબેનનું સ્વાસ્થ્ય વધુ ન કથળે તે માટે જસદણની કોવીડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં મળેલી સારવાર અંગે પ્રતિભાવ આપતા કાન્તાબેને જણાવ્યું હતું કે, “હૈયે ઘરપત હતી જ્યારે હું સ્વસ્થ થઈને ઘેર પાછી આવી. મારી બહુ સેવા કરી છે ત્યાંના દિકરા-દિકરીએ. મારા જેવા વૃધ્ધોને ઉભું ન થવું પડે એટલા માટે અમારી જમેલી એઠી થાળી પથારી પાસેથી ઉપાડીને લઈ જતા. એક દિવસ મને ઘરનું ખાવાનું યાદ આવ્યું તો મારા ઘરના લોકોને તરત ફોન કર્યો અને મારી વહુના હાથનું બનાવેલું ભોજન મારા સુધી પહોંચાડ્યું. ખોટું ક્યાં બોલું ભગત, ઘરના માણસો હતા એ બધા. એના લીધે જ આજે ફરીથી ઘરનું પગથીયું ચડી શકી છું.” loading… ૭ દિવસ તો કાંતાબેન વગર ઘર કરડવા દોડતું હતું. દિવસમાં એકવાર તો બાના ખોળામાં માથું મુકવા જોઈએ જ. બાને અમે કોઈદિવસ એકલા મુક્યા નથી તેથી સારવાર માટે એકલા મુકતા જીવ નહોતો હાલતો. પણ જસદણના આરોગ્ય કર્મીઓએ અમારી ચિંતા દૂર કરી દીધી. રોજ ફોન કરતાં, બાની તબિયત વિષે જણાવતા. એમની વાતોથી લાગતું કે બા કોઈ અજાણ્યા પાસે નથી, તેમના પરિવાર પાસે જ છે, તેમ કાન્તાબેનના પ્રપૌત્ર ધવલભાઈએ કહ્યું હતું. ૯૩ વર્ષીય કાન્તાબેનની હિંમત, સરકારી કામગીરી પ્રત્યે પરિવારજનોનો વિશ્વાસ અને આરોગ્ય કર્મીઓની ઉદાત્ત ભાવનાનાસથવારે ગોસાઈ પરિવારની લીલુડી છાંયડી અકબંધ રહી છે અને કોરોનાની વિપતને ધૂળ ચટાડી છે, તે કહેવામાં કોઈ બેમત નથી.

અમુક દર્દીઓ અહીંના ડોકટર્સ અને નર્સ સાથે કારણ વગરની બાબતે ખૂબ માથાકુટ કરતા હોય છે: રેશમાબેન દર્દી

સારવારમાં સહકાર ન આપતા દર્દીઓ સાથે પણ હસીને સમભાવપૂર્વક વર્તતા સિવિલના ડોકટર્સ ઇબાદતના અધિકારી છે. – નહેરૂનગર નિવાસી રેશમાબેન મલેક  રાજકોટ,૨૯ સપ્ટેમ્બર: ‘‘અહીં બધી ટ્રીટમેન્ટ મફત મળતી હોય છે, એટલે ઘણાં … Read More

અશ્રુ ભીની આંખે સિવિલના આરોગ્ય યોધ્ધાઓની સેવાને સલામ કરતા કોરોના દર્દીના સ્નેહીજનો

  આરોગ્ય કર્મીઓને ભગવાન કહીને આભાર માનતા બાવન વર્ષીય ગોવિંદભાઈ સ્વસ્થ થઈને સ્વગૃહે પરત ફર્યા  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૭ સપ્ટેમ્બર: કોઈપણ પરિવારનો માળો ન વિખરાઈ તે માટે આરોગ્ય કર્મીઓ રાઉન્ડ ધી કલોક … Read More

સ્મીમેર હોસ્પિટલના મહિલા ડો. નિમિષાએ કોરોનાને મ્હાત આપી, ફરજમાં જોડાયા

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ સપ્ટેમ્બર: કોરોના વોરિયર્સ તરીકે દર્દીઓની સેવા કરતાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થઇ, કોરોનાને મ્હાત આપી, પુનઃ ફરજમાં જોડાયા છે. સુરતના … Read More

કોરોનાથી ભયમૂક્ત બની પ્લાઝમા ડોનેટ કરીને અન્યોનું જીવન બચાવવા નિમિત્ત બનીએ: જયેશભાઈ ઉપાધ્યાય

બોલબાલા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાયનો પ્રેરક સંદેશ  અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૨સપ્ટેમ્બર:આજે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે, તેવા સમયે રાજકોટ શહેરે કોરોનાની કામગીરીમાં કયાય પાછીપાની નથી કરી. તેમ રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાયે તેમનો પ્રેરક સંદેશ આપતાં વધુમાં જણાવ્યું હતુ કે, કોરોનાના કારણે આવી પડેલી લોકડાઉનની પરિસ્થિતિમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા સૌથી મોટું રસોડું શરૂ કરવામાં આવ્યું હતુ. એની નોંધ વિવિધ માધ્યમોએ પણ લીધી હતી. કોરોનાના સમયમાં લોકોને મદદરૂપ થવાની સાથે મને પણ કોરોના બિમારી લાગુ પડી. કોરોનાની બિમારી શું હતી, તે મને ખબર નથી પરંતુ ત્રણ દિવસમાં જ હું તેનાથી સ્વસ્થ થઈ ગયો. loading… કોરોના વોરીયર્સ તરીકે મે ભૂતકાળમાં પણ કામ કર્યું છે, અત્યારે પણ કરી રહયો છું અને આવતી કાલે પણ કરતો જ રહીશ. તેમ જણાવતાં જયેશભાઈ વધુમાં કહે છે કે, હું એક સામાજિક કાર્યકર્તા તરીકે રાજકોટવાસીઓને વિનંતી કરૂં છું કે, કોરોનાથી ડર્યા વિના હિંમત રાખી તેનો સામનો કરો, અને તેમ છતાં પણ જો આપને કોરોના થાય તો જરાપણ ગભરાયા વિના સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીને તથા યોગ્ય આહારની સાથે ઉકાળા, હળદર, લીંબુ વગેરેનું દરરોજ સેવન કરશો તો ઝડપથી સ્વસ્થ બની શકશો. અને કોરોના મૂક્ત બન્યા પછી આપ પણ મારી જેમ આપના પ્લાઝમા ડોનેટ કરી અન્ય લોકોના જીવનને બચાવવામાં નિમિત્ત બનશો, તો આપણે કોરોના સામેનો જંગ બહું ઝડપથી જીતી શકીશુ અને ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’ .

ડાયાબિટીસ, બી.પી,શ્ર્વાસ અને કીડનીની તકલીફો છતાં ૭૨ વર્ષેના સીરીનબેન થયા સ્વસ્થ

રાજકોટની સરકારી હોસ્પિટલમાં કોરોનાની શ્રેષ્ઠ સારવાર  ડાયાબિટીસ, બી.પી,શ્ર્વાસ અને કીડનીની તકલીફો છતાં ૭૨ વર્ષેના સીરીનબેન થયા સ્વસ્થ રાજકોટ, ૨૦ સપ્ટેમ્બર:રાજકોટ જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં કોરોનાની અદ્યતન અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. … Read More

૮૪ વર્ષીય વૃદ્ધા કોરોના સામે જંગ જીત્યા

૧૫ વર્ષથી બ્લડપ્રેશરની બિમારી ધરાવતા રાંદેરના ૮૪ વર્ષીય વૃદ્ધા કોરોના સામે જંગ જીત્યા ૦૭ સપ્ટેમ્બર,સુરત: સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ રહેલાં રાંદેર,પાલનપુર જકાતનાકાના ૮૪ વર્ષના વયોવૃદ્વ લીલાબેન ઠાકોર આઠ દિવસમાં … Read More