કોરોનાથી ભયમૂક્ત બની પ્લાઝમા ડોનેટ કરીને અન્યોનું જીવન બચાવવા નિમિત્ત બનીએ: જયેશભાઈ ઉપાધ્યાય

બોલબાલા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાયનો પ્રેરક સંદેશ  અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૨સપ્ટેમ્બર:આજે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે, તેવા સમયે રાજકોટ શહેરે કોરોનાની કામગીરીમાં કયાય પાછીપાની નથી કરી. તેમ રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાયે તેમનો પ્રેરક સંદેશ આપતાં વધુમાં જણાવ્યું હતુ કે, કોરોનાના કારણે આવી પડેલી લોકડાઉનની પરિસ્થિતિમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા સૌથી મોટું રસોડું શરૂ કરવામાં આવ્યું હતુ. એની નોંધ વિવિધ માધ્યમોએ પણ લીધી હતી. કોરોનાના સમયમાં લોકોને મદદરૂપ થવાની સાથે મને પણ કોરોના બિમારી લાગુ પડી. કોરોનાની બિમારી શું હતી, તે મને ખબર નથી પરંતુ ત્રણ દિવસમાં જ હું તેનાથી સ્વસ્થ થઈ ગયો. loading… કોરોના વોરીયર્સ તરીકે મે ભૂતકાળમાં પણ કામ કર્યું છે, અત્યારે પણ કરી રહયો છું અને આવતી કાલે પણ કરતો જ રહીશ. તેમ જણાવતાં જયેશભાઈ વધુમાં કહે છે કે, હું એક સામાજિક કાર્યકર્તા તરીકે રાજકોટવાસીઓને વિનંતી કરૂં છું કે, કોરોનાથી ડર્યા વિના હિંમત રાખી તેનો સામનો કરો, અને તેમ છતાં પણ જો આપને કોરોના થાય તો જરાપણ ગભરાયા વિના સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીને તથા યોગ્ય આહારની સાથે ઉકાળા, હળદર, લીંબુ વગેરેનું દરરોજ સેવન કરશો તો ઝડપથી સ્વસ્થ બની શકશો. અને કોરોના મૂક્ત બન્યા પછી આપ પણ મારી જેમ આપના પ્લાઝમા ડોનેટ કરી અન્ય લોકોના જીવનને બચાવવામાં નિમિત્ત બનશો, તો આપણે કોરોના સામેનો જંગ બહું ઝડપથી જીતી શકીશુ અને ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’ .