corona partient 84 years

૮૪ વર્ષીય વૃદ્ધા કોરોના સામે જંગ જીત્યા

WhatsApp Image 2020 09 07 at 5.06.35 PM

૧૫ વર્ષથી બ્લડપ્રેશરની બિમારી ધરાવતા રાંદેરના ૮૪ વર્ષીય વૃદ્ધા કોરોના સામે જંગ જીત્યા

૦૭ સપ્ટેમ્બર,સુરત: સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ રહેલાં રાંદેર,પાલનપુર જકાતનાકાના ૮૪ વર્ષના વયોવૃદ્વ લીલાબેન ઠાકોર આઠ દિવસમાં જ કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત ફર્યા છે. પરિવારજનો સાથે સિવિલ હોસ્પિટલ તબીબોમાં પણ ખુશાલીનો માહોલ સર્જાયો હતો.

લીલાબેન તા.૧૨ ઓગસ્ટે કોરોના સંક્રમિત થયા. સ્વસ્થ થવાનો શ્રેય તેઓ સિવિલના તબીબી સ્ટાફને આપે છે. લીલાબેન જણાવે છે કે, ‘મને ૧૫ વર્ષથી બ્લડપ્રેશરની બિમારી છે. અચાનક ૧૧ ઓગસ્ટે મારી તબિયત ખરાબ થવા લાગી. દિકરો સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યો રિપોર્ટ કરતાં કોરોના પોઝિટીવ આવ્યો હતો. ૮૪ વર્ષની મોટી ઉંમર અને બ્લડ પ્રેશરની બિમારી હોવાથી જીવવાની આશા છોડી દીધી હતી. પરંતુ સિવિલમાં તબીબો અને આરોગ્ય સ્ટાફની હુંફ અને હિંમતના સથવારે કોરોના સામે જંગ જીતી છું.

લીલાબેન ઠાકોર વધુમાં જણાવે છે કે, ‘કોવિડ વોર્ડમાં સૌથી મોટી ઉંમરની દર્દી હોવાના કારણે ડોક્ટરો અને સ્ટાફ મારી વિશેષ કાળજી રાખતા હતા. સિવિલ હોસ્પિટલની ઋણી છું, કારણ કે વિનામુલ્યે સારવાર મળી છે.

84 years corona patient

કોરોના વોર્ડમાં રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો.સંકેત ઠક્કરે જણાવ્યું કે, ‘તા.૧૨ ઓગસ્ટના રોજ લીલાબેનને કોવિડ વોર્ડમાં દાખલ કરાયા ત્યારે એમની હાલત ગંભીર હતી. ડોક્ટરો પૂછતા કે, ‘માજી, તબિયત કેવી છે? સ્વસ્થ થઈને ઘરે જવું છે ને? એવું પૂછતા ત્યારે નિર્દોષભાવે તેઓ કહેતા કે, ‘તમે મારૂ ખુબ ધ્યાન રાખો છો, એટલે હું જલદી સારી થઈને ઘરે જઈશ.’ તા.૨૦ ઓગસ્ટ ના રોજ સ્વસ્થ થતા રજા આપવામાં આવી. વડીલો સ્વસ્થ થઈને ઘરે જતા જોઈને અમને વધુ ઉત્સાહથી કામ કરવાની પ્રેરણા મળે છે.
રાજય સરકાર દ્વારા કોવિડ-૧૯ ના દર્દીઓને બહેતર સુવિધાઓ મળે તેવા પ્રયાસોને સફળતા મળી છે.