swami ji

Kumkum mandir: કુમકુમ મંદિર દ્વારા શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧૫ મી જયંતી ઉજવાઈ.

Kumkum mandir: કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, તા.ર૪ મે થી કુમકુમ મંદિરના દરેક દેશ-વિદેશના સત્સંગીઓએ શ્રી અબજીબાપાશ્રીની વાતોનું પઠન કરવાનો પ્રારંભ કરી દીધો હતો.જેની પૂર્ણાહુતિ ગુરુવારે ઓનલાઈન સત્સંગ બાદ કરવામાં આવી હતી

  • શ્રી અબજીબાપાશ્રીની 2 ,55, 555 વાતોનું પઠન કરવામાં આવ્યું .
  • શ્રીજીબાપા સ્વામીબાપા સમક્ષ ફુટોની ગોઠવણી કરવામાં આવી હતી.
  • દેશ – વિદેશમાં સૌ સત્સંગીઓએ ઓનલાઈન સામૂહીક આરતી કરીને લાભ લીધો.
  • બાપાશ્રીની વાતો વાંચનારના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. – સાધુ પ્રેમવત્સલદાસજી

અમદાવાદ ,૨૭ મે: Kumkum mandir: તા. ર૭ – પ – ર૦ર૧ – ગુરુવાર – વૈશાખ વદ – એકમના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગર દ્વારા શ્રી અબજીબાપાની વાતોની ૧૧૫ મી જયંતીની ઓનલાઈન મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં કરવામાં આવી હતી. આ પસંગે શ્રી અબજીબાપાશ્રીની વાતો 2 ,55, 555 વાતોનું પઠન કરવામાં આવ્યું . આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન,જીવનપ્રાણ બાપાશ્રી અને જીવનપ્રાણ સ્વામીબાપા સમક્ષ વિવિધ પ્રકારના ફળો ગોઠવીને ફ્રુટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે (Kumkum mandir) શ્રી અબજીબાપાશ્રીની વાતોમાંથી યુવાનોએ શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા અને જ્ઞાન ગોષ્ઠી કરવામાં આવી હતી. અંતમાં મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. દેશ – વિદેશમાં શ્રી અબજીબાપાની વાતોનું પૂજન કરીને સૌએ એક સાથે આરતી ઉતારી હતી.

Kumkum mandir

આ પ્રસંગે કુમકુમ મંદિર (Kumkum mandir)ના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, તા.ર૪ મે થી કુમકુમ મંદિરના દરેક દેશ-વિદેશના સત્સંગીઓએ શ્રી અબજીબાપાશ્રીની વાતોનું પઠન કરવાનો પ્રારંભ કરી દીધો હતો.જેની પૂર્ણાહુતિ ગુરુવારે ઓનલાઈન સત્સંગ બાદ કરવામાં આવી હતી.

મોટાપુરુષના શબ્દોરૂપી અમૃતવાણી એક ફૂલમાં આખા બગીચાની ખુશ્બુ અને સૌંદર્ય બક્ષે છે.બાપાશ્રીની વાતોની જે એક વખત પણ પારાયણ કરે છે તેના સર્વ મનોરથ પૂર્ણ થાય છે અને અંતકાળે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેને દર્શન આપીને પોતાના અક્ષરધામમાં તેડી જાય છે.

Kumkum mandir

સ્વામિનારાયણ સંપ્રદાયમાં (Kumkum mandir) અનેક ગ્રંથો છે.દરેક ગ્રંથોમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ભગવાનની સ્વરુપનિષ્ઠા, દોષો ઉપર કેમ વિજય મેળવવો આદિ અનેક વિષયો ઉપર વર્ણન કરવામાં આવેલું છે. પરંતુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી કચ્છમાં પ્રગટ થયેલ અબજીબાપાશ્રીએ જે સર્વ શાસ્ત્રોના સારરુપ જ્ઞાન પીરસ્યું છે તે તો અદ્ભૂત છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનને જેવા છે તેવા ઓળખવા અને તેમણે સમજાવેલ અનાદિમુક્તની સ્થિતિનું નિરુપણ,ભગવાનની મૂર્તિમાં રહીને કેવી રીતે સુખ લેવું.

Whatsapp Join Banner Guj

ભગવાનને કેવી રીતે પામવા એ જે એમણે જ્ઞાન આપ્યું છે તે અલૌકિક છે.તેમના એક એક બોલ ત્રિવિધિના તાપનું સંતાપ હરનારા છે. તેમણે જે જ્ઞાન પીરસ્યું છે તેનો સંગ્રહ શ્રી અબજીબાપાશ્રીની વાતો ભાગ – ૧ અને ભાગ – ર ના ગ્રંથ સ્વરુપે આજે આપણને વાંચવા મળે છે તો આપણે અવશ્ય લાભ લેવો જ જોઈએ.

બિલ ગેટ્સ સૂતા પહેલા ૧ કલાક,વોરન બફેટ દિવસમાં પ કલાક વિવિધ પુસ્તકો વાંચે છે, જો આવી મોટી મોટી વ્યકિતઓ સમય કાઢીને પુસ્તકો વાંચે છે. કેમ કે, પુસ્તકો વાંચવાથી માણસને નૂતન ઉર્જા પ્રાપ્ત થાય છે. જો આવી વ્યકિતઓને વાંચવાનો સમય મળે છે, તો આપણે પણ સમય કાઢીને અવશ્ય વાંચન કરવું જ જોઈએ.