United way vadodara

યુનાઈટેડ વે ઓફ બરોડા (United Way of Baroda) અને અન્ય દાતાઓના સહયોગથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે મેડિકલ ઉપકરણો આપવામાં આવ્યા

United Way of Baroda: ૩૬ ઓક્સિજન કોન્સનટ્રેટર, ૨૦૦ પલ્સ ઓક્સિમીટર અને ૧૨,૭૦૦ જેટલા હેન્ડ ગ્લોવ્ઝ પ્રાપ્ત થવાથી વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનશે:જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૨૭ મે:
United Way of Baroda: વડોદરા શહેરની એનજીઓ યુનાઈટેડ વે ઓફ બરોડાના નેજા હેઠળ ચાર કંપનીઓએ સીએસઆર હેઠળ અને અન્ય એક દાતાના સહયોગથી કોરોના મહામારીમાં વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બને તે માટે ૧૦ લીટરના ૩૬ ઓક્સિજન કોન્સનટ્રેટર, ૨૦૦ પલ્સ ઓક્સીમીટર અને ૧૨,૭૦૦ જેટલા હેન્ડ ગ્લોવ્ઝ પ્રાપ્ત થયા છે. જે વડોદરા જિલ્લાના ૪૨ પીએસસી અને ૧૦ જેટલા સીએસસી સેન્ટરમાં આપવામાં આવશે.

Whatsapp Join Banner Guj

જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ આ મેડિકલ ઉપકરણોનો સ્વીકાર કરતા જણાવ્યું કે, વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઓક્સિજન કોન્સનટ્રેટર કોવીડ-૧૯થી સંક્રમિત થનાર દર્દીઓની સારવાર વધુ અસરકારક અને સુદ્રઢ બનવા સાથે આ ઉપકરણો ખૂબ જ ઉપયોગી બનશે. આ ઓક્સિજન કોન્સનટ્રેટર મળવાથી ઘણાં દર્દીઓને વડોદરા સુધી આવવું નહી પડે, ૧૦ લીટર ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ નજીકના પીએસસી- સીએસસી ખાતે સારવાર મળી રહેશે.

આ પણ વાંચો…GTUની પરીક્ષા(GTU Exam) માટે નવી તારીખ થઇ જાહેર, આ તારીખથી શરુ થશે પરીક્ષા- વાંચો સંપૂર્ણ અહેવાલ

ઝવેરીએ કોરોના મહામારીમાં યુનાઈડેટ વે ઓફ બરોડા અને અન્ય દાતાઓના સહયોગથી જે મેડીકલ સાધનો પ્રાપ્ત થયા તેના માટે જિલ્લા પંચાયત વતી આભાર વ્યક્ત કરવાની સાથે આ સાધનોનો યોગ્ય ઉપયોગ થવાની ખાત્રી આપી હતી.

ADVT Dental Titanium