Ambaji Temple 4 1

અંબાજી માં ભાદરવી પુનમ નો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે થતી મંદિર પ્રક્ષાલન વીધી કરવામાં આવી

Ambaji Temple 3

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, 06 સપ્ટેમ્બર: યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ નો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે થતી અંબાજી મંદિર માં 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવીધી પુર્ણ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં આ પ્રક્ષાલનવીધી ખાસ કરી ને અમદાવાદ નાં એક સોની પરીવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 268 વર્ષ થી આ વીધી સાથે સંકળાયેલાં છે. આ વીધી માં અંબાજી મંદિર પરીષર નેં પાણી થી ધોવામાં આવે છે. અને માતાજીનાં શણગાર ના સોંના ચાંદી નાં દાગીનાઓ ને મંદિર નાં પવીત્રજળ ની ધોવામાં આવે છે જે વર્ષ દરમ્યાન આજે પક્ષાલન માં એકજ વખત બહાર લાવવામાં આવે છે.

એટલુંજ નહીં આ દાગીનાની સાફ સફાઇ વખતે ઘસારા નાં બદલે પાંચ ગ્રામ સોન નું તક્તુ માતાજી ને થાળ માં અર્પણ કરવામાં આવે છે. જે હાર પુતળી નાં હાર નાં નામે માતાજી ને પહેરાવવામાં આવે છે. માનવામાં આવે છે જે હમણા સુદી માં માતાજી ના હાર માં આજ સુધી ની 186 તક્તા નો હાર માતાજી પાસે છે કે ભાદરવી પુનમ નાં મેળાં દરમીયાન લાખ્ખો પદયાત્રીઓ આવતાં હોય છે ને આ યાત્રીકો ની રસ્તામાં કોઇ પવિત્રતાં ન જળવાઇ હોય અને સીધા મંદિરમાં દર્શને પહોંચી ગયા હોય તેવી બાબતો ને ધ્યાનમાં રાખી આ મંદિર ની પવીત્રતાં જાળવવાં ખાસ પ્રક્ષાલન વીધી કરવામાં આવે છે.જોકે આજે અંબાજી પંથક માં પડેલા બારે વરસાદે અંબાજી મંદિર જ નહી સમગ્ર અંબાજી નગર નુ પક્ષાલન કર્યુ હતુ