Ambaji Rain market

અંબાજીમાં આજે ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી, બજારોમાં પણ પાણી ભરાતા વાહનો તણાયા

Ambaji Rain market

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, 06 સપ્ટેમ્બર:યાત્રાધામ અંબાજીમાં આજે ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી… છેલ્લા ત્રણ દિવસથી અંબાજી પંથકમાં વરસાદે વિરામ લીધો હતો અને આ ત્રણ દિવસમાં અસહ્ય ગરમીનો પારો પણ જોવા મળ્યો હતો ત્યારે આજે બપોરના સુમારે એકાએક વરસેલા વરસાદના પગલે અંબાજી વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યારે બજારોમાં પણ પાણી ભરાતા વાહનો પાણી માં તણાતા જોવા મળ્યા હતા ત્યારે કેટલાક મોટા ભુંગળા પણ તણાતા પાણીમાં નજરે પડ્યા હતા

Ambaji Rain market 4

અંબાજી હાઈવે માર્ગ ઉપર છેલ્લા કેટલા. વર્ષો ની એક સમસ્યા રહી હોય તે રીતે શક્તિધારા આગળ મુખ્ય હાઈવે માર્ગ ઉપર સતત પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો આજે અંબાજી ખાતે પડેલા સતત ત્રણ કલાક વરસાદમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અંબાજી પડેલા વરસાદ ના પગલે અંબાજી પવિત્ર માનસરોવર માં પણ પામી ભયજનક સપાટીએ પહોચ્યુ છે જોકે અંબાજીમાં સરોવર ની ઉંચાઈ લગભગ ૯૦ ફૂટ જેટલી છે અને જે ચાલુ સિઝનમાં પડેલા વરસાદના પગલે અઠ્યાસી ( 88) ફૂટ જેટલું પાણી માન સરોવર ભરાયું છે બે ફૂટ ખાલી રહેતા માન સરોવર ની સપાટી ભયજનક રીતે પહોંચતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે પણ માનસરોવરના દરવાજાઓ બંધ કરી હાલ તબક્કે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે જે તે કોઇ ઘટના ન ઘટી શકે…

WhatsApp Image 2020 09 06 at 6.17.29 PM 1

દાંતા અને હડાદ વિસ્તારમાં પણ વરસાદે ભારે તારાજી સર્જી હતી વિસ્તારોમાં પાણી ભરાયા હતા જોકે આ તબક્કે આજે પડેલા ભારે વરસાદના પગલે કોઇ જાનહાનિ કે કોઈ મોટી નુકસાની ના સમાચાર જાણવા મળેલ નથી