WhatsApp Image 2020 09 25 at 12.54.19 PM 1

જાણો…,જે.એમ.સીના ટેકનિકલ યુનિયન દ્વારા શા માટે કાળી પટ્ટી બાંધવામાં આવી

WhatsApp Image 2020 09 25 at 12.54.19 PM

મહાનગરપાલિકા માં ૧૦૦ થી વધુ ખાલી જગ્યા ભરવા અને કરાર આધારીત કર્મચારીઓ ને કાયમી કરવા સહિત ની માંગણી કરાઈ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર,૨૫ સપ્ટેમ્બર: જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ટેકનિકલ યુનિયન ના હોદ્દેદારો ની મીટીંગ તાજેતરમાં મળી હતી જેના અનુસંધાને પોતાની વિવિધ ૧૧ જેટલી માગણીઓ સંબંધે કમિશનરને આવેદનપત્ર પાઠવવા ઠરાવ કરાયો હતો.
જેના અનુસંધાને આજે ટેકનિકલ યુનિયનના તમામ કર્મચારીઓએ પોતાની વિવિધ માંગ સાથેનું વિસ્તૃત આવેદન પત્ર પાઠવી અને હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો છે.

WhatsApp Image 2020 09 25 at 12.54.19 PM 1

જામનગર મહાનગરપાલિકાના ટેકનિકલ યુનિયન ના હોદ્દેદારો દ્વારા જામનગર મહાનગરપાલિકામાં સેટઅપ પ્રમાણેની ભરતી મુજબ કર્મચારીઓને ફરજ પર લેવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી. હાલ મહાનગરપાલિકામાં જુદા જુદા વિભાગો મા ૩૮ જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવાનું મંજૂર થયું છે અને તે જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડેલી છે, તેમાં કર્મચારી યુનિયનના જે તે વિભાગના કર્મચારીઓને ફરજ પર લેવા માગણી કરવામાં આવી છે.
ઉપરાંત કોરોનાની મહામારી દરમિયાન કોઇ કર્મચારીનું મૃત્યુ થાય તો તેઓ ની ફાઈલ ને તાત્કાલિક આગળ વધારી સહાય આપવામાં આવે તેના સહિત કુલ જુદી જુદી ૧૧ જેટલી માંગ સાથે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

banner city280304799187766299

તેમજ હાથમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ પણ દર્શાવ્યો હતો, અને જો એક માસમાં આ માંગણી સંતોષવા માં નહિ આવે તો પેન ડાઉન કરી કામગીરી થી અલિપ્ત રહેવાની ચીમકી પણ આવેદનપત્ર માં ઉચ્ચારવા માં આવી છે.

loading…