Champaranno Satyagrah Part 11

“એક વાત મહાત્માની” અંક ૧૧ : ચંપારણનો સત્યાગ્રહ

Hiren Banker
હિરેન બેન્કર
પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ
Champaranno Satyagrah Part 11

હિદુસ્તાનમાં ગાંધીજીએ કરેલા તમામ સત્યાગ્રહોમાં એપ્રિલ ૧૯૧૭માં કરેલો “ચંપારણનો સત્યાગ્રહ”નું વિશેષ મહત્વ છે. ચંપારણ એ બિહારનો એક જીલ્લો છે જે હાલમાં પૂર્વ અને પશ્ચિમ ચંપારણ એમ બે ભાગમાં વહેચવામાં આવ્યું છે. ત્યાં મોટી સંખ્યમાં આંબાનાં વન આવેલા છે. ખેડૂતો ત્યાં ગળીનું વાવેતર કરે છે. આ એક સત્યાગ્રહ એવો છે જે ગાંધીજીએ એક વ્યક્તિની જીદથીને કારણે ચંપારણની લડત પોતાના હાથમાં લેવી પડી હતી. તે વ્યક્તિ હતા રાજકુમાર શુકલા. જેમની સાથે ગાંધીજીની સૌ પ્રથમ વખત મુલાકાત વર્ષ ૧૯૧૬નાં ડીસેમ્બર મહિનામાં લખનૌમાં યોજયેલ કોંગ્રેસ અધિવેશન દરમિયાન થઇ હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો અને અન્ય લોકો મળવા આવતા હતા.

પરંતુ દુબળો પાતળો દેખાતો ખેડૂત ગાંધીજી પાસે આવીને બોલ્યો “મારું નામ રાજકુમાર શુક્લા છે હું ચંપારણથી આવું છું. આપ મારા જીલ્લામાં આવો એવી મારી માંગણી છે. આ પહેલા તો ગાંધીજી એ ચંપારણ નામ સાભળ્યું પણ નોહતું. ગળીનું વાવેતર થાય છે એ વિચાર પણ નહીવત હતો. રાજકુમાર શુક્લાજીએ ચંપારણની વિગતે વાત વકીલ બાબુ કરશે તેમ કહ્યું. વકીલ બાબુ એટલે બ્રીજકિશોરબાબુ. જે પછીથી ચંપારણમાં પ્રિય સાથી મિત્ર બન્યા હતા. ગાંધીજીએ ચંપારણ મુદ્દ ત્યાંના હાલત પોતે જોયા વગર કોઈ મદદ કરીશ નથી તેમ જણાવ્યું. તેમણે સૂચવ્યું કે આ અંગે તમે મહાસભામાં વાત રાખો. મહાસભામાં દિલસોજીનો ઠરાવ પસાર થયો અને રાજકુમાર થોડા ખુશ થયા.પણ પૂરો સતોષ થયો ન હતો.

ચંપારણમાં પોતાની જમીનના ૩/૨૦ જેટલા ભાગમાં જ ગળીનું વાવેતર કરી મૂળ માલિકોને આપવાનાં કાયદાથી ખેડૂતો બંધાયેલા હતા. આ ને “તીનકઠિયા” કહેવાતું. રાજકુમાર શુક્લા પોત ખેડૂત હતા અને પોતાનાં પર પડેલા દુઃખથી પીડાઈ હવે ગાંધી પાસે આવ્યા હતા. ગાંધીજીએ કહ્યું હતું કે તે પોતે ભ્રમણ દરમિયાન ચંપારણ આવશે અને એક-બે દિવસ આપશે. લખનૌ બાદ કાનપુરમાં પણ ત્યાં પણ રાજકુમાર હાજર હતા.તેમને કયું “કાનપુરથી ચંપારણ નજીક જ છે બાપુ એક દિવસ આપો”. ગાંધીજીએ કહ્યું હમણા મને માફ કરો પણ હું વચન આપું છું હું આવીશ. ત્યાંથી ગાંધીજી આશ્રમ ગયા ત્યાં પણ ગાંધીજીની પૂઠે રાજકુમાર શુક્લા બેઠા જ હતા. ફરી તે બોલ્યા બાપુ હવે તો દિવસ નક્કી કરો.  

ગાંધીજીએ કહ્યું હું કલકતા જઈ રહ્યો છું ત્યાંથી મને લઇ જજો. ગાંધીજી કલકતા પોહચે એ પહેલા રાજકુમારજી ત્યાં પોહચી ગયા હતા. ગાંધીજી તેમની કટિબદ્ધતા અને દ્રઢ નિશ્ચયથી પ્રભાવિત થયા અને આખરે બંને આગગાડીમાં બેસીને પટના પોહચ્યા. પટનામાં ગાંધીજીનું ઓળખીતું કોઈ હતું નહિ. રાજકુમાર તેમને રાજેન્દ્રબાબુનાં ઘરે લઇ ગયા પણ તે કોઈ કામસર બહાર ગયા હતા, બિહારમાં છવાછુતનો રીવાજ સખત હતો. નોકરે ગાંધીજીને કુવા ઉપરથી પાણી પણ ન લેવા દીધું.

 ગાંધીજી મુઝફ્ફરનગર થઇ તિરહુત પોહચ્યાં. ત્યાંના નીલવરો મંડળનાં મંત્રીએ ગાંધીજીને બહારનાં ગણીને કોઈ પણ માહિતી આપવાની ના પડી દીધી. બાપુ અગ્રેજ અધિકારીને મળ્યા પરતું અધિકારી એ પણ ગાંધીજીને પ્રાંત છોડી જવાની વાત કરી પરંતુ ગાંધીજીએ તિરહુતથી પાછા ગયા નહિ. બાપુને ચંપારણ છોડી જવાનો લેખિતમાં હુકમ મળ્યો તેમણે હુકમ પર જ પોતાનો ન જવાનો નિર્ણય લખી મોકલ્યો. આ વાત વાયુવેગે પ્રસરી મોતીહારીમાં ખેડૂતોની ભીડ ભેગી થવા લાગી. મેજીસ્ટ્રેટ સામે ગાંધીજીએ પોતાનો ગુનો કબુલ કરી લીધો. ગાંધીજીએ મદદે આવેલા વકીલો કહ્યું “હું જેલ જાઉં છું તમે શું કરશો ?” વકીલોએ કહ્યું “અમે પાછા ચાલ્યા જઈશું”  ગાંધીજીએ કહ્યું “તો પછી આ ખેડૂતો પર થતા અન્યાયનું શું ?” વકીલોએ વાતચીત કરી કહ્યું અમે પણ તમારી સાથે જેલમાં જઈશું. આમ ચળવળમાં વેગ મળ્યો.

ચળવળની વાત આખા હિન્દુસ્તાનમાં પ્રસરી ચુકી હતી. પત્ર-સદેશ આવવાના ચાલુ થઇ ગયા હતા. બ્રિટીશ સરકારને દબાણવશ તપાસ સમિતિ નીમવી પડી. ગવર્નર સર એડવર્ડ ગેઈટે ગાંધીજીને બોલાવીને તપાસ સમિતિનાં સભ્ય બનવાનું કહ્યું. પણ ગાંધીજીએ એક શરત રાખી કે હું સમિતિમાં કોઈ પણ નિર્ણય મારા સાથી મિત્રો સાથે સુચન લીધા બાદ જ નિર્ણય લઈશ આ વાતનો પણ સર એડવર્ડ ગેઈટે સ્વીકાર કર્યો. ત્યારબાદ ગાંધીજીએ સભ્યનાં નામ જોઈ પોતે સભ્યપદનો સ્વીકાર કર્યો. તપાસ સમિતિની કામગીરી શરુ થઇ. સમિતિએ ખેડૂતોની ફરિયાદો સાંભળી, નીલવરોનો પણ પક્ષ જાણ્યો.

ઘણી બેઠકો બાદ ખેડૂતોની બધી ફરિયાદોને માન્યતા મળી. અને નીલવરોની ગેરવ્યાજબી નાણાં લીધા હોવાનું સામે આવ્યું સમિતિએ “તીનકઠિયા” કાયદો રદ્દ કરવાની ભલામણ કરી. સર એડવર્ડ ગેઈટે પોતે આ મામલે દ્રઢ રહ્યા હતા અને નીલવારોની પ્રબળ સત્તા છતાં કાયદો રદ કરવામાં મક્કતા દાખવી હતી

ગાંધીજી એ જણાવ્યું હતું. સખત વિરોધ વચ્ચે બીલ પસાર થયું અને એક સો વર્ષથી ચાલતો “તીનકઠિયા કાયદો” રદ્દ કરવામાં આવ્યો. હિન્દુસ્તાનીઓને પોતાની શક્તિનું કંઇક અંશે ભાન થયું. મનમાંથી ગળીનો ડાઘ કદી નથી નીકળતો એ વહેમ પણ દુર થયો.    

(ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

Reference: ગાંધી આત્માકથા, એની સ્કાર્ફ, લુઇ ફિશર, સોમાભાઈ પટેલ, મગનભાઈ નાયક લિખિત પુસ્તક અને ગાંધી સાહિત્ય સત્યાગ્રહાશ્રમનો ઈતિહાસ.

ક્લિક કરો અને આગણ વાંચો…..અંક ૧૨  : ગાંધીજીનાં બે ગુરુ