WhatsApp Image 2020 09 25 at 1.07.21 PM

જામનગર માંથી એક દિવસમાં સૌથી વધુ ૩૨ સરીસૃપને બચાવાયા

લાખોટા નેચર કલબના યુવાનો દ્વારા નિસ્વાર્થ કરવામાં આવતી કામગીરી કાબીલે દાદ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર,૨૫ સપ્ટેમ્બર: જામનગરમાં સરીસૃપ બચાવની કામગીરી કરતી લાખોટા નેચર ક્લબ દ્વારા જામનગર શહેર તથા આજબાજુના ગામડાઓ માંથી ૨૨ સપ્ટેમ્બર ને મંગળવારના રોજ માત્ર એક જ દિવસમાં સૌથી વધુ ૩૨ સરીસૃપને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી સફળતાપૂર્વક બચાવીને કુદરતના ખોળે મુકત કર્યા હતા. આ ૩૨ સરીસૃપ માં ૧૭ બિનઝેરી સર્પ, ૧૪ ઝેરી સર્પ તથા ૧ ચંદન ઘો નો ક્લબના ૧૨ મેમ્બર્સ દ્વારા દિવસ-રાત જોયા વગર નિસ્વાર્થ ભાવે કોઈપણ સમયે પોતાના સ્વખર્ચે અલગ-અલગ વિસ્તારમાં તરત જ પોહચીને બચાવ કાર્ય કરેલ છે.

આમારી સંસ્થા દ્વારા સરીસૃપ બચાવ માટે કોઇપણ પ્રકારની ફી (ચાર્જ) લેવામાં આવતો નથી, પરંતુ સંપૂર્ણપણે નિસ્વાર્થ સેવા જ આપવામાં આવે છે.
લાખોટા નેચર ક્લબ દ્વારા દર રવિવારે બે કલાક સરીસૃપ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે, જે કોઈ વિદ્યાર્થી કે વ્યક્તિને આમાં જોડાવું હોય તથા સંસ્થામાં સહયોગ આપવા માટે 7574840199 / 9173606151 નો સંપર્ક કરવા અખબારી યાદી માં જણાવાયું છે.

loading…