Khokhara police help

PI Gamit: અમદાવાદના આ વિસ્તારમાં ભારે પવન સાથે ઝાડ પડવાથી રસ્તો બંધ થઇ ગયો, AMCને જાણ કરવા છતાં મદદ ના મળતા પોલીસ મદદે આવી

PI Gamit: અમદાવાદ ના મણિનગર-જશોદાનગર ના મુખ્ય માર્ગ પર આવેલા ગોર ના કુવા ની ઘટના

વિજયપાર્ક સોસાયટી ની સામે ભારે પવન સાથે ના વાવાઝોડા મા ધરાશયી થયેલ વિશાળ ગુલમહોર ના વૃક્ષ ને લઈ ને મુખ્ય રસ્તો બે કલાક થી બંધ થતા (PI Gamit) ખોખરા પોલિસ હરકત મા આવી

અમદાવાદ , ૧૯ મે: PI Gamit: ખોખરા પોલિસ ઈન્સપેકટર વાય એસ ગામીત તેમજ પોલિસ સબ ઈન્સપેકટર ચુડાસમા તેમજ તેમની ટીમ ના પોલિસ જવાનો ના બે ગાડી ઓના કાફલા ઓ એ વૃક્ષ કાપવા ના ઓજારો થી વૃક્ષ ને કાપી વાહનવ્યવહાર ને અડચણરુપ બનેલા આ વિશાળ વૃક્ષ ને બાજુ મા ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કર્યા. જોકે સ્થાનિકો એ AMC તંત્ર ને અનેકવાર જાણ કરી હોવા છતા તંત્ર મદદે ના આવતા ખોખરા પોલિસ (PI Gamit) ના ધ્યાન મા આવતા પોલિસ જવાનો એ આ વિશાળ વૃક્ષ ની ડાળીઓને કાપી ને થડ ને દુર કરી ને વાહનો નું આવાગમન બે કલાક બાદ શરુ કરાવ્યું

Whatsapp Join Banner Guj

ખોખરા મા રુક્ષ્મણી બેન હોસ્પિટલ થી હાટકેશ્વર સર્કલ માર્ગ પર ત્રણ વૃક્ષો ધરાશયી થયા હતા તેને દુર કરી ને આગળ મણિનગર રેલવે ફાટક થી લાલભાઈ સેન્ટર ના મુખ્યમાર્ગ પર લક્ષ્મીનારાયણ ચાર રસ્તા પર ચા ની કીટલી પાસે વિશાળ કણજી નું ઝાડ ગરકાવ થયેલ તેને દુર કરેલ હતું જ્યારે ખોખરા સર્કલ પર વિશાળ ઝાડ પડી ગયેલ તેને સ્થાનિક કોરપોરેટર ચેતન પરમાર તેમજ તેમની યુવા ટીમ ના કાર્યકરો એ (PI Gamit) ખોખરા પોલિસ ને ઝાડ દુર કરવામાં મદદરુપ થયા હતા તો હાટકેસવર થી સેવન્થ ડે સ્કુલ માર્ગ પર ત્રણેક વૃક્ષો પણ પોલિસ એ ઓજારો સાથે વૃક્ષો ને કાપી ને દુર કરી તમામ રસ્તા ઓ ખુલ્લા કયાઁ હતા

PI Gamit, Khokhara police station

સામાજિક કાર્યકર હર્ષદ ભાઈ પટેલ એ ગત રોજ આવેલા તોક ટેં વાવાઝોડા ના ચક્રવાત એ જે વિનાશ વેર્યા હતો અને જે ભારે નુકશાન સાથે ઝાડો પડી ને જે રસ્તા ઓ બંધ થયેલા તે ખોખરા પોલિસ સ્ટેશન વિસ્તાર મા અનેક વૃક્ષો ને ખોખરા પોલિસ ઈન્સપેકટર વાય એસ ગામિત તેમજ તેમની ટીમ ના સભ્યો એ ભારે જહેમત થી દુર કરી ને વાહનવ્યવહાર ને ટ્રાફિક જામ થી છુટકારો અપાવ્યો તે ખરેખર કાબિલે દાદ હતો કેમ કે કાયદા ના દંડા વિંઝનાર પોલિસ ને હાથ મા કુહાડી અને દાતરડા થી વૃક્ષો ની ડાળી ઓ અને થડ દુર કરી તેની શાખા ઓ દુર કરતા પત્યક્ષ નજર સામે જ્યારે જોયા ત્યારે નાગરિકો ની સુખાકારી માટે કામ કરતા આ (PI Gamit) પોલિસ જવાનો ને સલામ કરવાનું જરુર મન થાય તેવી વરસતા વરસાદ મા ખોખરા પોલિસ ની કામગીરી જોવા મળી હતી.

આ પણ વાંચો…Information about vaccine: પહેલો ડોઝ લીધા બાદ પણ કોરોના થયો હોય, સ્તનપાન કરાવતી મહિલાએ રસી લેવી કે નહીં? જાણો શું કહ્યું આરોગ્ય મંત્રાલયે