દવાની સપ્લાઈ પર સરકારની દેખરેખઃ તમામ કોવિડ-19 દવાઓ(covid medicine) હવે ભારતમાં ઉપલબ્ધ, સરકારે દવાની ફાળવણી માટે જાહેર કરી લિંક
નવી દિલ્હી, 19 મેઃ કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ આજે ખાતરી આપી હતી કે સરકાર દરેક કોવિડ-19 આવશ્યક દવાઓની સપ્લાઈ પર દેખરેખ રાખી રહી છે. તમામ દવાઓ કે જે કોવિડ-19(covid medicine) સંચાલન માટે ઉપયોગમાં લેવાય છે તે હવે ભારતમાં તેના પ્રોડક્શનમાં વધારો કર્યા પછી તેમજ આયાત વધાર્યા પછી ઉપલબ્ધ છે. આ દવાઓની ઉપલબ્ધતા પર ત્રણ સ્તરીય રણનીતિ-સપ્લાઈ ચેઈન મેનેજમેન્ટ, ડિમાન્ડ સાઈડ મેનેજમેન્ટ અને અફોર્ડેબિલિટી દ્વારા દેખરેખ રાખવામાં આવશે.
પ્રોટોકોલ અંતર્ગતની દવાઓઃ(covid medicine)
- રેમડેસિવીર
- ઈનોક્સેપેરિન
- મિથાઈલપ્રેડ્નીસોલોન
- ડેક્સામેથાસોન
- ટોસિલિઝુમેબ
- આઈવરમેક્ટિન
પ્રોટોકોલ બહારની દવાઓઃ(covid medicine)
- ફેવિપિરાવીર
- એમ્ફોટેરાઈસીન
- એપિક્સેમેબ
CDSCO અને NPPA પ્રોડક્શન વધારવા અને મે, 2021 માટે હાલના સ્ટોક, હાલની ક્ષમતા, પ્રોજેક્ટેડ પ્રોડક્શન અંગેનો ડેટા મેળવવા માટે ઉત્પાદકો સાથે સહયોગ સાધે છે.
- રેમડેસિવીરઃ માત્ર 25 દિવસમાં રેમડેસિવીરનું ઉત્પાદન કરતા પ્લાન્ટ્સની સંખ્યા 20થી 60 સુધી વધારીને ઉપલબ્ધતા 3 ગણી વધારાઈ. પ્રોડક્શન 10 લાખ વાયલ્સ (શીશી)/મહિના જેટલું એપ્રિલ, 2021માં હતું, જે મે-2021 સુધીમાં 10 ગણુ વધારીને 1 કરોડ/ મહિના જેટલું કરાયું.
- ટોસિલિઝુમેબ ઈન્જેક્શનઃ સામાન્ય સમયમાં જેટલી આયાત થતી હતી તેના કરતાં 20 ગણી વધુ આયાત કરીને આની ઉપલબ્ધતા દેશમાં વધારાઈ.
- ડેક્સામેથાસોન 0.5 mg ટેબલેટ્સ: એક મહિનામાં જ ઉત્પાદન 6-8 ગણુ વધારાયું
- ડેક્સામેથાસોન ઈન્જેક્શન પ્રોડક્શન લગભગ 2 ગણુ વધ્યું.
- ઈનોક્સેપેરિન ઈન્જેક્શનનું ઉત્પાદન માત્ર એક મહિનામાં 4 ગણુ વધ્યું.
- મિથાઈલ પ્રેડ્નીસોલોન ઈન્જેક્શનઃએક મહિનાના ગાળામાં ઉત્પાદન લગભગ 3 ગણુ વધ્યું.
- આઈવરમેક્ટિન 12 mg ટેબલેટનું પ્રોડક્શન દેશમાં એક મહિનામાં જ એટલે કે એપ્રિલમાં 150 લાખથી મે, 2021 સુધીમાં 770 લાખ સુધી એટલે કે 5 ગણુ વધ્યું.
- ફેવિરપિરાવીરઃ આ નોન-પ્રોટોકોલ દવા છે પણ તેનો ઉપયોગ વાયરસનું પ્રમાણ ઘટાડવા માટે થાય છે. એક મહિનામાં ઉત્પાદન 4 ગણુ વધ્યું તથા એપ્રિલ, 2021માં 326.5 લાખ હતું, જેમાંથી મે-2021માં વધીને 1644 લાખ થયું.
- એમ્ફોટેરેસિન B ઈન્જેક્શનઃ ઉત્પાદન એક મહિનામાં 3 ગણુ વધી ગયું , 3.80 લાખ વાયલ્સનું ઉત્પાદન થઈ રહ્યું છે અને 3 લાખ વાયલ્સ આયાત કરવામાં આવશે, કુલ 6.80 લાખ વાયલ્સ દેશભરમાં ઉપલબ્ધ થશે.
covid medicine: દવાની ફાળવણી માટે અહીં ક્લીક કરો.
આ પણ વાંચો….