કોવીડ કેર હોસ્પિટલમાંથી સારવાર લઈને ૩૭ લોકો સ્વજનો પાસે પરત ફર્યા

કોરોનાને પછડાટ આપતા રાજકોટવાસીઓ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આવેલી કોવીડ કેર હોસ્પિટલમાંથી સારવાર લઈને ૩૭ લોકો સ્વસ્થતા અને સંતોષ સાથે સ્વજનો પાસે પરત ફર્યા અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: ‘‘હારશે … Read More

પી.પી.ઈ. કીટમાં પરસેવે તરબોળ તબીબો સાચા અર્થમાં તારણહાર સાબિત થયા છે:કિશોરભાઈ મકવાણા

સમરસ કોવિડ કેર સેન્ટરના સ્ટાફની નિસ્વાર્થ સેવા અને અવિરત કામગીરીના પરિણામે દર્દીઓ ઝડપથી સાજા થાય છે: શ્યામજીભાઈ મકવાણા અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: કોરોનાના સંક્રમણ વચ્ચે સતત કાર્યરત કોરોના … Read More

બેન મને બ્લડપ્રેશર છે એમાંય કોરોના….મને કંઈક થઈ જશે તો?

બ્લડપ્રેશર અને ડાયાબિટીસની સાથે કોરોનાની બીમારી ધરાવતા અનેક દર્દીઓને ભયમુક્ત કરતા આયુર્વેદિક ફિઝિશ્યન ડો. સોહીના માંકડ અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: “ડરવાની જરૂર નથી ભાઈ.., જો આમ ને આમ ડરશો તો કોરોના … Read More

સિવિલે મને નવજીવન આપ્યું છે, જયારે પણ જરૂર પડશે પ્લાઝ્મા ડોનેટ કરીશ- બીજી વાર પ્લાઝ્મા ડોનેટ કરતા હનીફ ખીરા

રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: સિવિલ હોસ્પિટલે મને ૧૭ દિવસ રાખ્યો અને મારી સારવાર કરી કોરોનમાંથી સાજો કરી નવજીવન આપ્યું છે, તેનું ઋણ ચૂકવવા હું કંઈ પણ કરી શકું…  આ શબ્દો છે બે મહિનામાં બીજી … Read More

દર્દીઓની સારવારમાં વિક્ષેપ ઉભો ન થાય માટે બાયોમેડીકલ ઈજનેરો અહર્નિશ સેવારત

તબીબી ક્ષેત્રના યંત્રોની સર્વિસરીપેરીંગ કાર્ય કરી માનવ જીવ બચાવવાના યજ્ઞમાં આહુતિ આપતા બાયોમેડીકલ ઈજનેર સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: દર્દીઓની ઉત્તમ સારવાર માટે નિષ્ણાત-નિપુણ તબીબો ઉપરાંત મેડીકલ ક્ષેત્રના સાધનયંત્રો એટલા જ અનિવાર્ય છે. દર્દીઓને સારવાર આપવામાં અનેક આધુનિક મશીનો ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. ત્યારે કોરોના મહામારીમા ઘણાં દર્દીઓ હ્રદયરોગ, ડાયાબીટીસ વગેરે ગંભીર બીમારીથી પીડાતા હોય છે. ત્યારે તેમની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા યંત્રોસાધનોની સમયાંતરે સર્વિસ અને મરામત કરવી ખૂબ જ જરૂરી હોય છે. આ કોરોના મહામારીમાં આધુનિક મેડિકલ સાધનો-યંત્રોનું ૮ જેટલા બાયોમેડીકલ ઈજનેરો દિવસ-રાત ખડેપગે સર્વિસ અને મરામતનું કાર્ય કરી રહ્યા છે અને આ સંકટના સમયમાં માનવજીવન બચાવવમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાયોમેડીકલ એન્જીનિયર તરીકે ફરજ બજાવતા બિલીમ અખ્તર કહે છે કે, આઈસીયુKTCHI ના યંત્રોની સર્વિસ અને મરામતનું  કાર્ય 24 X 7 અમારી ટીમ કરી રહી છે. કોરોના મહામારીમાં ગંભીર રોગથી પીડાતા ઘણાં દર્દીઓના જીવ જોખમમા મુકાયેલા હોય છે. ત્યારે આ યંત્રોની વ્યવસ્થિત જાળવણીની જવાબદારી અમારા શિરે રહેલી હોય છે. દર્દીઓની સારવારમાં કોઈ પણ વિક્ષેપ ઉભો ન થાય તેની સતત તકેદારી લેવામાં આવી રહી છે.   કોવિડનોન કોવિડના કોઈ પણ વોર્ડમાં આવેલ યંત્રોમાં ખામી સર્જાય તો, ત્વરિત મોબાઈલટેલીફોનના માધ્યમથી અમારી ટીમને જાણ કરવામાં આવે છે. જેથી અમારી ટીમ દ્વારા ત્વરિત આ મેડીકલ ઉપકરણોની સર્વિસમરામત કરી મશીનને પૂર્વવત કરવામાં આવે છે. આમ, આ તબીબી ઉપકરણો ખામી સર્જાવાના સમયે  ત્વરિત પ્રતિભાવ આપી તેનું સત્વરે રીપેરીંગ કરવામાં  આવે છે. જેથી કોરોનારૂપી આવી પડેલા આ સંકટમાં મહામૂલી માનવજીંદગી બચાવી શકાય. તેમ  શ્રી બેલીમે ઉમેર્યું હતું. loading…

કોરોનાથી ડર્યા વિના આપણે તેનો સામનો કરીએ ગેબનશાહ પીર દરગાહના પ્રમુખ યુસફભાઈ દલનો પ્રેરક સંદેશ

અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૫સપ્ટેમ્બર:કોરોના વાયરસના સંક્રમણથી ડર્યા વિના તેનો સામનો કરવાનો પ્રેરક સંદેશ આપતાં રાજકોટની ગેબનશાહ પીર દરગાહના પ્રમુખશ્રી યુસુફભાઈ દલ કહે છે કે, કોરોના કોઈ એવી બીમારી નથી કે તેની સામે લડી ન શકાય. આ માટે સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે. તે મુજબ આપણે કામ સિવાય ઘરની બહાર નીકળવું ન જોઈએ, જો બહાર જવું જ પડે તેમ હોય તો આપણાં મોઢે માસ્ક અવશ્ય બાંધીએ, જો શરદી – ઉધરસ કે તાવ જેવા લક્ષણો જણાય તો તુરંત જ કોરોના ટેસ્ટ કરાવીએ. સમગ્ર વિશ્વમાં ફેલાયેલી આ મહામારી સામે આપણે સૌએ જરૂરી તકેદારી રાખીને લડવાનું છે. મને વિશ્વાસ છે કે, આપણે બહુ જલદી આ મહામારી સામે જીતી જઈશુ, અને ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’

ટેકનોલોજી દ્વારા છેવાડાના માનવીનું કલ્યાણને સાર્થક કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

દિવ્યાંગ પુત્રની મદદે પહોચ્યું સી.એમ.ડેશબોર્ડ અહેવાલઃ પાર્થ પટેલ ગાંધીનગર, ૨૫ સપ્ટેમ્બર: ૨૧મી સદી ટેક્નોલોજીની સદી છે ત્યારે ટેક્નલોજીના માધ્યમથી છેવાડાના માનવી સુધી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર પહોંચી છે. આ … Read More

સુરત ટ્રાફિક બ્રિગેડના જવાને માનવતા મહેકાવી

સુરત, ૨૫ સપ્ટેમ્બર: ડાંગ જિલ્લાના આહવાના ગામના વતની ૧૯ વર્ષનો યુવાન ઘરેથી કોઈને કહ્યા વિના બસમાં બેસીને આજે સુરત આવી ગયો હતો. તેની ઈચ્છા મોબાઈલ લેવાની હતી. મોબાઈલ લેવા માટે … Read More

ગુજરાતનું પ્રવાસન-ટૂરિઝમ સેક્ટર ને વધુ રોજગારી આપતું સેક્ટર બનાવવું છે: મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ટૂરિઝમના ગુજરાત ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ એક્સલન્સ એવોર્ડ-2020 વેબિનાર દ્વારા જાહેર કર્યા-એવોર્ડ અર્પણમાં સહભાગી થયા ગુજરાત ટૂરિઝમની નવીન વેબસાઇનું લોન્ચીંગ-બનો સવાયા ગુજરાતી કેમ્પેઇન શરૂ કરાવતા શ્રી વિજયભાઇ રૂપાણી હેરિટેજ … Read More

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રાજ્યમાં ૧.૭૬ લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે: રાજ્ય મંત્રી શ્રી

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વડોદરા શહેરના ગોરવામાં નિર્માણ થયેલા ૯૭૬ આવાસોનો ગાંધીનગરથી ઇ-કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજાયો ગોરવામાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રૂા.૧૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે ઇ.ડબલ્યુ.એસ-૨ પ્રકારના ૧૫૬૦ આવાસોનું નિર્માણ થઇ … Read More