WhatsApp Image 2020 09 25 at 9.10.03 PM

સુરત ટ્રાફિક બ્રિગેડના જવાને માનવતા મહેકાવી

WhatsApp Image 2020 09 25 at 9.10.05 PM edited

સુરત, ૨૫ સપ્ટેમ્બર: ડાંગ જિલ્લાના આહવાના ગામના વતની ૧૯ વર્ષનો યુવાન ઘરેથી કોઈને કહ્યા વિના બસમાં બેસીને આજે સુરત આવી ગયો હતો. તેની ઈચ્છા મોબાઈલ લેવાની હતી. મોબાઈલ લેવા માટે તેની પાસે કે પરિવાર પાસે પૈસા ન હોવાથી તે સુરતમાં કમાણી કરીને મોબાઈલ લેવાની ઇચ્છા ધરાવતો હતો. આ યુવાન ઘરે થી કહ્યા વગર આવી ગયો હતો. અને એની પાસે પૈસા ન હતા. જેથી તે ભોજનની શોધમાખાવાની શોધમાં આમ તેમ શહેરમાં ફરતા ફરતા મજુરાગેટ ખાતે પુલ પાસે પહોંચી ગયો હતો. પુલ નીચેના ફરજ ઉપર હાજર ટ્રાફિક બ્રિગેડના જવાન લક્ષ્મણ નેપાળી પાસે ખાવાનું માંગ્યું. કંઈક ખાવાનું લઈ આપો તેમ જણાવ્યું. લક્ષ્મણ નેપાળી એ તેને પૂછ્યું ક્યાંથી આવ્યો છે તો તેને જણાવ્યું કે હું ઘરેથી કહ્યા વિના આહવા ખાતેથી અહીંયા કમાવા માટે આવ્યો છું. તેણે પોતાનુ નામ સુરજ જયેન્દ્ર ભોયે હોવાનુ જણાવ્યુ.

અંતરિયાળ આદિજાતિ વિસ્તારમાંથી આવતો સુરજ ભોયેનામનો આ યુવાન શહેરી વિસ્તારથી અજાણ હોવાથી ટ્રાફિક જવાને શું કરવું તે બાબતે મહિલા અને બાળ મિત્રના સુરત શહેરના કોર્ડીનેટર પિયુષકુમાર શાહને ફોન કરીને યુવાન બાબતે જણાવ્યું. પિયુષકુમારે તેને ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું કે તેના પરિવારના સભ્યોનો ફોન નંબર તેની પાસેથી લઈ ત્યાં પરિવારના જોડે વાત કરી આ બાળક સુરત આવી ગયો છે તેવી અને જાણ કરો પછી આગળની કાર્યવાહી કરી એ. પરિવાર ના એની માતા જોડે વાત થતાં માતાજી આજે સવારથી જ ક્યાંક ચાલ્યો ગયો છે અમે સવારથી શોધખોળ કરી રહ્યા છીએ તમે મહેરબાની કરીને તેને ગામ પાછો મોકલવાની વ્યવસ્થા કરી આપો તેથી લક્ષ્મણ નેપાળી એ તેની પાસેના ૨૦૦ રૂપિયા તેના મિત્ર ને આપ્યા અને કહ્યું અને ભરપેટ જમાડી દેજો અને બાકીના રૂપિયાથી એને એના ગામમાં આહવા પહોંચી શકે માટે બસમાં બેસાડી એને ટિકિટ લઈ આપજો. આમ એક ઘરેથી ભાગીને આવેલા બાળકને ટીઆરબી જવાની સતર્કતાથી પાછો તેના ગામે હેમખેમ પહોંચાડી શકાયો હતો.