Paresh Dhanani vidhansabha

અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ના સુધારા વિધેયક માં વિપક્ષ નેતા શ્રીએ તેઓના વિચારો રજૂ કર્યા હતા.

Paresh Dhanani vidhansabha

ગુજરાત વિધાનસભા ગૃહમાં અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ના સુધારા વિધેયક માં વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી એ તેઓના વિચારો રજૂ કર્યા હતા.

  1. અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ના સુધારા વિધેયકમાં સરકારના ઉદ્દેશો અને ઈરાન વચ્ચે ખૂબ મોટું અંતર છે.
  2. રાજ્યમાં આઇપીસી, સી.આર.પી.સી, એવિડન્સ એક્ટ, પાસા, ટાડા, જુગાર પ્રતિબંધ કાયદો, નશાબંધી, નાર્કોટીક્સ, શાહુકારી, સાઈબર, ગુજસીકેક સહિતના કાયદાઓ હોવા છતાં તેના અમલીકરણનો અભાવ છે.
  3. ખાખી વર્દી ને ગુંડાગીરીનો પીળો પરવાનો આપવાથી નવી પેઢીને સમગ્ર ગુજરાતને ક્યાંક ગુલામ બનાવવાનું સરકાર ષડયંત્ર રચી રહી છે.
  4. કાયદાના હાથ હાથને ટૂંકા કરવાનું કામ સરકારે કર્યું એટલે ગુજરાતમાં સામાજિક પ્રવૃત્તિઓ ફૂલેફાલી છે.
  5. રાજ્યમાં દારૂ વેચવા માટે 31 માર્ચ 2018 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં 28 હોટલો ને સરકારે મંજૂરી આપી.
  6. રાજ્યમાં 31 માર્ચ 2018ની સ્થિતિએ છેલ્લા 5 વર્ષમાં
    બળાત્કારના 4365 જેટલા કેસ નોંધાયા. 2408 સગીર દીકરી પર બળાત્કાર થયો. 96 જેટલી દીકરીઓ ઉપર નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યો. રાજ્યમાં 5399 જેટલા ખૂનના બનાવો નોંધાયા. રાજ્યમાં કુલ 650 કરોડ રૂપિયાનો દેશી-વિદેશી દારૂ સહિત બિયરનો જથ્થો પકડાયો તેમજ કેટલોય બારોબાર વેચાઈ અને પીવાય ગયો હશે.
  7. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં દારૂ-જુગાર, બુટલેગરોના અડ્ડાઓ આ અંગે ધારાસભ્ય શ્રી ઓએ 9081 કરતાં વધુ ફરિયાદો સરકારને કરી.
  8. સરકાર અસામાજિક પ્રવૃત્તિ ઉપર લગાવવા માટે થઈને કાયદો લઈને આવી છે ત્યારે રાજ્યના મંદિરો પણ સલામત નથી. ભગવાન ભાજપના રાજમાં થરથર કાંપી રહ્યા છે.
  9. રાજ્યમાં કાયદાઓ અમલમાં હોવા છતાં સરકારની ઇચ્છાશક્તિના અભાવે રાજ્યમાં 24,040 જેટલા બાળકો ગૂમ થયા તેમજ પાંચ વર્ષમાં 26,907 જેટલી મહિલાઓ ગુમ થયાની ફરિયાદો નોંધાઇ છે.
  10. રાજ્યમાં પોલીસના મંજૂર મહેકમ 81511 ની સામે 15721 જગ્યાઓ ખાલી છે.
  11. ગુજરાતના બેરોજગાર યુવાનો રોજગારી માટે દર દર ભટકે છે. એલઆરડી ના જવાનોને હવે સરકાર ઉપર વિશ્વાસ રહ્યો નથી.
  12. સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે ત્યારે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કાયદાને નવું અને નામ આપીને ક્રૂર જોગવાઇઓ સામેલ કરી છે.
  13. રાજ્યમાં પાસા નો કાયદો ૧૯૮૫થી છે. આ કાયદો ખૂબ જ કારગત નીવડયો છતાં પણ આ કાયદો લાવવાનું કારણ શું છે? સરકાર પોતાના અંગત લાભ માટે તેનો દુરુપયોગ કરતી આવી હતી.
loading…
banner city280304799187766299