WhatsApp Image 2020 09 23 at 11.06.28 AM 2

જામનગરના જોડિયામાં પાણી અટકાવવા પારો ન હોવાથી શું થઈ હાલત જાણો

જોડીયા માણામોરા રેકલેમેશન પારો બાંધવા માટે જમીનનું ધોવાણ, ખારાસ અટકાવવા ઉગ્ર રજૂઆત કરાઈ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર,૨૩ સપ્ટેમ્બર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીતપર ગામ દરિયાઇ વિસ્તારમાં છેવાડાનું ગામ છે આ દરિયાઈ વિસ્તાર નું ખારું પાણી મીઠાશ વારી જમીન વિસ્તારમાં ન આવે તે માટે દરિયાઈ કિનારે રાજાશાહી વખતનો જોડીયા માણામોરા રેકલેમેશન બંધ બનાવવામાં આવેલ ગત વર્ષ 2019 માં ભારે વરસાદના કારણે આજીડેમ ચાર માંથી 52 દરવાજા ખોલવામાં આવે જે પાણીના પ્રકોપથી રણજીતપર ગામ નજીક કોઝવે નંબર પાંચ અને છ વચ્ચે મોટા ગાબડા પડી જતા ખેડૂતોની જમીન દરિયાના રણમાં સમાઇ ગઇ હતી હાલ આ જમીન ખેડૂતોના ખાતે ખાલી સર્વે નંબર બોલે તેવી પરિસ્થિતિ રહી છે.

જેને લઇને રણજીતપર ગામના ખેડૂતો દ્વારા અધિક્ષક ઈજનેર ક્ષાર અંકુશ વિભાગ રાજકોટ ના અધિકારીઓને લેખિત ગામ પંચાયત અને ગામના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અનેક વખત બંધ બાંધવા છતાં પણ પાણીમાં ધોવાઇ જવાથી ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો જેથી ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆત કરીને અધિકારીઓને જગાડવામાં આવ્યા હતા આવતા દિવસોમાં આ પારો બાંધવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી

loading…