JMC Social Distance 2

જામનગરમાં સોશ્યલ ડિસ્ટનસ નું પાલન કરાવવા અધિકારીઓની ટીમ મેદાનમાં ઉતરી

રણજીતનગર, ખોડિયાર કોલોની સહિતના વિસ્તારોમાં વેપારી અને હોટલ માલિકો પાસે થી દંડ વસુલાયો.

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર,૨૩ સપ્ટેમ્બર: જામનગર સહિત સમગ્ર દેશમાં હાલ કોવિડ-૧૯ની મહામારીના નિયંત્રણ માટે વહીવટીતંત્ર વિવિધ પગલાઓ અને ગાઈડલાઈન જારી કરી રહ્યા છે, તેવા સમયે આ કામગીરીના ભાગરૂપે જામનગર જિલ્લા વહીવટીતંત્રએ જામનગર શહેરના અર્બન હેલ્થ સેન્ટરવાઇઝ અને ગ્રામ્યના તાલુકાવાઈઝ વર્ગ-૧ના લાઇઝન અધિકારીઓની નિમણૂક કરીને કોરોના મહામારીને નાથવા ઘનિષ્ઠ પગલાં લેવાનું શરૂ કરેલ છે.

આ દરમિયાન જામનગર શહેરના કામદાર કોલોની અર્બન હેલ્થ સેન્ટર તથા તેના હેઠળના વિસ્તારોમાં કોવિડ-૧૯ના નિયંત્રણ માટે નિમાયેલા લાઇઝન અધિકારી એવા શ્રીમતી કીર્તન પરમાર(જી.એ.એસ.), નાયબ જિલ્લા વિકાસ અધિકારી(વિકાસ), જિલ્લા પંચાયત, જામનગરએ મેડિકલ ઓફિસર, યુ.એચ.સી.– કામદાર કોલોની, પી.એસ.આઇ., જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ ઓફિસર અને ફૂડ ઇન્સ્પેકટર સહિતની ટીમને સાથે રાખીને આજે સવારથી જ રણજીતનગર શાકમાર્કેટ, ખોડીયાર કોલોની, ક્રિસ્ટલ મોલ વગેરે સ્થળોએ પગપાળા ફરીને દુકાનો, દવાખાના, ચા/પાનની, શાકભાજીની અને શેરડીના રસનીની રેકડીઓ તથા દુકાન, સુપર માર્કેટ અને મોલના વેપારીઓ, સ્ટાફ, ગ્રાહકો તથા નાગરિકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની અમલવારી કરવા તથા એપેડેમીક એક્ટના ભંગના કિસ્સાઓમાં કાયદાકીય કાર્યવાહીની તાકીદ કરવામાં આવેલી હતી. આ ઉપરાંત બાંકડાઓ ઉપર અને વાહનો પાર્ક કરીને ભીડ વધારતા લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા તાકીદ કરી હતી.

Banner Ad Space 03

આ ડ્રાઈવને લીધે કોરોના સંબંધે સરકારશ્રીની અને જાહેર સ્વાસ્થ્યની માર્ગદર્શિકાનું પાલન ન કરતા નાગરિકો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને કાયદાનું શાસન અને સ્વયં શિસ્તનું ભાન કરાવવામાં આવ્યું હતું. જ્યારે શિસ્તબદ્ધ નાગરિકો તંત્રની કામગીરીથી સંતુષ્ટ થયા હતા.

loading…