food packet

Food packet: 12 હજાર ફૂડ પેકેટ તૈયાર કરીને વાવાઝોડાથી અસર પામેલાઓને વિતરિત કર્યા..

Patel mansa
જેના રોમ રોમમાં સેવાની સુવાસ મહેંકે છે એવા આજોલ-માણસાના જે.એસ. પટેલને સલામ..!

અમદાવાદ , ૧૯ મે: Food packet: જેના દિલમાં સેવાની સુવાસ મહેંકતી હોય તેના માટે સેવાના અવસરની કોઇ ખોટ હોતી નથી. મૂળ માણસા વિસ્તારમાં આજોલ ગામના વતની, લોકસેવક, સમાજ સેવક, રાજકિય આગેવાન અને હાલમાં અમદાવાદ રહેતા 48 ગામ કડવા પાટીદાર સમાજના પ્રમુખ જે.એસ. પટેલ માનવ સેવા માટે હરહંમેશ તત્પર રહેતા હોય છે. ગયા વર્ષે કોરોના લોકડાઉનમાં સફળતાપૂર્વક સામાજિક સેવાની સુવાસ મહેંકાવી અને હવે ગુજરાતમાં ત્રાટકેલા તૌક્તે વાવાઝોડાથી અસર પામેલા લોકો માટે જે.એસ. પટેલે અંદાજે 12 હજાર ફૂડ પેકેટ તૈયાર કરીને તેનું વિતરણ ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કર્યું છે. ગાંધીનગર નજીકના તેમના ફાર્મ હાઉસમાં તેમની સીધી દેખરેખ હેઠળ શુધ્ધ ઘીની બુંદી અને ફુલવડીના 12 હજાર પેકેટ તૈયાર કરીને ભૂખ્યાજનોના જઠરાગ્નિને ઠારવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.

Whatsapp Join Banner Guj

Food packet: સામાજિક સેવા માટે કડવા પાટીદાર સમાજ સદાય અગ્રેસર રહ્યું છે. 48 ગામ કડવા પાટીદાર સમાજના પ્રમુખ તરીકે જે.એસ પટેલ ખરા અર્થમાં સમાજના “ભામાશા” તરીકે પૂરવાર થયા છે. તેમણે “ભામાશા”ના બિરૂદને ચરિતાર્થ કરી બતાવ્યું છે. હાલમાં જ્યારે ઓક્સીજનની બુમ પડી ત્યારે તેની અગત્યતા સમજીને તાબડતોડ ગાંધીનગરમાં ઓક્સીજન પ્લાન્ટ સ્થાપીને કેટલાય દર્દીઓમાં શ્વાસ પૂર્યા છે. જેમનું જીવન હંમેશા જનસેવા એજ પ્રભુ સેવાને વરેલુ હોય તેઓ વર્તમાન સંકટમાં કઇ રીતે બેસી રહે…? એટલે માનવ સેવાની ધૂણી ધખાવી અને તેમની ટીમ દ્વારા 12હજાર ફૂડ પેકેટ બનાવવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો…Restoration and relief: વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓમાં બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત્ થઈ જાય તે રીતે રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા તંત્રને તાકીદ

ગયા વર્ષે લોકડાઉનમાં કેટલાય પરિવારોને આર્થિક રીતે ભારે સહન કરવુ પડ્યું હતું. તેવા કપરા સંજોગોમાં જે.એસ પટેલે 1500થી 2 હજાર જેટલી રેશનકીટ તૈયાર કરીને વિતરણ કર્યું હતું. કપરાકાળમાં આ રેશનકીટ (Food packet) મેળવીને કેટલાય પરિવારોના ચુલા ચાલુ રહ્યાં હતા. બધુ જ બંધ હોય ત્યારે અને કામધંધો રોજગાર પર અસર પડી હોય તેવા સમયે કોઇને ન કહેવાય એવા સંજોગોમાં જે.એસ. પટેલે એવા જરૂરીયાતમંદ પરિવારોની મનકી બાત સાંભળીને ફુલ નહીં તો ફુલની પાંખડીની સેવારૂપી સોડમ મહેંકતી કરી હતી.

ADVT Dental Titanium