Pistol sized

એક પિસ્ટલ તેમજ તમંચા અને ૩૭ કારતૂસો તેમજ કાર સાથે જામનગરના એક શખ્સની અટકાયત

  • જામનગર પંથકમાંથી હથિયારો પકડાવાનો સિલસિલો અવિરત ચાલુ:લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ નો દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં દરોડો
  • એક પિસ્ટલ તેમજ તમંચા અને ૩૭ કારતૂસો તેમજ કાર સાથે જામનગરના એક શખ્સની અટકાયત
  • હથિયાર સપ્લાય કરનાર ઉત્તરપ્રદેશના આઝમગઢના એક શખ્સ ને ફરારી જાહેર કરાયો

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૭ નવેમ્બર: જામનગર શહેર અને જિલ્લામાં ગેરકાયદે હથિયારો પકડવાનો સિલસિલો અવિરત ચાલુ રહ્યો છે, ગઈકાલે રાત્રે જામનગર માં દિગ્વિજય પ્લોટ વિસ્તાર માંથી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી મૂળ દેવભૂમિ દ્વારકાના વતની અને હાલ જામનગરમાં રહેતા એક શખ્સને એક પિસ્ટલ તેમજ એક તમંચા અને ૩૭ જીવતા કારતૂસો ના જથ્થા સાથે પકડી પાડયો છે, અને કાર અને હથિયારો સહિત રૂપિયા ૪.૪૩ લાખની માલમતા કબજે કરી છે. જે હથિયારો ઉત્તર પ્રદેશના આજમગઢ ના એક શખ્સે સપ્લાય કર્યા હોવાનું કબુલતા જેને ફરારી જાહેર કરી તપાસનો દોર ઉત્તર પ્રદેશ સુધી લંબાવ્યો છે.

Pistol sized

આ દરોડા અંગેની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર નો વતની અને હાલ જામનગરમાં શંકર ટેકરી શાસ્ત્રી નગર વિસ્તારમાં રહેતો દેવશીભાઈ ધરણાત આંબલીયા કે જે પોતાના કબજામાં ગેરકાયદે હથિયારો સાથે ફરી રહ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ગઈકાલે રાત્રે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જે દરમિયાન આરોપી ભીમસી આંબલીયા એક કાર લઇને પસાર થતા પોલીસે તે કારને આંતરીને તલાસી લીધી હતી. જે તલાસી દરમ્યાન કારની અંદરથી રૂપિયા ૨૫ હજારની કિંમતની પિસ્ટલ અને રૂપિયા ૧૦ હજારની કિંમતનો એક તમંચો મળી આવ્યો હતો, સાથો સાથ ૩૭ નંગ જીવંત કારતૂસો પણ મળી આવ્યા હતા. જેથી એલસીબીની ટીમે આરોપી ભીમસી આંબલીયા ની અટકાયત કરી લઈ તેની પાસેથી કાર, હથિયારો અને કારતૂસો સહિત ૪.૪૩ માલમતા કબજે કરી લઇ તેની સામે સીટી-એ ડિવિઝન પોલીસ મથકમાં હથિયાર ધારા ભંગનો ગુનો દાખલ કરાવ્યો છે.

whatsapp banner 1

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દરમિયાન તેણે ઉપરોક્ત હથિયાર ઉત્તરપ્રદેશના આઝમગઢના શશાંક લડ્ડુ અરૂણસિંગ ઠાકુર પાસેથી આયાત કર્યા હોવાથી પોલીસે શશાંકસિંઘ ને ફરારી જાહેર કર્યો છે, અને તપાસનો દોર ઉત્તર પ્રદેશ સુધી લંબાવ્યો છે.