Hadiyana kanya shala 4

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાનિકેતન કેન્દ્ર તરીકે માન્યતા મેળવનાર જામનગર જિલ્લાની એકમાત્ર હડિયાણા કન્યા શાળા

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાનિકેતન કેન્દ્ર તરીકે માન્યતા મેળવનાર જામનગર જિલ્લાની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી પ્રાથમિક શાળાનું ગૌરવ મેળવતી શ્રી હડિયાણા કન્યા શાળા

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૭ નવેમ્બર: બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત ભારતની એકમાત્ર યુનિવર્સિટી એટલે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી. ગાંધીનગર ખાતે આવેલ છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના બાલનિકેતન વિભાગના કેન્દ્રોને માન્યતા આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જે અનુસાર જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળાને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન બાલનિકેતન કેન્દ્ર તરીકેની કુલપતિ હર્ષદભાઈ શાહની ઉપસ્થિતિમાં તથા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના વરદહસ્તે શાળાના આચાર્યશ્રી મકવાણા અરવિંદભાઈને આપેલ છે.

whatsapp banner 1

ગાંધીનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં શાળાના મ.શી. દેવાંગીબેન બારૈયા તથા સી.ઓ. ધમસાણિયા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી હડિયાણા કન્યા શાળા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન બાલનિકેતન કેન્દ્ર તરીકે માન્યતા મેળવનાર જામનગર જિલ્લાની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી પ્રાથમિક શાળા બની જામનગર જિલ્લાનું ગૌરવ વધારેલ છે….