Dr hitendra jakhariya

કોરોના સામે ૬ માસથી ૫૫૦ નર્સિંગ સ્ટાફની ‘ફ્લોરેન્સ’ કામગીરી

Dr hitendra jakhariya

૧૦૦ થી વધુ નર્સ સંક્રમિત થયાસારવાર લઈ ફરી ફરીને કરી રહ્યા છે દર્દીઓની સેવા

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ,૦૬નવેમ્બર:એકપણ રજા લીધા વગર રાજકોટ સિવિલનો ૫૫૦ વ્યક્તિઓનો નર્સિંગ સ્ટાફ કોરોના સંક્રમિત દર્દીઓ માટે દેવદૂત સમાન કાબિલેદાદ કામગીરી કરી ફ્લોરેન્સના નામને સાર્થક કરી રહ્યા હોવાનું પી.ડી.યુ મેડિકલ હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ડો.હિતેન્દ્ર જાખરીયા ગૌરવ સાથે જણાવે છે.

સતત ૬ માસથી તેઓ અવિરત કોરોના સામે ફ્રન્ટલાઈન પર કામગીરી બજાવી રહ્યા છે. નર્સ મહિલા બહેનો ઘર પરિવારની જવાબદારી ઉપરાંત હોસ્પિટલની ડ્યુટી નિભાવી રહ્યા છે જે તેમની કર્તવ્યનિષ્ટનું ઉત્તમ ઉદારણ પૂરું પાડે છે. નર્સ મહિલા તેમજ ભાઈઓ સેમ્પલ લેવા માટે રિમોટ વિસ્તારમાં પણ જતા હોઈ સતત ૮ થી ૧૦ કલાક પી.પી.ઈ કીટ,  માસ્ક અને ગ્લોવ્ઝમાં પરસેવે નહાઈ જનસમૂહને મદદરૂપ બન્યાનું ડો. જાખરીયા જણાવે છે.

whatsapp banner 1

કોવીડ હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાઓ માટે ખાસ વોર્ડ અને ઓ.ટી. વિભાગ ખોલવામાં આવ્યો છે. અહીં અવતાર પામતા લાડલા બાળકોને માની મમતા આ નર્સ બહેનો પુરી પાડી રહી છે. પુરુષ નર્સ સમયની પરવા કર્યા વગર તેમની ફરજ નિભાવી નર્સિંગ વ્યવસાયને સેવા રૂપી કવચ પહેવારી ઉચ્ચતમ શિખરે પહોચાડ્યું હોવાનું ડો. હિતેન્દ્ર જણાવે છે.

આ ફરજ દરમ્યાન અનેક નર્સ કોરોના સંક્રમિત બન્યા, તેઓ સારવાર તેમજ ૧૪ દિવસ હોમ આઇસોલેશનમાં રહી પુનઃ તેમની ફરજ બજાવી રહ્યા છે. નર્સિંગ સ્ટાફમાં પતિ પત્ની બંને કોરોના સંક્રમિત થયાની ઘટનાઓ પણ અનેકવાર બની છે, તેમ છતાં કોરોના વોર્ડના નર્સિંગ સ્ટાફની સેવાના સહારે ડોક્ટર્સ સ્ટાફ સાથે એક સિક્કાની બે બાજુ સમાન તેમની ફરજ સાર્થક કરી રહ્યા છે.

ડો. જાખરીયા પોતે જોયેલ કોરોનાનું રૌદ્ર સ્વરૂપ અને ૬ માસની નર્સિંગ કામગીરીને ધ્યાને લઈ પ્રજાને આવનારા તહેવારોમાં સચેત રહેવા ખાસ અપીલ કરતાં કહે છે કે, આપણે માસ્ક, સૅનેટાઇઝર અને ‘‘દો ગજની દુરી’’નો મંત્ર સતત ચાલુ રાખવો પડશે. અમારો સ્ટાફ સતત હાજર જ છે પરંતુ કોઈને આ બીમારી લાગુ ન પડે તેમ અમે ઇચ્છીએ છીએ. ખાસ કરીને નાના બાળકો, મોટી ઉંમરના વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ ઘરે જ રહે અને બહારનું જમવાનું ટાળે તેમ તેઓ વિશેષ અપીલ કરે છે.

આરોગ્ય કર્મીઓ તેમની ફરજ અવિરતપણે નિભાવી રહ્યા છે ત્યારે આપણે પણ આપણી ફરજ નિભાવીએ અને કોરોનાને મહાત આપીએ…