Child Corona edited

કોરોનાને હરાવતી ચુલબુલી ૮ વર્ષીય દેવાંશી કાતરીયા

Child Corona edited
  • “પૌત્રીના પોઝીટીવ વ્યવહારે અમને ટુંકસમયમાં કોરોના નેગેટીવ કરી દીધા”: ધનજીભાઈ કાતરીયા
  • કાલી-ઘેલી વાતો અને દાદા-દાદીની આજ્ઞાનું પાલન કરી કોરોનાને હરાવતી ચુલબુલી ૮ વર્ષીય દેવાંશી કાતરીયા

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ, ૦૬ નવેમ્બર: ” હું છે ને ત્યાં રમકડાંથી રમતી, દાદા-દાદી પાસેથી બાલગીત-બાળવાર્તા સાંભળતી, નર્સ દીદી જોડે વાતો કરતી, મારા મમ્મી-પપ્પા જોડે વીડિયોમાં વાત કરતી. મને બોવ મજા આવી. દાદાએ મારો રાસ લેતો વીડિયો પણ ઉતાર્યો…દાદી કેતા એમ હું બધું કરતી….” આ કાલી-ઘેલી વાતો છે કોરોનાને હરાવતી ૮ વર્ષીય દેવાંશી કાતરીયાની.

whatsapp banner 1

 રાત્રીના બે-અઢી વાગ્યે મને, મારા પત્નિ મુક્તાબેન અને ૮ વર્ષીય પૌત્રી દેવાંશીને શરદી, તાવ અને ઉધરસના લક્ષણો દેખાયા હતા. પૌત્રી નાની હોવાથી તેની ચિંતા થતાં અમે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ગયાં અને અમારા ત્રણેયનો એન્ટીજન ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટ પોઝીટીવ આવતાંની સાથે જ બે દિવસ હોમ આઈસોલેશનમાં રહ્યા. પરંતુ તબિયત ન સુધરતાં કોવીડ કેર સેન્ટરમાં દાખલ થયાં. આરોગ્ય કર્મીઓની સારવાર અને પૌત્રીના પોઝીટીવ વ્યવહારે અમને ટુંક સમયમાં કોરોના નેગેટીવ કરી દીધા. અત્યારે એકદમ સ્વસ્થ છીએ, તેમ ધનજીભાઈ કાતરીયાએ જણાવ્યું હતું.

Dhanji

ચુલબુલી પૌત્રી દેવાંશીના બહાદુરી અને સમજદારીભર્યા વ્યવહાર અંગે વાતો કરતાં ધનજીભાઈએ કહ્યું હતું કે, “સ્વાસ્થ્ય માટે યોગ-પ્રાણાયમ ફાયદાકારક છે, આથી સારવાર દરમિયાન હું યોગા કરતો તો મારી પાસે આવીને દેવાંશી પણ યોગા કરવા બેસી જતી. હોમ આઈસોલેશમાં બે દિવસ રહ્યા તો અમે કહેતા તેમ તે કરતી. દિકરી અમારૂં કહયું બધું માનતી અને કોઈ પણ વેન કે તોફાન કર્યા વગર પથારીમાં એકલી સુવા માટે તૈયાર થઈ ગઈ હતી. અમે કહેતા કે કોરોનાને હરાવવો છે ને ? તો ફટાફટ દવા પી લે અને તે દવા લઈ પણ લેતી.”

દેવાંશીના મમ્મી સર્વિસ કરે છે, પહેલા તો દિકરી કોરોનાથી સંક્રમિત થઈ તે સાંભળીને રડવા લાગ્યા હતા. પણ દિકરી જોડે રોજ વીડિયો કોલીંગમાં વાતો કરી, તેના સકારાત્મક વ્યવહાર જોઈ તેના મમ્મીને પણ ભરોસો આવી ગયો કે દેવાંશી જલ્દી સ્વસ્થ થઈ જશે તેમ ધનજીભાઈએ જણાવ્યું હતું.

આમ ૮ વર્ષીય દેવાંશીએ દાદા-દાદીની આજ્ઞાનું પાલન કરી કોરોનાને મ્હાત આપી અને સાથો સાથ દાદા-દાદીની પરોક્ષરૂપે પ્રેરણાતે બનીને તેમને પણ ટુંક સમયમાં કોરોના નેગેટીવ બનાવ્યા