X Chairman deesa taluka sangh

ડીસા તાલુકા સંઘ (Deesa Taluka Sangh)ના પૂર્વ ચેરમેન સામે ગુનો દાખલ

Deesa Taluka Sangh, X chairman

તાલુકા સંઘમાં (Deesa Taluka Sangh) ૧.૮૦ કરોડનો ગોટાળો બહાર આવતા ખળભળાટ

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા
ડીસા, ૦૯ માર્ચ:
Deesa Taluka Sangh: બનાસકાંઠાનું ડીસા શહેર રાજકિય લેબોરેટરી ગણાતું હોઇ રાજકીય ક્ષેત્રે નીત નવા ગરમાગરમ વિવાદો સર્જાતા રહે છે. આવી સ્થિતિમાં છેલ્લા એકાદ વર્ષથી વિવાદોમાં સપડાયેલા ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના (Deesa Taluka Sangh) પૂર્વ ચેરમેન સામે ૧.૮૦ કરોડની ઉચાપતની ફરિયાદ દાખલ થતાં ખળભળાટ મચ્યો છે.

Whatsapp Join Banner Guj

ડીસા ખાતે ૧૯૫૫ થી કાર્યરત ધી ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ (Deesa Taluka Sangh) ખેડૂતોને ખાતર સહિતની સેવાઓ પૂરી પાડે છે. આ સંસ્થાનો વહીવટ લોકશાહી ઢબે ચુંટાતી કમિટીઓ સંભાળતી આવી છે.સંસ્થાના નિયમો મુજબ નિયત સમયે પ્રવર્તમાન કમિટીની મુદ્દત પૂર્ણ થયા બાદ ચુંટણી યોજી નવી કમિટીની રચના થતી હોય છે.

જોકે ડીસા તાલુકા સંઘની (Deesa Taluka Sangh) ગત બોડીએ વહીવટમાં મનમાની આચરી કથિત રીતે આર્થિક ગોટાળા કર્યાંના આક્ષેપો થતાં જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) એ ડીસા તાલુકા સંઘના તત્કાલીન ચેરમેન દશરથભાઈ દેસાઈ (ડી. કે.) સહિત સંચાલક મંડળને બરતરફ કરી નવી કાર્યવાહક કમિટીની રચના કરાઈ હતી અને સંઘનુ ચેરમેન પદ ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાને સોંપાયું હતું.

Deesa Taluka Sangh

દરમિયાન, ડીસા તાલુકા સંઘમાં (Deesa Taluka Sangh) તત્કાલીન ચેરમેન દ્વારા આચરાયેલ કથિત ગેરરીતિ મામલે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરાઇ હતી જે દરમિયાન સંઘના તત્કાલીન ચેરમેન દશરથભાઈ દેસાઈએ ૧૧ મી જુલાઈ – ૨૦૧૬ થી ૯ મી ઓકટોબર, ૨૦૨૦ સુધીના એમના ચેરમેન પદના કાર્યકાળ દરમિયાન પોતાના મળતીયાઓ સાથે મળી પોતાના આર્થિક ફાયદાઓ માટે ગેરરીતિઓ આચરી ખોટા દસ્તાવેજો અને ખોટા હિસાબો રજૂ કરી કુલ ૧,૮૦,૮૧,૨૩૮.૪૧ /- રૂપિયાની ઉચાપત કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જિલ્લા રજિસ્ટ્રારનો આ તપાસ રિપોર્ટ સંઘની નવી કમિટી સમક્ષ મૂકાતા સંઘના તત્કાલીન ચેરમેન તેમજ તેમના મળતીયાઓ સામે ફરિયાદ નોંધાવવાનો નિર્યણ લેવાયો હતો.

ડીસા તાલુકા સંઘના (Deesa Taluka Sangh)આ ચકચારી કૌભાડ મામલે સંઘના મેનેજર ઈશ્વરભાઈ દેસાઈએ ડીસા ઉત્તર પોલીસ મથકમાં ધોરણસરની ફરિયાદ નોંધાવતા પોલીસે સંઘના તત્કાલિન ચેરમેન દશરથભાઈ દેસાઈ વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૦ બી, ૪૦૬, ૪૦૮, ૪૬૭, ૪૬૮, ૪૭૧,૪૭૭ (ક) ,૧૧૯ મુજબ ગુનો દાખલ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.

ડીસા તાલુકા સંઘના ચેરમેન તરીકે હાલ ડીસા ના ધારાસભ્ય શશીકાંત પંડ્યા છે અને તેઓ ખેડૂતો ની સંસ્થા સાથે અહિત કરનાર ને નહિ છોડવામાં આવે તેવું નિવેદન આપી ચુક્યા હતા આખરે રૂ 1.80 કરોડ ની ગેરનીતિ બહાર આવતા જ ફરિયાદ ના આદેશ આપેલ અને ફરિયાદ નોંધાવેલ.

ડીસા ના ધારાસભ્ય અને સંઘ (Deesa Taluka Sangh)ના ચેરમેન શશીકાંત પંડ્યા હવે બાકીદારો સામે લાલ આંખ કરશે તેમને જણાવ્યું હતું કે વર્ષોથી સંઘ માંથી ખાતર,બિયારણ કે દવા લઈ ગયા બાદ પૈસા નથી ચૂકવ્યા તેમને નોટીસ આપી છે અને હવે ટુક સમયમાં તમામ બાકીદારો સામે ફરિયાદ નોંધાવીશું અને બાકી નીકળતા નાણાં ની વસૂલાત કરી ખેડૂતો ની સંસ્થા ને ઉભી કરવામાં આવશે..

આ પણ વાંચો…11 થી 13 માર્ચ ના રોજ કલોલ-ગાંધીનગર (Kalol – Gandhinagar) રેલ્વે ક્રોસિંગ નં.10 બંધ રહેશે