કટરા-અમદાવાદ સ્પેશિયલ આગળની સૂચના સુધી સાબરમતી સ્ટેશન (Sabarmati station) સુધી ચાલશે.

Sabarmati station

કટરાથી આવવાવાળી શ્રી વૈષ્ણો દેવી કટરા-અમદાવાદ સ્પેશિયલ આગળની સૂચના સુધી સાબરમતી સ્ટેશન (Sabarmati station) પર ટર્મીનેટ રહેશે.

અમદાવાદ , ૦૯ માર્ચ: અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 અને 10 પર બાંધકામની કામગીરી માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક કરવામાં આવ્યું છે.

Whatsapp Join Banner Guj

તે મુજબ કટરાથી આવવાવાળી ટ્રેન નં. 09416 શ્રી વૈષ્ણો દેવી કટરા-અમદાવાદ સ્પેશિયલ 9 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી સાબરમતી સ્ટેશન (Sabarmati station) પર અસ્થાયી રૂપે શોર્ટ ટર્મીનેટ કરવામાં આવશે

અને ટ્રેન નંબર 09415 અમદાવાદ-શ્રી વૈષ્ણો દેવી કટરા સ્પેશિયલ અમદાવાદ સ્ટેશનથી દોડશે.

આ પણ વાંચો…11 થી 13 માર્ચ ના રોજ કલોલ-ગાંધીનગર (Kalol – Gandhinagar) રેલ્વે ક્રોસિંગ નં.10 બંધ રહેશે