BJP Poster

રાજપીપળાની સરકારી મિલકતમાં લગાવેલા ભાજપના બેનર (BJP Poster) ઉતારાવ્યા સી આર પાટીલ ની રેલી ના રૂટ માં લાગેલા બેનર હટાવ્યા

Bjp Poster

રાજપીપળા પાલિકાની ટીમોએ રાજપીપળાની સરકારી મિલકતોમાં લાગેલા ભાજપના બેનરો અને ઝંડીઓ (BJP Poster) ઉતારવાની કામગીરી આરંભી હતી, એ દરમિયાન ભાજપના અમુક કાર્યકરો પણ ત્યાં આવી પહોંચ્યા હતા

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૨૧ ફેબ્રુઆરી:
(BJP Poster) નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીને લીધે હાલ આચાર સંહિતા અમલી છે.ત્યારે નાંદોદ તાલુકાના પ્રાંત અધિકારી કે.ડી. ભગતે રાજપીપળા શહેરની સરકારી મિલકત પર લાગેલા ભાજપના બેનરો (BJP Poster) ઉતારી ઉત્તમ અને કડક અધિકારી તરીકેની છાપ ઉભી કરી છે.

Whatsapp Join Banner Guj

રાજપીપળામાં 21/02/2021 ના રોજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની રેલી અને જાહેરસભાના કાર્યક્રમનું આયોજન કર્યું છે.જેથી જિલ્લા ભાજપના નેતાઓએ રાજપીપળામાં સી.આર.પાટીલનું સ્વાગત કરતા વિવિધ બેનરો અને બોર્ડ (BJP Poster) લગાવ્યા છે.હવે રાજપીપળાની સરકારી મિલકત પર ભાજપના નેતાઓએ બેનર અને ઝંડીઓ લગાવી હોવાનું પ્રાંત અધિકારી કે.ડી.ભગતના ધ્યાને આવતા એમણે તુરંત રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારીને એવા બેનર અને ઝંડીઓ તુરંત ઉતારી લઈ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરવા સૂચના આપી હતી.

રાજપીપળા પાલિકાની ટીમોએ રાજપીપળાની સરકારી મિલકતોમાં લાગેલા ભાજપના બેનરો અને ઝંડીઓ (BJP Poster) ઉતારવાની કામગીરી આરંભી હતી, એ દરમિયાન ભાજપના અમુક કાર્યકરો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને આમ કરવા પાછળનું કારણ પૂછતાં પાલિકા કર્મીઓની ટીમે એમને પણ રોકડું પરખાવ્યું હતું.

 BJP Poster

નાંદોદ તાલુકા પ્રાંત અધિકારી કે.ડી.ભગતે એક વાતચિતમાં જણાવ્યું હતું કે હાલ સ્થાનિક સ્વરાજની ચુંટણીઓને લીધે આચારસંહિતા અમલી છે.સરકારી મિલકતમાં કોઈ પણ રાજકીય પક્ષ પ્રચાર સામગ્રી લગાવી શકે નહીં.જે જે પણ સરકારી મિલકતમાં રાજકીય પક્ષના બેનર અથવા અન્ય પ્રચાર સામગ્રી લગાવી છે એ તમામ અમે ઉતારી દીધી છે.આગામી સમયમાં ફરી આવું ન બને એની પણ વિવિધ રાજકીય પક્ષને સૂચના અપાશે. ત્યારે લોક ચર્ચા છે કે શું ભાજપ કાર્યકરો ને આચસર સંહિતા ના નિયમો ની ખબર નહતી ? કે પછી હોતા હૈ ચલતા હૈ ?

આ પણ વાંચો…પક્ષીઓ બાદ માણસોમાં જોવા મળ્યો બર્ડ ફ્લૂ(bird flu), આ દેશમાં નોંધાયો પહેલો કેસ