boram kim W wGFm54R k unsplash

ચેક કરો – તમને નર્વસ (Nervous) બ્રેકડાઉન તો નથી ને ?

Banner Iti shukla

રાત્રે થાક્યા-પાક્યા બેડરૂમ માં સૂવા જાઓ પણ કલાકો સુધી ઉંઘ આવતી જ નથી ? આ તકલીફો બે અઠવાડિયાં કે વધુ સમયથી ચાલુ હોય તો તે સંકેત હોઇ શકે – તમે નર્વસ (Nervous) બ્રેકડાઉન માં છો

ઓફિસ માં મિટિંગ દરમ્યાન કે લેપટૉપ ઉપર કામ કરતી વખતે ધ્યાન ફોકસ કરવામાં મુશ્કેલી આવી રહી છે ? અવાર-નવાર કોઇ પણ ખાસ કારણ વગર ખૂબ રડવાનું મન થાય છે ? રાત્રે થાક્યા-પાક્યા બેડરૂમ માં સૂવા જાઓ પણ કલાકો સુધી ઉંઘ આવતી જ નથી ? આ તકલીફો બે અઠવાડિયાં કે વધુ સમયથી ચાલુ હોય તો તે સંકેત હોઇ શકે – તમે નર્વસ (Nervous) બ્રેકડાઉન માં છો જેમાં અતિશય સ્ટ્રેસને કારણે વ્યક્તિ નોર્મલ કામ પણ નથી કરી શકતી. તેનું સ્ટ્રેસર પરિબળ કોઇ પણ હોઇ શકે :

ઘનિષ્ઠ રિલેશનશિપ નો દુ:ખદ બ્રેક-અપ, આર્થિક કટોકટિ, ઉંડી મનોવ્યથા અથવા માનસિક બર્નઆઉટ. સ્ટ્રેસમાં બધાંના શરીર અને દિમાગ જુદી જુદી પ્રતિક્રિયા આપતા હોવાથી નર્વસ (Nervous) બ્રેકડાઉનનાં લક્ષણો દરેક વ્યક્તિમાં અલગ હોય છે, પણ મુખ્ય ૭ ક્લાસિક લક્ષણો નીચે મુજબ હોય છે.

Whatsapp Join Banner Guj
  1. વ્યગ્રતા અને હતાશા: (Nervous) આમ તો વ્યગ્રતા (એન્ક્ઝાયટિ) અને હતાશા (ડિપ્રેશન) સ્ટ્રેસ પ્રત્યેની સામાન્ય માનવીય પ્રતિક્રિયાઓ છે, પરંતુ જ્યારે એકધારો પ્રચંડ સ્ટ્રેસ લાંબા સમય સુધી સતત ચાલ્યા જ કરે ત્યારે તેને પહોંચી વળવા માટેની વ્યક્તિની માનસિક ક્ષમતા ખતમ થવાથી તે માનસિક રીતે તૂટવા લાગે છે. ઘણા વ્યક્તિઓ એકદમ રડમશ થઈ જતા અને વાત-વાત માં રડી પડતા જોવા મળે છે. કેટલાકને એકાએક આત્મગૌરવ અને આત્મ વિશ્વાસ ની એકદમ ઉણપ વર્તાય છે. ઘણાને ગ્લાનિબોધ અને અપરાધ ની લાગણી (ગિલ્ટ ફિલિંગ્સ)નો અહેસાસ વધી જાય છે.
  2. વધુ પડતી કે અપુરતી ઉંઘ: સ્લીપિંગ પેટર્ન માં એકાએક ફેરફાર થાય છે. કેટલાક લોકો સ્લીપ ઓવરડ્રાઇવમાં જતા રહે છે જ્યાં ઉંઘ ‘ઍસ્કેપ’ કે પલાયન નું સાધન બની જાય છે. બીજાઓ માં દિમાગની અતિસક્રિયતા અનિદ્રા (ઇન્સોમ્નિયા) ઉત્પન્ન કરે છે જેમાં તેમનું મગજ જેનું કોઈ સમાધાન ના હોય તેવી વિવિધ પરિસ્થિતિઑનું પૂનરાવર્તન કરતું રહે છે.
  3. ભારે થાક: ભારે થાક સંકેત હોઈ શકે છે કે તમે સ્ટ્રેસ સહન કરવા ની તમારી મર્યાદા વટાવી રહ્યા છો. તમે કદાચ શરીરમાં નબળાઇ પણ અનુભવો. જે પ્રવૃત્તિઓ તમે સરળતા થી કરી લેતા હતા તે ઍકાઍક મુશ્કેલ લાગે છે. જેમાં બહુ મજા આવતી હતી તે પ્રવ્રુત્તિઑમાં હવે તમને સ્હેજ પણ રુચિ નથી થતી.
  4. ભૂખમાં ફેરફાર: સ્ટ્રેસ માં અમુક વ્યક્તિઓની ભૂખ સાવ ખતમ થઈ જાય છે. બીજાઓ માં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ ને લીધે હાઈ-ફેટ અને હાઈ-શુગર યુક્ત ખોરાક લેવાની અદમ્ય લાલસા ઉત્તેજીત થાય છે. નર્વસ બ્રેકડાઉન માં તંદુરસ્ત ભોજન લેવા કે તૈયાર કરવા માટે વિશેષ પ્રયાસ કરવાનું મન પણ નથી થતું. વ્યક્તિની પોતાની કાળજી રાખવાની ક્ષમતા ઘટી જવાથી યોગ્ય આહાર નથી લેવાતો.
  5. શારીરિક પીડા: માથાનો દુખાવો તથા ઝાડા અથવા કબજિયાત કે અન્ય કોઇ પેટ કે આંતરડા ની સમસ્યાઓ જેવી શારીરિક પીડાઓ થઈ શકે છે.
  6. મગજનું ધુમ્મસ: કોગ્નિટીવ (જ્ઞાનબોધ) લક્ષણો હંમેશાં હોય છે જેમ કે ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, સ્પષ્ટ રીતે વિચારી ન શકવું, સમસ્યા હલ કરવામાં અસમર્થતા, યાદશક્તિ ઑછી થવી, અને માનસિક રીતે અસ્ત-વ્યસ્ત રહેવું, વિગેરે.
  7. શ્વાસની તકલીફ: છાતીમાં ભરાવા અને ઝડપી તથા છીછરા શ્વાસની તકલીફ થતી હોય છે. શ્વાસને ધીમો કરવાની કવાયત રાહત આપે છે પરંતુ નિયમિત શ્વાસ લેવામાં તકલીફ હોય, તો ફિઝીશિયનને બતાવવું જોઇઍ.
boram kim W wGFm54R k unsplash

ઉપાય

પોતાની સારવાર ને ટોપ પ્રાયોરિટી આપો. પરિસ્થિતિ ને અનુરૂપ ઉપાય શોધવાનું તમારું માનસિક કૌશલ્ય વિકસાવો. આક્રોશ, ઉદ્વેગ અને હૈયાવરાળ બહાર કાઢવા માટે જિમ જોઇન કરો કે ઘરે જ કસરત કરો, ડાન્સ કે જોગિંગ કરો, ફેવરિટ મ્યૂઝિક સાંભળો કોઇ શોખ કેળવો અથવા મનપસંદ પ્રવૃત્તિ કરો. જેના પર વિશ્વાસ હોય તેવા પરિવારના સભ્યો અથવા મિત્રો સાથે મોકળાશથી દિલની વાત કરો. ફેર ના પડે તો ઍક સારા રજિસ્ટર્ડ સાયકોલોજિસ્ટ ની પ્રોફેશનલ હેલ્પ લેતાં અચકાશો નહિ. યાદ રાખો -તમારા માનસિક સ્વાસ્થ્ય થી વધારે કિંમતી કૈં જ નથી.

આ પણ વાંચો…શું સતત મનમાં મુંઝવણ કે કોઇ વાતને લઇને ચિંતાનો અનુભવ રહ્યાં કરે છે? (Anxiety disorder) તો જાણો આ વિશે શું કહે છે મનોચિકિત્સક

*જો આપને માનસિક આરોગ્ય સંબંધિત વધુ કોઇ માહિતી મેળવવી હોય અથવા ડોક્ટરનો સંપર્ક કરવો હોય તો આ લિન્ક પર ક્લિક કરો….www.itishuklapsychologist.com