પ્લાઝમા ડોનેટ કરવુ તે વર્તમાન સમયની માંગ અને નાગરિક ધર્મ છે

પ્લાઝમા ડોનેટ કરી સામાજિક જવાબદારીનુ વહન કરતા ડો. અંકુર પારેખ :  બીજી વખત પણ પ્લાઝમા ડોનેટ કરવાની દર્શાવી તત્પરતા “પ્લાઝમા ડોનેટ કરવુ તે વર્તમાન સમયની માંગ અને નાગરિક ધર્મ છે”: ડો. અંકુર … Read More

કોરોનાથી ભયમૂક્ત બની પ્લાઝમા ડોનેટ કરીને અન્યોનું જીવન બચાવવા નિમિત્ત બનીએ: જયેશભાઈ ઉપાધ્યાય

બોલબાલા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાયનો પ્રેરક સંદેશ  અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૨સપ્ટેમ્બર:આજે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે, તેવા સમયે રાજકોટ શહેરે કોરોનાની કામગીરીમાં કયાય પાછીપાની નથી કરી. તેમ રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાયે તેમનો પ્રેરક સંદેશ આપતાં વધુમાં જણાવ્યું હતુ કે, કોરોનાના કારણે આવી પડેલી લોકડાઉનની પરિસ્થિતિમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા સૌથી મોટું રસોડું શરૂ કરવામાં આવ્યું હતુ. એની નોંધ વિવિધ માધ્યમોએ પણ લીધી હતી. કોરોનાના સમયમાં લોકોને મદદરૂપ થવાની સાથે મને પણ કોરોના બિમારી લાગુ પડી. કોરોનાની બિમારી શું હતી, તે મને ખબર નથી પરંતુ ત્રણ દિવસમાં જ હું તેનાથી સ્વસ્થ થઈ ગયો. loading… કોરોના વોરીયર્સ તરીકે મે ભૂતકાળમાં પણ કામ કર્યું છે, અત્યારે પણ કરી રહયો છું અને આવતી કાલે પણ કરતો જ રહીશ. તેમ જણાવતાં જયેશભાઈ વધુમાં કહે છે કે, હું એક સામાજિક કાર્યકર્તા તરીકે રાજકોટવાસીઓને વિનંતી કરૂં છું કે, કોરોનાથી ડર્યા વિના હિંમત રાખી તેનો સામનો કરો, અને તેમ છતાં પણ જો આપને કોરોના થાય તો જરાપણ ગભરાયા વિના સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીને તથા યોગ્ય આહારની સાથે ઉકાળા, હળદર, લીંબુ વગેરેનું દરરોજ સેવન કરશો તો ઝડપથી સ્વસ્થ બની શકશો. અને કોરોના મૂક્ત બન્યા પછી આપ પણ મારી જેમ આપના પ્લાઝમા ડોનેટ કરી અન્ય લોકોના જીવનને બચાવવામાં નિમિત્ત બનશો, તો આપણે કોરોના સામેનો જંગ બહું ઝડપથી જીતી શકીશુ અને ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’ .

૭૦ તબીબોએ પ્લાઝમા અને રક્તદાન કરીને આરોગ્ય પ્રહરીની ફરજને સાર્થક કરી

મોટા વરાછા મેડિકલ એસોસિએશનના ૭૦ તબીબોએ પ્લાઝમા અને રક્તદાન કરીને આરોગ્ય પ્રહરીની ફરજને સાર્થક કરી ૩૭ તબીબોએ પ્લાઝમા અને ૩૩ તબીબોએ રક્તદાન કરી માનવતા મહેકાવી સુરત, ૨૦ સપ્ટેમ્બર: કોરોના સામે … Read More

અંકિતભાઈ નાયકે બીજીવાર પ્લાઝમાં દાન કરી, વડાપ્રધાનશ્રીને બર્થ-ડે ગીફટ આપી

અંકિતભાઈ નાયકે જન્મ દિવસે પ્રથમવાર પ્લાઝમા ડોનેટ કર્યું હતું અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત.ગુરૂવાર: ૧૭ મી સપ્ટેમ્બર એટલે સુરતના અંકિત નાયકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે બીજીવાર પ્લાઝમાં ડોનેટ કરી … Read More

માનવ જીવનને બચાવવામાં પરમસુખનો વૈભવ માણતા પ્લાઝમા ડોનર

  પ્લાઝમા ડોનર ડો. રાજીવ ધોકીયા અને કોરોના વિજેતા સંદીપભાઈ ઠુંમર અમદાવાદ,૧૪ સપ્ટેમ્બર:રાજકોટ સિવિલ ખાતે અહીંના જ મેડિકલ કોલેજના પ્રથમ બેચના વિદ્યાર્થી  રહી ચૂકેલા અને હાલ ઉપલેટા ખાતે પ્રેક્ટિસ કરતા ડો. રાજીવ ધોકીયાએ … Read More

આણંદ જિલ્લામાં સૌ પ્રથમવાર પ્લાઝમાં ડોનેશન કેમ્પ યોજાયો

૨૮ જેટલાં વ્યક્તિઓએ પ્લાઝમા ડોનેટ કર્યું જિલ્લામાં હજી વધુ પ્લાઝમાં ડોનેશન કેમ્પ યોજવા માટે તૈયારી:કલેકટર શ્રી આર.જી. ગોહિલ અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય, આણંદ આણંદ,૧૨ સપ્ટેમ્બર: આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણના દોરમાં સૌ … Read More

ગોપીનાથ જેમ્સના ૪૨ રત્નકલાકારોએ પ્લાઝમા દાન કર્યું

પ્લાઝમા ડોનેટ કરવામાં સૂરતીઓ અગ્રેસર:૯૩૯ વ્યક્તિઓએ પ્લાઝમા ડોનેટ કર્યા જે પૈકી ૧૫૬૯ ઈસ્યુ સાથે સુરત રાજ્યમાં પ્રથમ નંબરે અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત: રવિવાર‘‘નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી … Read More

ડાયમંડ બાદ ટેક્ષટાઈલના કર્મયોગીઓ પણ પ્લાઝમાં દાનમાં આગળ આવ્યા

કડોદરાની ટેક્ષ્ટાઈલ કંપનીના ૨૧ કર્મચારીઓએ પ્લાઝમાં દાનનો કર્યો સંકલ્પઃ છ કર્મચારીઓએ પ્લાઝમા દાન કર્યું સુરતઃ રક્તદાન, દેહદાન, ચક્ષુદાન, માનવ અંગોનું દાન (ઓર્ગન ડોનેશન) અને હવે પ્લાઝમાં દાનમાં પણ સુરતની આગવી … Read More

સ્મીમેર હોસ્પિટલમાં ૫૦૧ પ્લાઝમા દાન સાથે રાજ્યભરમાં મોખરે

પ્લાઝમા બેંકના તબીબી સ્ટાફના પરિશ્રમ અને પ્લાઝમા દાતાઓના સહયોગથી પ્લાઝમા દાનનું સીમાચિહ્ન સર કર્યું છે: પુનિત નૈયર સુરત:મંગળવાર: દાનવીર કર્ણની ભૂમિ સુરત હવે કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારી વચ્ચે પ્લાઝમા દાનની ભૂમિ … Read More

મેં પ્લાઝમાં ડોનેટ કર્યુ…શું તમે કર્યુ ?

સેવાભાવી અમદાવાદી અનલભાઇ વાઘેલાએ એક નહીં પરંતુ ત્રણ-ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યુ આપણે પ્લાઝમા ડોનેટ નહીં કરીએ તો કોરોના પીડિત રોગીને પ્લાઝમા મળશે ક્યાંથી?? અમદાવાદ શહેર તેની દરિયાદિલી માટે જાણીતું … Read More