WhatsApp Image 2020 09 04 at 10.34.58 PM 1

ડાયમંડ બાદ ટેક્ષટાઈલના કર્મયોગીઓ પણ પ્લાઝમાં દાનમાં આગળ આવ્યા

કડોદરાની ટેક્ષ્ટાઈલ કંપનીના ૨૧ કર્મચારીઓએ પ્લાઝમાં દાનનો કર્યો સંકલ્પઃ છ કર્મચારીઓએ પ્લાઝમા દાન કર્યું

સુરતઃ રક્તદાન, દેહદાન, ચક્ષુદાન, માનવ અંગોનું દાન (ઓર્ગન ડોનેશન) અને હવે પ્લાઝમાં દાનમાં પણ સુરતની આગવી ઓળખ બની રહી છે. કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયેલાં સુરત શહેર અને જિલ્લાના નાગરિકોએ પ્લાઝમાં ડોનેટ કરી સમાજસેવા માટે આગળ આવ્યાં છે, ત્યારે ઉદ્યોગગૃહો પણ પ્લાઝમા દાન કરવામાં પાછળ રહ્યાં નથી. ડાયમંડના રત્નકલાકારો બાદ હવે ટેક્ષટાઈલના કર્મચારીઓ પણ પ્લાઝમાં ડોનેટ કરવા આગળ આવ્યા છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલી ‘સાહિબા ટેક્ષટાઈલ લિ.’ કંપનીના ૨૧ કર્મચારીઓએ સામૂહિક રીતે પ્લાઝમા ડોનેટનો સંકલ્પ કર્યો હતો. જે પૈકી છ કર્મચારીઓએ સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમાં આપ્યું છે, જયારે ૧૫ કર્મચારીઓ આગામી સપ્તાહમાં પ્લાઝમા આપશે તેમ કંપનીના માલિક શ્રી અમન સલુજાએ જણાવ્યું હતું.
અમન સલુજાએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ લોકડાઉન બાદ કંપની શરૂ થયા બાદ કંપનીમાં ફરજ બજાવતા મેનેજર, આર્ટીસ્ટ, કોમ્પ્યુટર-મશીન ઓપરેટર, ડ્રાઈવર સહિતના ૫૦૦ જેટલાં કર્મચારીઓના એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યાં હતાં. જે પૈકી ૨૧ કર્મચારીઓ એન્ટીબોડી હોવાનું જણાયું. કોરોનાના ક્રિટીકલ દર્દીઓને પ્લાઝમા થેરાપી સ્વસ્થ થવામાં અસરકારક હોવાથી કર્મચારીઓને પ્લાઝમા ડોનેટ કરવાની પ્રેરણા આપતા તમામે પ્લાઝમા આપવાની તૈયાર દર્શાવી હતી. લોકડાઉન દરમિયાન મજૂરોને ફૂડપેકેટ, કોરોના વોરિયરો અને જરૂરિયાતમંદોને માસ્ક સેનેટાઈઝર વિતરણ કરવાની સામાજિક જવાબદારી નિભાવી હોવાનું અમનભાઇએ જણાવ્યું હતું.

WhatsApp Image 2020 09 04 at 10.34.58 PM 1

કંપનીના એચ.આર. હેડશ્રી બિશ્વનાથ સિંઘએ જણાવ્યું હતું કે, અમારા કર્મચારીઓના પરિવારમાં જે કોરોનાગ્રસ્ત બન્યાં હતા તે અને તેમના સંપર્કમાં આવેલા વ્યકિતઓનું લિસ્ટ બનાવી રહ્યા છીએ, તેમને સમજાવી એન્ટિબોડ ટેસ્ટ કરાવી પ્લાઝમાં દાન આપવા માટે પ્રયત્ન કરીશું.પાંચ વર્ષથી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને ૨૫ વાર રકતદાન કરી ચૂકેલા ૪૫ વર્ષીય શ્રી શૈલેષભાઈ ભીખુભાઈ રાઠોડે જણાવ્યું કે, એકવાર પ્લાઝમાં દાનથી બે વ્યકિતને નવજીવન બચાવી શકાય છે. કંપનીની પ્રેરણાથી સ્મીમેરમાં પ્લાઝમાં ડોનેટ કર્યું છે.
મૂળ મહારાષ્ટ્રના અને સુરતમાં લિંબાયત વિસ્તારમાં રહેતા જિતેન્દ્રભાઈ પાટીલે કહ્યું કે, ‘પ્લાઝમાં આપવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. કોરોનાના સામાન્ય લક્ષણો આવ્યાં હોય તો પણ એન્ટીબોડી ટેસ્ટ કરાવવાથી એન્ટીબોડી બન્યા હોય તો જરૂર પ્લાઝમા ડોનેટ કરી શકાય છે.મૂળ જોળવા ગામમાં રહેતા અને દોઢ વર્ષથી પ્રિન્ટીંગ વિભાગમાં કાર્યરત ૩૦ વર્ષીય કર્મચારી શ્રી જતીનભાઈ વાઢેરે કહ્યું હતું કે, ‘મને કોઈ કોરોના કોઈ લક્ષણ ન હતા. કોરોના થયો અને સ્વસ્થ થઈ ગયો ત્યાં સુધી મને કોઈ ખ્યાલ ન હતો, જ્યારે એન્ટીબોડી ટેસ્ટનું આયોજન કરાયું ત્યારે મારી એન્ટીબોડી થઇ હોવાથી સ્મીમેરમાં પ્લાઝમાં ડોનેટ કર્યું છે, જેની મને ખુશી છે. હજું આગળ પણ જરૂરિયાત હશે તો પ્લાઝમાં ડોનેટ કરીશ.

ડિંડોલી વિસ્તારમાં રહેતા અને આર્ટિસ્ટ તરીકે કામ કરતા ૪૧ વર્ષીય પ્રકાશભાઈ દેશલેએ કહ્યું કે, આપણે પ્લાઝમાં આપીએ તો તરત જ આપણા શરીરમાં જરૂરી એન્ટીબોડી બનવાનું શરૂ થઈ જાય છે. સ્મીમેરમાં અમે તબક્કાવાર પ્લાઝમા ડોનેટ કરી રહ્યાં છીએ. ૧૫ દિવસ પછી બીજી વાર પણ પ્લાઝમાં ડોનેટ કરવાનો મેં નિર્ણય કર્યો છે. સુરતમાં ભાગળ વિસ્તારમાં રહેતા અને ચાર વર્ષથી કાર્યરત અભિષેક રૂવાલા પ્લાઝમાનું દાન એ કોરોના સામે લડવાનું મહત્વનું હથિયાર હોવાનું જણાવે છે. તેઓ કહે છે કે, ‘એન્ટીબોડી હોવાની જાણ થતાં હું પણ પ્લાઝમા આપવા માટે તૈયાર થયો હતો. કોરોના દર્દીઓને ઉપયોગી બનવાની તક મેં પણ ઝડપી છે.

કંપનીના ડાયરેક્ટરશ્રી નારાયણસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, ‘કોરોના વૈશ્વિક મહામારીમાં લોકડાઉનની શરૂઆતથી કંપની દ્વારા સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. લોકડાઉનમા ૧.૫૦ લાખ મજૂરોને ભોજન ઉપરાંત ૭૦ હજારથી વધુ માસ્કનું વિતરણ પણ કર્યું છે. કંપનીનું કામકાજ પૂર્વવત થતા તમામ કર્મચારીઓના એન્ટિબોડી ટેસ્ટ કરાવતા ૨૧ કર્મચારીઓના એન્ટીબોડી એક્ટિવ જણાયા હતાં. જેથી અમે સૌને પ્લાઝમાના મહત્વ વિશે સમજાવી તેમને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રેરિત કર્યા હતા.
આમ, સુરતમાં પ્લાઝમાં દાન માટે ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ પ્રેરણા મેળવીને પ્લાઝમાં દાન માટે આગળ આવી રહયા છ