Ambaji Temple 3

અંબાજી ના બજારો ને મુખ્ય માર્ગો સુમસામ બન્યા

Ambaji Market

અંબાજી ના બજારો જ્યાં લાલ ધજા પતાકા સાથે લાખો શ્રદ્ધાળુઓ જય અંબે ના જયઘોસ કરતા મળતા હતા તે અંબાજી ના બજારો ને મુખ્ય માર્ગો સુમસામ બન્યા

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી,29 ઓગસ્ટ:અંબાજી મા ભરાતા 7 દિવસીય ભાદરવી પૂનમ ના મેળા માં 25 થી 30 લાખ શ્રદ્ધાળુઓ અંબાજી આવતા હોય છે અને ચાલુ વર્ષે મેળા ની શરૂઆત થઈ ચૂકી છે ને મેળા નો ત્રીજો દિવસ છે પણ સરકાર દ્વારા કોરોના સંક્રમણ ને લઈ ચાલુ સાલે મેળો રદ્દ કરવામાં આવ્યો છે જેના પગલે અંબાજી ના બજારો જ્યાં લાલ ધજા પતાકા સાથે લાખો શ્રદ્ધાળુઓ જય અંબે ના જયઘોસ કરતા મળતા હતા તે અંબાજી ના બજારો ને મુખ્ય માર્ગો સુમસામ ભાસી રહ્યા છે મેળા માં હજારો વેપારીઓ બહાર થી આવી અંબાજી માં વેપાર કરી કમાણી કરતા હતા તેવી આ વખતે એક પણ દુકાન જોવા મળતી નથી અંબાજી માં જ્યાં વેપારીઓ ભાદરવી પૂનમ ના મેળા માં 12 મહિના ની કમાણી કરી લેતા હોય તેટલો વેપાર કરતા હતા પણ આ જે વેપારીઓ પણ જાણે ખાલી હાથ બેઠા હોય તેમ લાખો રૂપિયા નો વેપાર આ વખતે નહિ કરી શકે

Ambaji Temple 4

ભાદરવી પૂનમ બાદ આવતી નવરાત્રિ માટે ચણીયા ચોળી ની ખરીદી આ મેળા દરમિયાન કરી લેતા હોય છે પણ આ વખતે ચણિયાચોળી ના વેપારીઓ પણ વેપાર કર્યા વગર બેઠા છે મેળા માં સૌથી વધુ રમકડાઓ નો વેપાર થતો હોય છે ને હોલસેલ ના વેપારીઓ 60 થી 70 લાખ ના રમકડાં વેચી દેતા હોય છે પણ મેળો બંધ રહેતા રમકડાં ના ગોડાઉન પણ ખાલી પડેલા છે અંબાજી માં 60 થી 70 હોટલ ગેસ્ટહાઉસ સહિત 200 ઉપરાંત ધર્મશાળાઓ આવેલી છે જે મેળા દરમિયાન હાઉસફુલ રહેતી હોય છે પણ આજે આ તમામ હોટલ અને ગેસ્ટહાઉસ ખાલી પડ્યા છે ને સંચાલકો મેળો રદ્દ થતા વિજબીલ માં તેમજ ટેક્સ માં રાહત ની માંગ કરી રહ્યા છે

દિપક જોશી ,ચણીયા ચોળી ના હોલેસલ વેપારી એ જણાવ્યુ હતુ કે ભાદરવી પુનમ પછી નવરાત્રી આવે છે એટલે મેળા માં આવેલા આવેલા યાત્રીકો અંબાજી ની ચણીયાચોળી ખરીદીને લઆ જતા હોય છે પણ મેળો બંધ હોવાથી અમને મોટો ફટકો પડ્યો છે

પ્રવીણ ભાઈ મોદી ,પ્રમુખ હોટલ એસોસિએશન કહેવુ છે કે અંબાજી માં મોટાભાગ ની તમામ હોટલ ગેસ્ટ હાઉસો ખાલી પડ્યા છે અમને મેન્ટેનેન્સ નુ મોટુ નુકસાન છે માટે સરકારે વિજબીલ માં તેમજ ટેક્સ માં રાહત આપવી જોઈએ

ભુપેન્દ્ર અગ્રવાલ (રમકડાં ના હોલસેલ વેપારી એ જણાવ્યુ હતુ કે મેળા દરમ્યાન અંબાજી ના હોલસેલરો દ્વારા 60 થી 70 લાખ નો વેપાર કરી લેછે ને અન્ય નાના નાના વેપારીઓ પણ કમાણી કરે છે પણ આ વખતે મેળો બંધ રહેતા મોટી અસર થઈ છે પણ સારુ થયુ કે સરકારે વહેલા ચેતવી દેતા અમે માલ નો ભરાવો નથી કર્યો

જોકે અંબાજી માં મેળો બંધ રહેતા અંબાજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું છે જ્યાં મંદિર શોપિંગ ની 70 જેટલી દુકાનો સંપૂર્ણ પણે મંદિર બંધ રહે ત્યાં સુધી તાળા લાગી ગયા છે