Narmada dam

વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના ૧૩ ગામોને સાવધ કરવામાં આવ્યા

Narmada dam

સરદાર સરોવર ડેમમાંથી ૪.૧૨ લાખ ક્યુસેકથી વધુ પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે

વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના ૧૩ ગામોને સાવધ કરવામાં આવ્યા

તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની એક ટુકડી બોલાવવામાં આવી

૨૯ ઓગસ્ટ,સરદાર સરોવર નર્મદા બંધમાંથી નદીમાં બપોરના બે વાગ્યે ૪,૧૨,૭૦૫ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતુ તેના અનુસંધાને વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ૬, શિનોર તાલુકાના ૪ અને ડભોઇ તાલુકાના ૩ એમ કુલ ૧૩ ગામોને સંપૂર્ણ સાવચેતી રાખવા અને નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે. હવાલાના જિલ્લા કલેકટર શ્રી કિરણ ઝવેરી દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

આ અંગે જાણકારી આપતા નિવાસી અધિક કલેકટર શ્રી ડી.આર. પટેલે જણાવ્યું કે, નર્મદામાં છોડવામાં આવી રહેલા પાણીથી કરજણ તાલુકાના પુરા, આલમપુરા, લીલાઇપુરા, નાની અને મોટી કોરલ તથા જુના સાયર, શિનોર તાલુકાના મઢી દેવસ્થાન, અનસુયા મંદિર, માલસર અને બરકાલ તેમજ ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરીયા ગામોને અસર થવાની સંભાવના છે તેના અનુસંધાને સંબંધિત તાલુકા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા ગામોને સાવધાન કરવામાં આવ્યા છે. સંબંધિત એસડીએમ દ્વારા પરિસ્થિતિનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.તેમણે જણાવ્યું કે, તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની એક ટુકડી તૈયાર રાખવા જરૂરી સૂચના આપવામાં આવી છે, જે આજે આવી જશે.

સરદાર સરોવર ખાતેથી બપોરના બે વાગ્યે બંધના દરવાજા આરબીપીએચ તેમજ સીએચપીએચ દ્વારા નદીમાં ૪,૧૨,૭૦૫ કયુસેક પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો તે સમયે બંધમાં જળની આવક ૩,૨૨,૯૮૧ કયુસેક હતી.