Ambaji Havan thumbnail

અંબાજી ચાર દિવસમાં 25 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ મંદિર ગોખના દર્શનનો લાભ લીધો

અંબાજી મંદિરે કરેલી online darshan વ્યવસ્થામાં ચાર દિવસમાં 25 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ મંદિર ગોખના દર્શનનો લાભ લીધો

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી 30 ઓગસ્ટ:અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું આજે ચોથો દિવસ છે પણ ચાલુ વર્ષે મેળો સરકારે રદ કરતા મંદિર પરીસર સુમસામ જોવા મલી રહ્યુ છે જોકે અંબાજી મેલા દરમ્યાન આવતા લાખો શ્રદ્ધાળુઓને માતાજી ના દર્શનથી વંચિત ન રહી જાય તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ માધ્યમો દ્વારા ઓનલાઇન દર્શન કરાવવાની વ્યવસ્થા કરી છે પણ મેળાના પ્રથમ દિવસથી લોકોની સુખાકારી અને કોરોના ના વિનાશ માટે મંદિર પરીસર માં વિસાળ સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જે હોમ હવન સતત સાત દિવસ સુધી ચાલશે સાથે વિશ્વના કલ્યાણ અર્થે નિજ મંદિરમાં મંદિરના બ્રાહ્મણો સતત ચંડીપાઠ કરી રહ્યા છે અંબાજી મંદિર પરિસર માં અંબે ના જય અંબે ના નાદ થી ગુંજી ઉઠતુ હતુ ત્યા આજે સમગ્ર મંદિર પરીસર બ્રાહ્મણો ના મંત્રોચારથી ગુંજી રહ્યુ છે

Ambaji Temple 5 1

અંબાજી મંદિરમાં ગત વર્ષે ભરેલા ભાદરવી પૂનમના મેળામાં મેળા ના ચોથા દિવસ સુધીમાં અંબાના દર્શન નો લાભ લીધો હતો જોકે ચાલુ વર્ષે મંદિરે કરેલી online darshan વ્યવસ્થામાં ચાર દિવસમાં ૨૦ લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ મંદિર પરિસરમાં ચાલી રહેલી વિવિધ ધાર્મિક ક્રિયાઓ સહિત માં ની આરતી અને ગોખના દર્શનનો લાભ લઇ રહ્યા છે ઓનલાઇન દર્શન માત્ર ભારત જ નહીં પણ દુનિયાના 50 પરાત દેશમાં વસતા ભક્તો ઓનલાઇન દર્શન નો લાભ લઇ રહ્યા છે

અંબાજી મંદિરમાં કોઈ મૂર્તિ પૂજા કરાતી નથી પણ યંત્ર સ્વરૂપે પૂજાતા માતાજી ના સ્વરૂપ ને શણગાર કરેલા છે અને આ માતાજીના શણગારનો કોઈપણ ફોટો બજારમાં વેચાતું નથી કે કોઈ શ્રદ્ધાળું માતાજીના નો ફોટો પાડી શકતો ન હતો પણ આ કોરોનાની મહામારી ને લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ કરેલા નિર્ણય મુજબ નિજ મંદિર ગોખ ના દર્શન પણ ઓનલાઇન કરવામાં આવી રહ્યા છે અને જેનો ભક્તો ભરપૂર લાભ રહ્યા છે