CM Puja ambaji 5

મુખ્યમંત્રી વિજય રૂપાણી(CM Vijay Rupani) આજે કેમ પહોંચ્યા માં અંબે ના શરણે. જાણો ખબર …

CM Vijay Rupani at ambaji temple

મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ને કોરોના પોઝેટીવ આવ્યા બાદ પોતે સ્વસ્થ થયી યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોંચ્યા

Whatsapp Join Banner Guj

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૦૭ માર્ચ:
ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ને કોરોના પોઝેટીવ આવ્યા બાદ પોતે સારવાર લઈ સ્વસ્થ થયી આજે યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોંચ્યા હતા વિજય રૂપાણી એ રાત્રી રોકાણ અંબાજી ખાતે જ કરી સવારે માં અંબા ના મંદિર એ મંગળા આરતી માં પહોંચ્યા હતા

જ્યા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખેસ પહેરાવી કુમકુમ તિલક કરી સ્વાગત કરાયુ હતુ અને ત્યાર બાદ મંદિર માં માતાજી ની પૂજા અર્ચના સહીત કપૂર આરતી પણ કરી હતી અને ગુજરાત રાજ્ય ની 6 કરોડ જનતા સ્વસ્થ અને સતત વિકાસ સીલ રહે તે માટે માતાજી ને પ્રાર્થના કરી હતી

CM Vijay Rupani, puja at ambaji temple

અંબાજી મંદિર માં મંદિર ટ્રસ્ટ ના ચેરમેન અને કલેકટર આનંદ પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ને સ્મુતિ ચિન્હ અર્પણ કર્યું હતું ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી માતાજી ની ગાદી એ પહોંચી ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા જ્યા અંબાજીની મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જમાવ્યુ હતુ કે .

CM Vijay Rupani, puja at ambaji temple

મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani):-

  • ચૂંટણીમાં ભાજપનો ભવ્ય જીત બાદ હું માં અંબાના દર્શન કરી માથું ટકાવવા આવ્યો છું..
  • આ ભવ્ય વિજય બાદ જે લોકોની આશા અપેક્ષા અમે પુરી કરી શકીએ અને ગુજરાત ખૂબ આગળ વધે અને ગુજરાત સતત સુરક્ષિત રહે અને ગુજરાતીઓ ઉપર માં અંબાના આશીર્વાદ સતત વરસતા રહે તેવી માં પાસે મનોકામના માંગી છે..
  • અંબાજી ડેવલોપમેન્ટ ઓથોરિટી માટે ગઈકાલે કલેકટર સાથે બેઠક કરી છે ઝડપીથી પ્લાન બનાવીને અંબાજીનો વિકાસ થાય તે દિશામાં કામ શરૂ કરવામાં આવશે..
  • મંદિર અને અંબાજી શહેરને વેલ પ્લાન્ટ બનાવવાનું હાઈ પાવર કમિટીને સૂચન કરાયું છે..
  • અંબાજીમાં હેલિપેડ બનાવવાનું પણ ટૂંક સમયમાં આયોજન છે..

આ પણ વાંચો…બનાસકાંઠા જિલ્લા ની સૌથી મોટી ગણાતી પ્રાથમિક શાળા માં ફાયર સેફટી (Fire Safety)નો અભાવ….