school ambaji 2

બનાસકાંઠા જિલ્લા ની સૌથી મોટી ગણાતી પ્રાથમિક શાળા માં ફાયર સેફટી (Fire Safety)નો અભાવ….

Fire Safety

અંબાજી માં બનાસકાંઠા જિલ્લા ની સૌથી મોટી ગણાતી પ્રાથમિક શાળા માં ફાયર સેફટી (Fire Safety) નો અભાવ…. બીલ્ડીંગ માં એક નહી પણ 12 જેટલા સિલિન્ડરો ની જરૂરિયાત….. અભ્યાસ અર્થે આવતી વિધ્યાર્થીનીઓ દ્વારા શાળામાં સફાઈ કરાવવા મા આવે છે

Whatsapp Join Banner Guj

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૦૬ માર્ચ
: ગુજરાત રાજ્ય ના નવા બજેટ સત્ર માં રાજ્ય ભર ની શાળાઓ માં ફાયર સેફટી (Fire Safety)ને લઈ ચિંતા કરવામાં આવી છે એટલુંજ નહીં જે શાળાઓ માં ફાયર સેફટી ની વ્યવસ્થા ન હોય તેવી શાળાઓ ઉપર શાળાઓ બંધ કરાવા સુધી ના પગલાં લેવાની તાકીદ કરવામાં આવી છે ત્યારે યાત્રાધામ અંબાજી માં બનાસકાંઠા જિલ્લા ની સૌથી મોટી ગણાતી શાળા માં જ ફાયર સેફટી નો અભાવ જોવા મળી રહ્યો છે

Fire Safety

યાત્રાધામ અંબાજી માં બનાસકાંઠા જિલ્લા પંચાયત સંચાલિત અંબાજી પ્રથમિક શાળા નું બિલ્ડીંગ ત્રણ માળ નું છે જેમાં 42 વર્ગો માં 1500 ઉપરાંત બાળકો અભ્યાસ કરે છે જેમાં ધોરણ 1 થી 8 ના વર્ગો ચાલે છે જોકે હાલ માં સરકાર ની કોવિડ -19 ની ગાઈડ લાઈન પ્રમાણે ધોરણ -6 થી 8 ના જ 700 થી 800 જેટલા બાળકો હાલ શાળા એ આવે છે પણ આ શાળા માં આટલી મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય

ત્યારે એક માત્ર ફાયર સેફટી (Fire Safety) ની બોટલ જોવા મળી હતી અને તે પણ એકપાયરી ડેટ ની જુની હતી જે જોતા હાલ માં આ પ્રાથમિક શાળા માં ફાયર સેફટી ની કોઈજ વ્યવસ્થા જોવા મળતી નથી જો કોઈ મોટી હોનારત સર્જાય તો જિલ્લા ની સૌથી મોટી ગણાતી આ શાળા માં મોટી હોનારત થવાનો ભય પણ સેવાઈ રહ્યો છે

જોકે આ બાબત ને શાળા ના આચાર્ય એ જણાવ્યું હતું કે હાલ તબક્કે ફાયર સેફટી ની અમને ગ્રાન્ટ ન મળતા અમે ફાયર સેફટી નો બાટલો ભરાવ્યો નથી એટલુંજ નહીં ત્રણ માળ ની બીલ્ડીંગ માં એક નહી પણ 12 જેટલા સિલિન્ડરો ની જરૂરિયાત છે તેની સામે એક માત્ર ફાળવવા માં આવેલ છે અને તે ભરાવવા માટે ની પણ ગ્રાન્ટ મળેલ નથી આ ઉપરાંત ફાયર સેફટી ના મામલે નિસરણી તેમજ નેટ જેવી સામગ્રી ની જરૂરિયાત પુરી કરવા માંગ શાળા ના આચાર્ય બાબુભાઈ સોલંકી દ્વારા કરાઈ રહી છે અને બાળકો ની સંખ્યા મુજબ ગ્રાન્ટ આપવા માંગ કરી છે

Fire Safety

1500 ઉપરાંત વિદ્યાર્થીઓ ની સંખ્યા ધરાવતી આ શાળા માં જે ગ્રાન્ટ આવે છે તે ખુબજ ઓછી અને અનિયમિત આવે છે સાથે સફાઈ ની પણ પૂરતી ગ્રાંટો ન આવતા હોવાથી શાળા શરુ થતા ડ્રેસ પહેરીને અભ્યાસ અર્થે આવતી વિધ્યાર્થીનીઓ દ્વારા શાળામાં સફાઈ કરાવવા મા આવે છે , બાળકો ની આ દશા જોઈ સરકાર તાકીદે શાળાઓ માં સફાઈકામદારો ની વ્યવસ્થા કરવા માંગ કરાઈ રહી છે ……

આ પણ વાંચો…અંબાજી માં પગરખાં પરબ થકી બુટ વિતરણ(shoe distribution) કાર્યક્રમ યોજાયો