New Civil Lady Doctors Rakhsa Bandhan Video Calling with Covid Patients 8

અમદાવાદથી સુરત આવેલા મહિલા કાઉન્સેલરોએ કોરોનાગ્રસ્ત ભાઈઓને રાખડી બાંધી

New Civil Lady Doctors Rakhsa Bandhan Video Calling with Covid Patients 3

ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદથી સેવાર્થે સુરત આવેલા મહિલા કાઉન્સેલરોએ કોરોનાગ્રસ્ત ભાઈઓને રાખડી બાંધી: સગી બહેનો સાથે વિડીઓ કોલથી વાત પણ કરાવી

સિવિલના મહિલા તબીબો, નર્સો અને મહિલા કાઉન્સેલરોએ દર્દીભાઈઓને રક્ષાસૂત્ર બાંધવાની સાથે જીવનરક્ષક માસ્ક અર્પણ કર્યા:

New Civil Lady Doctors Rakhsa Bandhan Video Calling with Covid Patients 6

મહિલા આરોગ્ય સેનાનીઓનો રાખડી બાંધવા સાથે માસ્ક પહેરાવી ભાઈઓની સલામતીની કામના કરી

ભાઈની રક્ષા માટે રાખડી સાથે માસ્ક પણ મહત્વનું સુરક્ષા કવચ છે:મહિલા કાઉન્સેલર કોમલબેન કેવડિયા

New Civil Lady Doctors Rakhsa Bandhan Video Calling with Covid Patients 5

સુરત:સોમવાર: રક્ષાબંધન પર્વે બહેન પોતાના ભાઈને રેશમના તાંતણે રાખડી બાંધી વ્હાલા ભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે. કોરોના મહામારીની વિકટ સ્થિતિમાં પરિવારથી દૂર રહી દર્દીઓની સેવા કરતા મહિલા આરોગ્ય સેનાનીઓએ દર્દીભાઈઓને બહેનની હુંફ આપી રક્ષાસૂત્ર બાંધ્યા હતા. તેમની સાથે ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદથી સેવાર્થે આવેલા એમ.એસ.ડબ્લ્યુ.માં અભ્યાસ કરતાં ૧૫ વિદ્યાર્થી કાઉન્સેલરો પૈકી મહિલા કાઉન્સેલરોએ કોરોનાગ્રસ્ત ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કોવિડ હોસ્પિટલમાં જ કરી દર્દીભાઈઓ સાથે આત્મીયતા દર્શાવી હતી. આ ઉપરાંત તેમની સગી બહેનો સાથે વિડીઓ કોલથી વાત પણ કરાવી હતી. દર્દીઓને જરાય એકલતા ન લાગે એ માટે ‘અમે તમારી જ બહેનો છીએ અને સતત તમારી સાથે છીએ, જરાય ચિંતા મ કરશો’ એવો સધિયારો આપ્યો હતો.   

New Civil Lady Doctors Rakhsa Bandhan Video Calling with Covid Patients 8

સિવિલ હોસ્પિટલમાં દર્દીભાઈઓને બહેનની ખોટ ન વર્તાય તે માટે નર્સિંગ બહેનો અને મહિલા તબીબોએ બહેનોની ભૂમિકા નિભાવી હતી, અને તેમના સારવાર માટે ખડેપગે રહેતી આ કોરોના યોદ્ધાઓએ આજે રક્ષા કવચ બની દર્દીઓનું રક્ષણ કરવાનો કોલ આપ્યો હતો. વિડીઓ કોલથી સગી બહેનો સાથે વાત કરતી વેળાએ અનેક દર્દીભાઈઓની આંખો ભીની થતાં સિવીલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં.

New Civil Lady Doctors Rakhsa Bandhan Video Calling with Covid Patients 7

ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદથી સુરત સેવાર્થે આવેલા મહિલા કાઉન્સેલરો કોવિડ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક ખાતે ૨૪ કલાક માટે કાઉન્સેલિંગ અને દર્દીઓના પરિજનોની મદદ માટે કાર્યરત છે, ત્યારે મહિલા કાઉન્સેલર કોમલબેન કેવડિયાએ જણાવ્યું હતું કે, દર્દીભાઈઓને એકલાઅટૂલા હોવાનો અહેસાસ ન થાય તે માટે આજના પવિત્ર રક્ષાબંધનના દિવસે અમે સિવિલ હોસ્પિટલના મહિલા તબીબો, નર્સ બહેનો સાથે મળી દર્દીઓના બહેન બનીને રક્ષારૂપી રાખડી બાંધી છે. આ ઉપરાંત રાખડીની સાથે દર્દીભાઈઓને માસ્ક આપીને તેમના જલદી સ્વસ્થ થવાની કામના કરી હતી. કોરોનાની સ્થિતિમાં રાખડીની સાથે માસ્ક પણ એટલું મહત્વનું છે જે ભાઈની રક્ષા કરી શકે છે. સર્વે દર્દીભાઈઓને સ્વસ્થ થઈને ઘરે ગયા પછી પણ  માસ્કનો ભૂલ્યા વિના ઉપયોગ કરવાનું વચન પણ માંગ્યું હતું

New Civil Lady Doctors Rakhsa Bandhan Video Calling with Covid Patients 4 1