Food suply

લોકડાઉન..અનલોક સુધી સતત હોપ સંસ્થા દ્વારા ગરીબ શ્રમિક પરિવારોને પૌષ્ટિક આહાર પૂરો પડવાનું ચાલુ…..

Food suply
  • સુરત શહેરની ૪૪ મહિલાઓ અને એક યુવાન.
  • લોકડાઉન..અનલોક સુધી સતત હોપ સંસ્થા દ્વારા ગરીબ શ્રમિક પરિવારોને પૌષ્ટિક આહાર પૂરો પડવાનું ચાલુ…..
  • ” હોપ ” સંસ્થા દવારા માસ્ક સહિત બીજી અનેક સેવા…
Chelna jain
ચેલના જૈન ,સમાજ સેવિકા

સુરત:સોમવાર: સૂરત શહેરમાં કોરોના, લોકડાઉન સમયમાં અનેક સેવાભાવી લોકોએ શ્રમિક, ગરીબ પરિવારોને  લોકડાઉન…. અનલોક સુધી ગરીબ પરિવારો ભરપૂર મદદ અને ભોજન આપ્યું હતું. ત્યારે એક સંસ્થા એવી છે સવા સો દિવસ કરતા વધુ દિવસથી ગરીબ શ્રમિક પરિવારોની સેવામાં કાર્યરત છે…. સંસ્થામાં ૪૪ મહિલાઓ જોડાયેલી છે. અને રોજે રોજ શ્રમિક વિસ્તારોમા પોષ્ટિક આહારનું વિતરણ કાર્ય કરે છે.

એલાયનન્સ કલબ ઓફ સૂરત”હોપ” સંસ્થાની યુવા ટીમ લોકડાઉન અને અનલોકના ગાળામાં  છેલ્લાં ૧૨૮ દિવસથી ગરીબ પરિવારો, બાળકોને પૌષ્ટિક ભોજન આપી રહ્યા છે. પહેલા શુદ્ધ તાજો રાંધેલો ખોરાક પૂરો પડતા હતા. હવે પૌષ્ટિક વાનગીઓ પીરસી રહ્યા છે આ નિત્ય ક્રમ જાળવી રાખ્યો છે……હોપ સંસ્થા નું નેતૃત્વ કરનાર અને ફાઉન્ડર  જીગ્નેશ ગાંધી એક એવું યુવા વ્યક્તિત્વ છે કે જેમણે ગરીબી જોઈ છે  શિક્ષણ મેળવી ન શક્યા, મિલો માં મજુરી ,શ્રમ કરીને પ્રગતિ કરી..

જરૂરિયાતમંદ લોકો માટે સેવા કરતી ૬ વર્ષથી કાર્યરત હોપ સંસ્થાના માત્ર ૧૫ સદસ્યો હતા આજે  હોપ સંસ્થામા ૪૪ મહિલા સદસ્યો સાથે કાર્યરત છે

બહુ ઉત્કૃષ્ટ અનુકરણીય સામાજિક કાર્ય કર્યા છે, એટલે હોપ સંસ્થાનો મુખ્ય મોટિવ જરૂરિયાત મંદ ૫૦૦૦ બાળકો માટે ભણતરમા જરૂર પડતી સામગ્રી ઉપલબ્ધ કરવાનો છે, આજ સુધી સુરતનો કોઈ પણ વિસ્તાર બાકી નથી એવો નથી જ્યાં હોપ સંસ્થા સહયોગનાં કર્યું હોય શૈક્ષણિક ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અનાથાલય વૃદ્ધાશ્રમ, કેન્સરથી પીડાતા લોકો માટે, કોઢનાં દર્દી માટે, શાળાઓ,ગર્ભવતી મહિલાઓ, નવજાત શિશુ, વૃદ્ધ આબાલ બધા માટે શુગર કેમ્પ, બ્લડ કેમ્પ કરવા, વરસાદમાં તાડપત્રી બ્લાંકેટ,ચપ્પલ મૌજા ટોપી સ્વેટર કંબલ ચટ્ટાઇ  અસહ્ય ગરમી માં  જાહેર  રસ્તા ફરજ ઉપરના પોલીસ કર્મીઓ માટે શેરડી,જ્યૂસ, છાસ, છત્રી, રાઈનકોટ, ટ્રાફિક અવરેનેસ માટે હેલ્મેટ પુરી પાડવી સફાઈ કર્મીઓ માટે  ગરમ ચા દૂધ નાં ઉકાળા ફ્રેશ જ્યૂસ ફળનો વિતરણ, દીકરી ઓને પહેરવા માટે કપડા ડ્રેસ અંતરંગ વસ્ત્રો માસિક માટે પેડ , અગ્નિ સસ્કાર સેવા પર્યાવરણ જાગૃતિ બેટી બચાઓ, પસ્તી ભેગી કરી ને સેવા થાય છે,  લાયક સિનેમા સ્લુમ બાળકો  માટે પણ જ્ઞાનવર્ધક  પુસ્તકો વાંચવા માટે ,ચિત્રકામ નો સામગ્રી પુરી પાડવી  દર શ્રાવણ માસ મા મિશન મિલ્ક અભિયાન ની અંતર્ગત  દૂધ નું વિતરણ નાના બાળકો મા અલગ અલગ જગ્યા એ હાલ પણ કરવા માં આવી રહ્યું છે..  મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી ની ઉપસ્થિત  મા  યોજાયેલ ફૈશન રેમ્પ વોક માટે હોપ સંસ્થા તરફથી ૨૬  સ્લમ વિસ્તાર અને અંધજન બાળકો ની વ્યવસ્થા કરાવી હતી,  અને ગરીબ શ્રમિક બાળકો પહેલી વાર મંચ ઉપર આવ્યા હતા તેઓનો  ઉત્સાહ વધારવા આવ્યો હતો.

સુરત શહેરમાં હાલ સામાજિક અંતર અંગે જન જાગૃતિ અને માસ્ક પહેરી પહેરાવી ને પણ સેવા કાર્ય રત રાખી છે…

Food supply needed people

સંકોચ અનુભવતા પરિવારો માટે ટિફિનની પણ સેવા પૂરી પાડી. જે ૧૨૮ દિવસ થઈ ગયા છે,એમાં ૧૪૦૦૦ માસ્ક,૧૪૦૦ સેનીટાઈઝર ,૬૩૫૦ રાશન કીટનો વિતરણ કર્યો છે અને ૯ લાખ ૫૭ હજાર ૩૮૦ વ્યક્તિ ઓ ને ભોજન આપ્યું…

કોરોના સંક્રમણના દિવસોમાં ૭૫૦૦, વ્યક્તિઓને ઉકાળા પીવડાવ્યા..આ સંસ્થાના પ્રમુખ તરીકે  સરોજ દોરીવાળા, ઉપપ્રમુખ પૂજા મહાડીક, ચેલના જૈન, રૂકમી ગોવિંદ ગુપ્તા સેવામાં જોડાયા છે. અને સેવામાં કાર્યરત છે……