Control room 2 scaled

૬૧-લીંબડી વિધાનસભા મતદાર વિભાગના ૧૨૫ મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે

Control room 2

 અહેવાલ: હેતલ દવે

સુરેન્દ્રનગર, ૦૨ નવેમ્બર: સુરેન્દ્રનગર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ૬૧-લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી મૂક્ત, ન્યાયી અને પારદર્શકતા સાથે યોજાય તે માટે લીંબડી મતદાન વિભાગમાં મતદાનના દિવસે ૧૨૫ જેટલા મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ કરવામાં આવશે.

  ૬૧ –લીંબડી મતદાન વિભાગમાં ૪૨૦ મતદાન મથકો આવેલા છે, જેની ઉપરથી ૧,૪૩,૪૫૦ પુરૂષ અને ૧,૨૮,૧૮૮ સ્ત્રી તથા ૪ અન્ય મતદાર મળી કુલ ૨,૭૧,૬૪૨ મતદારો મતદાન કરશ

whatsapp banner 1

આ ૬૧ લીંબડી મતદાન વિભાગના કુલ ૪૨૦ મતદાન મથકો પૈકી ૧૨૫ મતદાન મથકોનું તારીખ 3જી નવેમ્બરના રોજ મતદાનના દિવસનું વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. જે અન્વયે આઈ.સી.ટી. નોડલ ઓફીસરશ્રી કેતન નિરંજન દ્વારા મતદાનના આગલા દિવસે તા. ૨જી નવેમ્બરના રોજ  વેબ કાસ્ટીંગ અંગેની તાલીમ આપવામાં આવી હતી.

૬૧-લીંબડી મતદાન વિભાગના મતદાન મથકો ઉપર થતી પ્રત્યેક ગતિવિધિને વેબ કાસ્ટીંગના માધ્યમથી જિલ્લાકક્ષાએ ઓબ્ઝર્વરશ્રીઓ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી – મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી તેમજ રાજ્યકક્ષાએ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી પણ તેમના સ્થળેથી નિહાળી શકશે.