Poonam Madam 3 edited e1652247177539

ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન ની ગવર્નીંગ કાઉન્સીલની બેઠકમાં ભાગ લેતા સંસદસભ્ય પૂનમબેન માડમ

  • ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન ની ગવર્નીંગ કાઉન્સીલની બેઠકમાં દીલ્હીથી ભાગ લેતા જામનગર સંસદસભ્ય પૂનમબેન માડમ
  • સાંસદ પૂનમબેન માડમ IPU ના ઇન્ડીયન પાર્લામેન્ટરી ડેલીગેટમાં પસંદ થતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધાર્યું

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૨ નવેમ્બર: ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ નવી દીલ્હી ખાતેથી સંસદભવન ના એનેક્સે બીલ્ડીંગમાંથી વિડીયો કોન્ફરન્સ દ્વારા,લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે ઇન્ટર- પાર્લામેન્ટરી યુનિયન ( IPU)ના ગવર્નીંગ કાઉન્સીલના ૨૦૬ માં ઓપનીંગ સેશનમાં ભાગ લીધો હતો આ આંતરરાષ્ટ્રીય સેશન માટે ઇન્ડીયન પાર્લામેન્ટરી ડેલીગેટ તરીકે પસંદ થતા સંસદસભ્ય પૂનમબેન માડમએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનુ ગૌરવ વધાર્યુ છે કેમકે હાલારના બંને જિલ્લાના પ્રજાપ્રતિનિધી તરીકે આ સેશનમાં ભાગ લીધો તે સમગ્રપણે ગૌરવપ્રદ બની રહ્યુ છે આ સેશનમાં રાજ્યસભાના સાંસદ સ્વપનદાસ ગુપ્તા ,લોકસભાના જનરલ સેક્રેટરી સ્નેહલતાજી પણ જોડાયા હતા

Poonam Madam 4 edited

ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન રાષ્ટ્રીય સંસદનું આંતરરાષ્ટ્રીય સંગઠન છે તેનો મુખ્ય હેતુ લોકશાહી શાસન-જવાબદારી અને તેના સભ્યોમાં સહકારને પ્રોત્સાહન આપવાનો છે જેનુ મુખ્ય મથક
જિનીવા (સ્વિટ્ઝર્લૅન્ડ) માં છે જેની સ્થાપના 1889 માં ઇન્ટર-પાર્લામેન્ટરી (આંતર સંસદીય) તરીકે થઈ હતી અને હાલ 179 દેશોની રાષ્ટ્રીય સંસદ આઇપીયુના સભ્ય છે

આઈપીયુ ની આંતરરાષ્ટ્રીય કાયદા અને સંસ્થાઓના વિકાસમાં અગ્રણી અને મહત્વની ભૂમિકા છે
સાથે સાથે ઇન્ટરનેશનલ લૉ અને ઇન્સ્ટીટ્યુશન ડેવલપ કરવાનો મેઇન રોલ છે જેમાં આર્બિટ્રેશનની કાયમી અદાલત, લીગ નેશન્સ અને સંયુક્ત રાષ્ટ્રનો સમાવેશ થાય છે તે આંતરરાષ્ટ્રીય પરિષદો અને મંચોમાં પ્રાયોજિત કરે છે અને ભાગ લે છે અને યુનાઇટેડમાં કાયમી નિરીક્ષકની સ્થિતિ ધરાવે છે

Poonam Madam 3 edited

આવા આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા સંઘ ની ગર્વનીંગ કાઉન્સીલના ઓપનીંગ સેશનમાં ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ એ વિવિધ આંતરરાષ્ટ્રીય મુદાઓના પરામર્શમા સક્રિય ભાગ લઇ સમગ્ર જામનગર સંસદીય વિસ્તારનું ગૌરવ વધાર્યુ છે

whatsapp banner 1

તારીખ ૧ નવેમ્બર થી ૪ નવેમ્બર સુધીનુ ચાર દિવસનુ આ એકસ્ટ્રા ઓર્ડીનરી વર્ચ્યુઅલ સેશન કોરોના મહામારીના સંદર્ભમા વિડીયો કોન્ફરન્સીંગથી યોજાયુ જેમાં પ્રથમ દિવસે નવા પ્રેસીડન્ટની પસંદગી માટે વોટીંગ હતુ જેમાં ઇન્ડીયન પાર્લામેન્ટરી ડેલીગેટ તરીકે સ્પીકર ઓમ બિરલા, લોકસભા સાંસદ પૂનમબેન માડમ અને રાજ્યસભા સાંસદ સ્વપ્ન દાસ ગુપ્તાએ વોટીંગ કર્યુ હતુ